નગ્ન ઊભું છે યુગોથી એ અહીં,
સત્ય કોઈ વસ્ત્રથી ઢંકાય ના.
– જુગલ દરજી

ગઝલ – યામિની વ્યાસ

જાદુ શું કીધો ગરમાળે !
ટહુકા બેઠા ડાળે ડાળે.

ક્ષણ ક્ષણનું આ વસ્ત્ર સમયનું,
વણતું કોઈ કબીરની સાળે.

વીત્યાં વર્ષો જાણે ઝૂલે,
કરોળિયાના જાળે જાળે.

પાંદડીઓ ઝાકળ પીવાને
સૂરજના કિરણોને ગાળે.

બાળક રડતું ‘મા.. મા..’ બોલ્યું,
મેં જોયું હૈયાની ફાળે.

આવ ગઝલ, તારું સ્વાગત છે,
કોઈ તને મળવાનું ટાળે ?

– યામિની વ્યાસ

નખશિખ સંતર્પક રચના.

23 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    June 4, 2016 @ 12:47 AM

    Nice
    આવ ગઝલ, તારું સ્વાગત છે!

  2. નિનાદ અધ્યારુ said,

    June 4, 2016 @ 1:31 AM

    જાદુ શું કીધો ગરમાળે !
    ટહુકા બેઠા ડાળે ડાળે.

    આવ ગઝલ, તારું સ્વાગત છે,
    કોઈ તને મળવાનું ટાળે ?

    ડાળે ડાળે ટહુકાને બેસાડવા એ કોઈ નાની સૂની વાત નથી !

    અભિનંદન !

  3. Jigar said,

    June 4, 2016 @ 3:12 AM

    વાહ., બધા જ શેરો જોરદાર !!

  4. Yogesh Shukla said,

    June 4, 2016 @ 10:05 AM

    ગઝલ તારું સ્વાગત છે ,

    ખુબ સરસ અને સરળ ગઝલ

  5. “આવ ગઝલ, તારું સ્વાગત છે …” | Girishparikh's Blog said,

    June 4, 2016 @ 4:57 PM

    […] યામિની વ્યાસની ગઝલની લીંકઃ https://layastaro.com/?p=13782 […]

  6. Paresh Vyas said,

    June 5, 2016 @ 2:49 AM

    Wah..Yaminiben..
    કોઈ મળવાનું શી રીતે ટાળે? ઉત્તમ ગઝલ..

  7. આવ ગઝલ, તારું સ્વાગત છેઃ ગઝલ વિશે ગઝલો અને શેરો | Girishparikh's Blog said,

    June 5, 2016 @ 11:03 AM

    […] મારે જો ગઝલ વિશે ગઝલો અને શેરોના સંગ્રહનું સંપાદન કરવાનું હોય તો પુસ્તકનું નામ રાખું આવ ગઝલ, તારું સ્વાગત છે, અને અર્પણ કરું યામિની વ્યાસને! મગર ઉસ દિન કહાં કે બંદેકે સર પર ટોપી! યામિની વ્યાસની ગઝલની લીંકઃ https://layastaro.com/?p=13782 […]

  8. હસમુખ રાઠોડ said,

    June 5, 2016 @ 12:23 PM

    ચોટદાર .. મજેદાર .. જોરદાર … ધુંઆધાર શૈલી

  9. Yamini Vyas said,

    June 6, 2016 @ 7:20 AM

    ખૂબ ખૂબ આભાર વિવેક ભાઈ

  10. Yamini Vyas said,

    June 6, 2016 @ 7:25 AM

    આભાર જીગર ભાઈ

  11. Yamini Vyas said,

    June 6, 2016 @ 7:26 AM

    આભાર રાકેશ ભાઈ

  12. Yamini Vyas said,

    June 6, 2016 @ 7:28 AM

    આભાર નિનાદ ભાઈ

  13. Yamini Vyas said,

    June 6, 2016 @ 7:29 AM

    આભાર યોગેશ ભાઈ

  14. Yamini Vyas said,

    June 6, 2016 @ 7:30 AM

    આભાર ગીરીશ ભાઈ

  15. Yamini Vyas said,

    June 6, 2016 @ 7:30 AM

    આભાર પરેશ ભાઈ

  16. Yamini Vyas said,

    June 6, 2016 @ 7:31 AM

    આભાર હસમુખ ભાઈ

  17. Sahil said,

    June 6, 2016 @ 7:33 AM

    ખૂબ સરસ

  18. Yamini Vyas said,

    June 6, 2016 @ 7:34 AM

    Thank you

  19. aneri said,

    June 6, 2016 @ 7:36 AM

    વાહ વાહ ક્યાં બાત હૈ

  20. Yamini Vyas said,

    June 6, 2016 @ 7:38 AM

    Thanks aneri

  21. MAYANK TRIVEDI said,

    June 6, 2016 @ 10:21 AM

    જાદુ શું કીધો ,શબ્દના ટહુકે ટહુકે
    સૌ કોઈ કરે સ્વાગત,શીદને મળવાનું ટાળે👍💐
    છેલ્લાં કેટલાક વર્ષોમાં શબ્દોની ધાર અસરકારક બની છે
    ખૂબ ખૂબ અભિનંદન😃😃

  22. yamini said,

    June 7, 2016 @ 1:08 AM

    આભાર Mayank Bhai

  23. pragnaju said,

    June 13, 2016 @ 4:00 PM

    સુંદર ગઝલનો મઝાનો મત્લા
    જાદુ શું કીધો ગરમાળે !
    ટહુકા બેઠા ડાળે ડાળે.
    અમે ડાયાસ્પોરા , ભૂલવા પ્રયત્ન કરીએ પણ ન ભુલાય પીળકેસરું જાદુ ફેલાવીને ફૂલેલા ગરમાળા અને ડાળે ડાળે બેઠેલા ટહુકા કે જેને અહીંના મોકર્સ બર્ડ ( ચાળા પાડતા પંખી ) પણ નકલ નથી કરી શકતા !
    અને બધા મજાના શેરમા આ મક્તા
    આવ ગઝલ, તારું સ્વાગત છે,
    કોઈ તને મળવાનું ટાળે ?
    હરણાની મરણ ચીસ વિગલીત થઇ સ્વાગત કરતા આનંદાનુભૂતિ કરાવે
    ધન્યવાદ
    ડૉ વિવેકભાઈ ની વાત –
    ‘યામિનીબેન ગીત અને નાટકના ક્ષેત્રે બહોળું ખેડાણ કરતી આ કવયિત્રી ગઝલકાર તરીકે પણ કંઈ કમ નથી… જુઓ, કેવી રવાનીભરી અને લીલીછમ, સોરી, પીળચટ્ટી ગરમાળાયેલી ગઝલ લઈને આવ્યા છે.’
    સાથે સંપૂર્ણ સંમત .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment