સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને;
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
– નયન દેસાઈ

ગઝલ – ઉર્વીશ વસાવડા

image

ભીતરે બાળક રહી વરસાદનું સ્વાગત કર્યું,
નાવ કાગળની લઈ વરસાદનું સ્વાગત કર્યું.

આ ધરા માફક મહેકતાં છો મને ના આવડે,
તરબતર ભીના થઈ વરસાદનું સ્વાગત કર્યું.

પ્હાડની સંવેદનાઓ આ ક્ષણે સમજાય છે,
કૈંક ઝરણાંએ વહી વરસાદનું સ્વાગત કર્યું.

વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી,
સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું.

માત્ર આ આકાશને પોષાય એવું આ રીતે,
એમ ધરતીએ કહી વરસાદનું સ્વાગત કર્યું.

– ઉર્વીશ વસાવડા

આમ તો હજી ચોમાસું પડું-પડું કરતુંક હાથતાળી જ દઈ રહ્યું છે પણ તબીબ-કવિમિત્ર ઉર્વીશ વસાવડા એમનો નવતર ગઝલસંગ્રહ “ઝાકળના સૂરજ” લઈ ઉપસ્થિત થયા છે ત્યારે મન દઈને ન આવેલા વરસાદની સાથોસાથ એમના આ સંગ્રહનું આપણે મન દઈને સ્વાગત કરીએ.

9 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    June 25, 2016 @ 4:44 AM

    વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી,
    સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું.

    ઉત્તમ !

  2. રોહીત કાપડિયા said,

    June 25, 2016 @ 6:28 AM

    બહુ જ સરસ રચના.
    એની કૃપા તો વરસી રહી’તી મબલક ધારે,
    હાથનો ખોબો ધરી વરસાદનું સ્વાગત કર્યું.

  3. Pravin Shah said,

    June 26, 2016 @ 12:46 AM

    અતિ સુન્દર….અભિનન્દન ….

  4. Rashmi Desai said,

    June 26, 2016 @ 10:32 AM

    વાહ …. ખુબ સરસ રચના

  5. Yogesh Shukla said,

    June 26, 2016 @ 10:50 AM

    બહુ જ સુંદર રચના , શબ્દો ને સરખો ન્યાય ,
    બાળપણ , હોડી, પહાડ , વૃક્ષ ,ઝરણાં ,આકાશ ,ધરતી ,
    આ બધા વર્ષાઋતુના શબ્દો છે ,

    ભીતરે બાળક રહી વરસાદનું સ્વાગત કર્યું,
    નાવ કાગળની લઈ વરસાદનું સ્વાગત કર્યું.

  6. Rakesh Thakkar, Vapi said,

    June 28, 2016 @ 5:06 AM

    સરસ રચના….અભિનન્દન ….
    વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી,
    સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું.

  7. Chintan Acharya said,

    July 5, 2016 @ 8:23 AM

    સુંદર!

  8. VISHAL JOGRANA said,

    August 7, 2016 @ 5:09 AM

    સ્વાગત કર્યું.

  9. આરતીસોની said,

    May 30, 2018 @ 9:40 AM

    વાહ અદભૂત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment