છું પ્રતીક્ષાના પરમ આનંદમાં,
તું મને મળવા સમયસર આવ નહિ.
અનિલ ચાવડા

સફર થાય છે – રઈશ મનીઆર

એમ ચાલ્યા વિના પણ સફર થાય છે
પગ તળેથી જ ધરતી ખસી જાય છે

ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે
માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે

નૌકા જળમાં રહે તો ય જળથી અજાણ
છિદ્ર પડતાં પરિચય થતો જાય છે

માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ
બીજી પળથી વિકલ્પો વિચારાય છે

લક્ષ્ય ચૂકી ગયું હો તમારું જે તીર
એ જ શત્રુના ભાથે ઉમેરાય છે

– રઈશ મનીઆર

કવિશ્રી ઉદયન ઠક્કર આ ગઝલના મત્લા વિશે કહે છે: “પરંપરાની ગઝલો મોટે ભાગે દાવા-દલીલની પદ્ધતિથી રચાતી. શેરની પહેલી પંક્તિમાં કરાયેલા દાવાનું બીજી પંક્તિની દલીલ વડે સમર્થન કરાતું. અહીં માન્યામાં ન આવે તેવો દાવો કરવામાં આવ્યો છે: ચાલ્યા વિના પ્રવાસ કેમ થાય? ધરતી સ્થિર રહે અને ચરણ આગળ નીકળી જાય એ પ્રવાસ કહેવાતો હોય, તો ચરણ સ્થિર રહે અને ધરતી પાછળ ખસી જાય એ પ્રવાસ ન કહેવાય? પગ તળેથી ધરતી ખસી જવી એટલે આઘાત લાગવો. ચરણ આગળ જવાથી યાત્રા થાય, અને ધરતી પાછળ ખસવાથી આંતર્યાત્રા. બીજી પંક્તિમાં અણધાર્યો ખુલાસો આપીને કવિ ચમત્કૃતિ સર્જે છે.કવિને માટે ચમત્કૃતિ સર્જવી મરજીયાત, પણ સારી કૃતિ સર્જવી ફરજિયાત હોય છે.

આ ગઝલના પાંચેય શેરમાં વ્યગ્રતા અને વિફળતાના સૂર ઘુંટાય છે.”

રઈશભાઈની આજે ૫૦મી વર્ષગાંઠ છે. જીવનની આ ગોલ્ડન જ્યુબિલી પર કવિશ્રીને ટીમ લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ…

 

10 Comments »

  1. CHENAM SHUKLA said,

    August 19, 2016 @ 12:48 AM

    વાહ ….પગ તળેથી જ ધરતી ખસી જાય છે..

  2. Mayur Koladiya said,

    August 19, 2016 @ 1:26 AM

    khub saras Gazal….

  3. Rina Manek said,

    August 19, 2016 @ 4:21 AM

    Awesome. … many happy returns of the day. …

  4. binitapurohit said,

    August 19, 2016 @ 5:29 AM

    વાહ ….એમ ચાલ્યા વિના પણ સફર થાય છે
    પગ તળેથી જ ધરતી ખસી જાય છે

    ઊંડાણ ભરેલી વાત એટલીજ સરળતા થી કહેવીની ખૂબી

    કવિને માટે ચમત્કૃતિ સર્જવી મરજીયાત, પણ સારી કૃતિ સર્જવી ફરજિયાત હોય છે.

  5. Jigar said,

    August 19, 2016 @ 7:35 AM

    Happy birthday Raeeshbhai,
    really, fantastic Ghazal
    each Sher is a gem !

  6. Ketan Yajnik said,

    August 19, 2016 @ 7:46 AM

    Happy birthday Raeeshbhai,

  7. Rakesh Thakkar, Vapi said,

    August 20, 2016 @ 12:03 AM

    કવિને માટે ચમત્કૃતિ સર્જવી મરજીયાત, પણ સારી કૃતિ સર્જવી ફરજિયાત હોય છે.
    દરેક કવિ માટે ગાંઠે બાંધી લેવા જેવી વાત છે. આભાર વિવેકભાઇ.
    રઈશભાઈને સુવર્ણ જયંતિની શુભેચ્છાઓ!
    નૌકા જળમાં રહે તો ય જળથી અજાણ
    છિદ્ર પડતાં પરિચય થતો જાય છે

  8. Maheshchandra Naik said,

    August 20, 2016 @ 1:40 AM

    SARAS,SARAS,SARAS……

  9. La' Kant Thakkar said,

    September 22, 2016 @ 4:56 AM

    रईशभाई ने अभिनन्दन…. ‘गुड विशिस ‘ गमे त्यारे आपे शकाय ने ?

    सफ़र नी वाट …../ भीतरी यात्रानी वात….

    उदयनभाइए ‘પગ તળેથી ધરતી ખસી જવી એટલે આઘાત લાગવો’
    अर्थ उमेरीने …..नवो मूड/ मोड़/आयाम खूल्लो करी दीधो .

    સફર
    —–

    “જોવું,વાંચવું,સાંભળવું ને, લખવું શબ્દોની સફર ,
    કુદરતે દીધી જે ઇન્દ્રિયો,માણવી શબ્દોની સફર.
    સૂરજ આવતો નથી,જતો નથી તોય થાતી સફર,
    “હો” એવો ભ્રમ માત્ર તો છે,નથી કશું,કોઈ સફર!
    કોઈ આપણા માટે રસ્તો કરે?કરી શકે?થાય સફર,
    ચાલવાને ચરણ તો ખુદનાજ જોઈએ,થાય સફર!
    ‘લાશને જલસો?’ એ તો જોનારની આંખની સફર,
    ફૂલો રીઝવે આંખો રંગે, નાક સુગંધે,હળવી સફર!
    જલસાની મ્હાણ જોનારની દૃષ્ટિ,મનને એક સફર!
    એક-એક ડગ માંડતો ફરે,છાપ સૂંઘતો ફરે,એક સફર
    “પ્રભુ પડછાયો બની પીછો મારો કરે!”થાય સફર!
    જ્યારે,હું ચાલું ઉગમણી દિશા તરફ,થતી એક સફર!
    ચાલતો ચળકતી આંખો ઊંચી લઇ એ તરફ થતી સફર!
    કારણ બસ એટલુંજ કે, “એ છે સાથે’ એટલે થતી સફર.”
    [कईक]’

  10. harshad mistry said,

    September 23, 2016 @ 3:07 PM

    Beautiful!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment