હાથમાં તો આજ છે – તો આજને પીધા કરો,
કાલની ખાલી નદીમાં સંસરીને શું કરીશું ?
મનસુખ લશ્કરી

ચલાવું છું – સુનીલ શાહ

image

એમ પીડાને હું હરાવું છું,
તું વધારે છે, હું વધાવું છું.

એ જ જખ્મો છે, એ જ નક્શો છે,
ભાત નોખી હું ક્યાં બતાવું છું ?

કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.

તું હશે સારથિ જગતનો પણ
મારા ઘરને તો હું ચલાવું છું…!

છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
જાતને રોજ હું ઉઠાવું છું.

– સુનીલ શાહ

કવિની કમાલ સમજવા આખી ગઝલ કે આખા સંગ્રહમાંથી પસાર થવાની જરૂર જ નથી. ફક્ત મત્લાનો શેર જ જુઓ. પીડાની ઉપર વિજય મેળવવાની ચાવી એટલે જીવતાં શીખવાની કળા. સામું પાત્ર કે દુનિયા કે ઈશ્વર સાક્ષાત ભલેને પીડાને વધારતા હોય, પણ જે ઘડીએ આપણે એને વધાવી લેતાં શીખી જઈએ એ ઘડી પીડાને પરાસ્ત કરવાની ઘડી છે. પણ કવિની ખરી કમાલ તો અહીંથી જ આગળ વધે છે. ‘વધારે’ અને ‘વધાવું’ – બે શબ્દોમાં ફક્ત છેલ્લા એક જ અક્ષરને બદલી નાંખીને કવિ જે રીતે બે અલગ જ અર્થ સાવ સાંકડી જગ્યામાં ઊભા કરી શક્યા છે એમાં જ ખરી કવિતા અને કવિની કમાલ નજરે ચડે છે.

સુરતના કવિમિત્ર શ્રી સુનીલ શાહ પોતાના પ્રથમ ગઝલસંગ્રહ “પાંખોની દોસ્તી” લઈને લયસ્તરોના આંગણે આવ્યા છે ત્યારે એમનું સહૃદય સ્વાગત અને કોટિ કોટિ શુભકામનાઓ…

17 Comments »

  1. Yogesh Shukla said,

    June 2, 2016 @ 12:58 AM

    બહુજ સુંદર રચના
    તું હશે સારથિ જગતનો પણ
    મારા ઘરને તો હું ચલાવું છું…!

  2. સુનીલ શાહ said,

    June 2, 2016 @ 1:53 AM

    આપનો ખૂબ ખૂબ આભાર વિવેકભઇ

  3. saeed mansuri said,

    June 2, 2016 @ 2:02 AM

    ખુબ સરસ ગઝલ સુનિલ ભાઈ

  4. KETAN YAJNIK said,

    June 2, 2016 @ 4:35 AM

    સરસ

  5. waqar maniar said,

    June 2, 2016 @ 5:48 AM

    Adbhoot gazal.

  6. મીના છેડા said,

    June 2, 2016 @ 7:23 AM

    એમ પીડાને હું હરાવું છું,
    તું વધારે છે, હું વધાવું છું. વાહ

  7. Charulata Anajwala said,

    June 2, 2016 @ 12:21 PM

    વાહ સુનીલભાઇ…..!
    ‘મારા ઘરને તો હું ચલાવું છું….!
    ખૂબ જ ઠસ્સાદાર મિજાજ છે કલમનો….!!!

  8. Charulata Anajwala said,

    June 2, 2016 @ 12:24 PM

    ખૂબ સરસ અને ઠસ્સાદાર રચના…!

  9. ધવલ said,

    June 2, 2016 @ 3:04 PM

    એમ પીડાને હું હરાવું છું,
    તું વધારે છે, હું વધાવું છું.

    – સરસ !!

  10. vimala said,

    June 2, 2016 @ 4:33 PM

    તું હશે સારથિ જગતનો પણ
    મારા ઘરને તો હું ચલાવું છું…!

    છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
    જાતને રોજ હું ઉઠાવું છું
    “ખુમારી” કાવ્ય.!!!!!!
    વાહ સરસ…
    કાવ્ય પ્રકાર “ખુમારી” કહીશકાય???!!!!!

  11. Rekha said,

    June 3, 2016 @ 5:11 AM

    વાહ…..થોડામા ઘણુ કીધુ …..ખુબ ખુબ અભિન્દન્

  12. Rakesh Thakkar, Vapi said,

    June 3, 2016 @ 5:23 AM

    અભિનંદન !
    તું હશે સારથિ જગતનો પણ
    મારા ઘરને તો હું ચલાવું છું…!

  13. Neha said,

    June 3, 2016 @ 5:34 AM

    વાહ કવિ,
    સુંદર ગઝલ !

    મારા ઘરને તો હું ચલાવું છું….
    પ્રેમાળ ટોણો….

  14. સુનીલ શાહ said,

    June 4, 2016 @ 1:05 AM

    પ્રોત્સાહક પ્રતિભાવો બદલ સૌ મિત્રોનો આભાર..
    ટીમ લયસ્તરોનો વિશેષ આભાર

  15. chandresh said,

    June 7, 2016 @ 5:26 AM

    છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
    જાતને રોજ હું ઉઠાવું છું.
    ખુબ સરસ !

  16. shailesh said,

    June 15, 2016 @ 11:42 AM

    વાહ સુનિલ ભાઈ

  17. Parbatkumar said,

    September 12, 2021 @ 1:42 AM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment