ઝંપલાવી જો પ્રથમ કાગળ ઉપર
જે થશે જોયું જશે આગળ ઉપર
– સ્વાતિ નાયક

થયો જ નહીં – ભરત વિંઝુડા

image

રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !

બાકી રાખી દીધું વરસવાનું,
એણે ને હું ભીનો થયો જ નહીં !

એક પથ્થરને મેં તરાસ્યો બહુ,
પણ કદી એ હીરો થયો જ નહીં !

કાગડા હોય છે બધે કાળાં,
કંઈ અનુભવ બીજો થયો જ નહીં !

માત્ર મારા જ માપમાં છું હું,
સહેજ ઊંચો, નીચો થયો જ નહીં !

ક્યાંક આગળ હતો હું રસ્તા પર,
એથી એનો પીછો થયો જ નહીં !

સૂર્ય કિરણોની જેમ ચાલું છું,
કોઈ રસ્તો સીધો થયો જ નહીં !

– ભરત વિંઝુડા

લયસ્તરોના આંગણે કવિમિત્ર શ્રી ભરત વિંઝુડા એમનો સાતમો ગઝલ સંગ્રહ “તો અને તો જ” લઈને આવ્યા છે… કવિ અને સંગ્રહ – બંનેનું દબદબાભેર સ્વાગત… સંગ્રહમાંથી એક ગઝલ પ્રસ્તુત કરીએ…

17 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    June 10, 2016 @ 3:12 AM

    એના દિલમાં દીવો થયો જ નહીં !

    વાહ વિવેકભાઈ !

    ભરતભાઈને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ !

  2. Neha said,

    June 10, 2016 @ 3:29 AM

    Kyank aagal hato…. pichho thayo j nahi !!

    Kya baat

    Nava sangrah ne aavkaar…

  3. jigar Acharya said,

    June 10, 2016 @ 4:22 AM

    Wah….kya bat he

  4. KETAN YAJNIK said,

    June 10, 2016 @ 4:59 AM

    એના દિલમાં દીવો થયો જ નહીં !
    દવા અને દુવા બધુજ અજમાવી જોઉં પણ
    શેનેી શુભેચ્છાઓ !
    શુભેચ્છાઓ !

  5. શૈલેશ જાદવાણી said,

    June 10, 2016 @ 5:36 AM

    ક્યાંક આગળ હતો હું રસ્તા પર,
    એથી એનો પીછો થયો જ નહીં !

    સૂર્ય કિરણોની જેમ ચાલું છું,
    કોઈ રસ્તો સીધો થયો જ નહીં !

  6. શૈલેશ જાદવાણી said,

    June 10, 2016 @ 5:38 AM

    વાહ ભરત ભાઈ

    સૂર્ય કિરણ ની જેમ ચાલુ છું
    કોઈ રસ્તો સીધો થયો નહી …..એક જ્ક્કાશ બોશ

  7. BHARAT SUCHAK said,

    June 10, 2016 @ 6:34 AM

    wha Bharatbhai wha

  8. Bharat Trivedi said,

    June 10, 2016 @ 8:04 AM

    બધા જ શેર લાજવાબ !

  9. Dhaval said,

    June 10, 2016 @ 4:40 PM

    રંગ કાળો, પીળો થયો જ નહીં,
    એના દિલમાં દીવો થયો જ નહીં !

    – વાહ !

  10. Pravin Shah said,

    June 10, 2016 @ 11:16 PM

    અભિનન્દન, કવિને….

  11. C.T.Prajapati said,

    June 11, 2016 @ 6:23 AM

    એના દિલમાં દીવો થયો જ નહીં !
    ક્યા બાત હૅ !!!!!

  12. Bharat Vinzuda said,

    June 11, 2016 @ 10:52 PM

    લયસ્તરો અને તેના સંચાલકો તેમ જ અહી ગઝલ પસંદ કરનાર તથા કોમેંટ કરનાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

  13. Yogesh Shukla said,

    June 11, 2016 @ 11:03 PM

    સુંદર રચના ,…
    એક પથ્થરને મેં તરાસ્યો બહુ,
    પણ કદી એ હીરો થયો જ નહીં !

  14. Harshad said,

    June 11, 2016 @ 11:12 PM

    Beautiful Creation.

  15. Rakesh Thakkar, Vapi said,

    June 15, 2016 @ 9:01 AM

    કવિને અભિનન્દન,
    માત્ર મારા જ માપમાં છું હું,
    સહેજ ઊંચો, નીચો થયો જ નહીં !

  16. Sudhir Patel said,

    June 23, 2016 @ 9:41 PM

    ખૂબ સુંદર ગઝલ્!
    કવિ-મિત્ર શ્રીભરત વિંઝુડાને હાર્દિક અભિનંદન!
    –સુધીર પટેલ

  17. Darshit Abhani said,

    May 21, 2017 @ 2:22 PM

    waah . ekdum mast. gazal. superb

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment