પછી બમણા વેગે તું ભેટી પડે છે,
હું તકરાર પણ એટલે આવકારું.
અંજના ભાવસાર ‘અંજુ’

ગુજરાતી ગઝલના મોભ આદિલ મન્સૂરીનું નિધન

untitled12

ગુજરાતી ગઝલના વિકાસમાં પાયાનો ફાળો આપનાર આદિલ મન્સૂરીનું આજે ન્યુ જર્સી ખાતે અવસાન થયું છે. છેલ્લા પચાસ વર્ષોમાં એમણે અગણિત ગઝલ રચી છે પણ આજે ય એમને ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ થી લોકો યાદ કરે છે. કવિ હોવા ઉપરાંત એ સારા કેલીગ્રાફર પણ હતા. 1985ની સાલથી એ યુ.એસ.એ.માં સ્થિર થયા હતા. ગુજરાતી ગઝલને એક નવા મુકામ પર લઈ જનાર કવિ આદિલ મન્સૂરીને કદી કોઈ ગઝલચાહક ભૂલી શકે એમ જ નથી. એમનું નામ ગુજરાતી ગઝલના ઈતિહાસમાં હંમેશા સોનેરી અક્ષરે લખાશે.

26 Comments »

  1. ગઝલચાહક said,

    November 6, 2008 @ 9:45 PM

    એક ગઝલનો અંત.

  2. ડૉ. મહેશ રાવલ said,

    November 6, 2008 @ 9:53 PM

    જનાબ આદિલ મન્સૂરીની ચીર વિદાયથી ગઝલગુર્જરી ફરી એકવાર રાંક બની છે
    અને,કદી ન પૂરી શકાય એવી ખોટ પડી છે……
    પણ,

    જ્યાં જ્યાં ગઝલ ચર્ચાય ત્યાં એ આવશે
    જ્યાં શબ્દને પોંખાય ત્યાં એ આવશે !

    અસ્તિત્વ એનું સર્વવ્યાપી છે,અને
    સાતત્ય જ્યાં જળવાય ત્યાં એ આવશે

    નિસ્બત નથી એને કશા ઈલ્કાબથી
    જ્યાં લાગણી સેવાય ત્યાં એ આવશે

    એની નજરથી પર કશું હોતું નથી
    સ્હેજે ય કંઈ સંતાય ત્યાં એ આવશે

    છે જિંદગી-ત્યાં છે,મરણ છે-ત્યાંય છે
    લઈ નામ પોકારાય ત્યાં એ આવશે !

    -ડો.મહેશ રાવલ

  3. dr.Nanavati said,

    November 6, 2008 @ 9:58 PM

    ગઝલના ધબકાર….

    ગઝલનું જન્નત…..

    એવા શ્રી આદિલ મન્સુરીને

    લાખ લાખ સલામ…….

    ચુક્યો ધબકાર રે આદિલ, ખુદા

    થયો પુરવાર ના-કાબિલ ખુદા

    ભલે શાયર કર્યો જન્નત નશીં

    હવે દોખજ અમારાં દિલ ખુદા

    ડો. જગદીપ નાણાવટી

  4. sudhir patel said,

    November 6, 2008 @ 10:06 PM

    આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી. ગુજરતી ગઝલ-સાહિત્યને ન પૂરી શકાય એવી ખોટ પડી છે.
    સુધીર પટેલ.

  5. Vinod Dave said,

    November 6, 2008 @ 10:15 PM

    એક જ માસ પહેલા એમણે સર્જન કરેલા અનેક ડીજીટલ ચિત્રોનો થપ્પો લઈને મને બતાવવા માટે મારી પાસે ન્યુ યોર્ક આવેલા ત્યારે તેમની છેલ્લી મુલાકાત. એ વખતે આવનાર મરણ જાણે સાથે લેતા આવ્યા હોય તેમ ભય લાગેલ. મારા માટે ફલાફલ લેતા આવેલા તે સાથે જમીને તરત, ફરી મળાય કે ન મળાય એવા વિચારે, ત્રણ ચાર છેલ્લા ફોટા પાડી લઈ તેમને વિદાય કરેલા ત્યારે તેઓ આટલી ગતિથી જતા રહેશે એમ તો કેમ ખબર હોય?

  6. pragnaju said,

    November 6, 2008 @ 10:58 PM

    આદિલ મન્સૂરીસાહેબને સત સત સલામ સહ શ્રધ્ધાંજલી
    નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

  7. Taha Mansuri said,

    November 7, 2008 @ 1:02 AM

    આદિલ મન્સૂરી સાહેબનાં અવસાનથી ગુજરાતી ગઝલના એક યુગનો
    અંત આવ્યો છે.
    આદિલ સાહેબે ગુજરાતી ગઝલને વિનમ્રતાપૂર્વક પરંપરામાંથી નીકાળી
    કવિતાના મુખ્ય પ્રવાહ સાથે જોડી.છે.
    ઊર્દુમાં જે કામ “ઝફર ઇકબાલે” કર્યું છે તે જ કામ ગુજરાતીમાં “આદિલ” સાહેબે કર્યું છે.
    આદિલ સાહેબ તેમની ગઝલોથી ગઝલચાહકોના મનમાં હંમેશા જીવિત રહેશે.

    તમામ ઉમ્ર જિંદગીએ લુંટ્યો છે મને,
    મ્રુત્યુનાં હાથમાં પહોંચી હવે સુરક્ષિત છું.

  8. Jay Trivedi said,

    November 7, 2008 @ 1:04 AM

    ગઝલ ના મુખ્ય સ્તંભોમાંના એક આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું.
    ભગવાન એમનાં આત્માને શાંતિ બક્ષે.
    એમનાં પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પાર્થના…!

    જય ત્રિવેદી અને પરિવાર

  9. Jina said,

    November 7, 2008 @ 2:23 AM

    સ્કૂલના સમયથી અમારા એક શિક્ષક શ્રી રાવલ સાહેબ કે જે આદિલ મન્સૂરી સાહેબનાં મિત્ર હતાં, તેઓના મુખે આદિલ મન્સૂરી સાહેબની રચનાઓ સાંભળી-સાંભળીને માનસપટ પર એમનું જે ચીત્ર રચાયું હતું તેને શ્રધ્ધાંજલી. અર્પવી પડે તે વિચાર જ… આદિલ મન્સૂરી સદાય જીવંત રહેશે આપણાં સૌના હ્રદયમાં….

  10. Mansi Shah said,

    November 7, 2008 @ 5:33 AM

    May god bless his soul.

  11. majlis said,

    November 7, 2008 @ 5:37 AM

    વતનથી ધૂળથી માથુ ભરી લઉ આદિલ, ફરી આ ધૂળ મળે ના મળે

    આદિલ મન્સૂરી સાહેબને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.

  12. KIRTI GANATRA(DUSHMAN) said,

    November 7, 2008 @ 7:54 AM

    જ્યારે આદિલ સાહેબ મસ્કત આવેલ ત્યારે જુની વાતો યાદ કરેલ તેઓ અને આદમ ભાઈ સાથે
    મારિ સરુઆતની રચના ની ભુલો યાદ કરી ને ગણા હસેલ
    આદિલ સાહેબને શ્રધ્ધાંજલી ઈશ્વર તેમના આત્મા ને શાન્તિ અર્પે

  13. Harikrishna said,

    November 7, 2008 @ 9:15 AM

    Very sad to hear this. He was well loved by me. May All Mighty rest his soul in peace.

  14. Natver Mehta,Lake Hopatcong,NJ,USA said,

    November 7, 2008 @ 10:31 AM

    ખુદાએ જરુર કોઇ મુશાયરો યોજ્યો હશે
    ને એણે પછી આ આદિલને ખોજ્યો હશે.

    આદિલની ખોટ અલ્લાને પણ લાગી હશે.
    ને એણે આજ આદિલને બોલાવ્યો હશે.

    પરવરદિગાર,તારી મહેફિલ તો સજી હશે.
    ને અહિં હર શખ્સ એની યાદમાં રોયો હશે.

    આદિલ મન્સૂરી સાહેબને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.
    અલ્લાહ એમની રૂહને રાહત આપે અને શાંતિ બક્ષે એ જ બંદગી…

    નટવર મહેતા
    http://natvermehta.wordpress.com/

  15. Pinki said,

    November 7, 2008 @ 10:51 AM

    અમદાવાદમાં આવ્યા ત્યારે ૩-૪ વાર મળવાનું થયું અને
    ન્યુજર્સી જવાના હતા તે દિવસે પણ ઓચિંતા મળાયું ……
    હવે ખૂબ બધી વાતો અને ફોટાની યાદો !!

  16. Jayshree said,

    November 7, 2008 @ 11:28 AM

    આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!

  17. અતુલ જાની (આગંતુક) said,

    November 7, 2008 @ 12:06 PM

    મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
    બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.

    અને છેવટે રકઝકના અંતે આ ઘરાક પોતાના ભાવે માલ ઉપાડી જ ગયો.

    મન્સુરીજીને અદબ સાથે સાત સાત સલામ.

  18. Babu said,

    November 7, 2008 @ 12:16 PM

    ગઝલનો એક સિતારો ખરી પડ્યો, પણ એમના ગઝલના કિરણ આપણને અવિરત તેજ આપતા રહેશે. એમના આત્માને શાંતિ મળે એવી પ્રાથના.

    આદિલ સાહેબ,
    એકજ વાર હું આપને મહેફિલમા મળ્યો હતો
    ન ઓળખ ન પારખ તું આપી ગયો ગઝલ
    તારા જ આયનાઘરમા વાંચી ગયો ગઝલ
    મારા જ આયનામા પછી કંડારી ગયો ગઝલ

  19. Vinod Dave said,

    November 7, 2008 @ 7:03 PM

    મારી એક બીજી બ્લોગ પર આદિલને તર્પણઃ

  20. Vijay Bhatt ( Los Angeles) said,

    November 7, 2008 @ 8:27 PM

    આદિલ સાહેબની ખોટ તો પડ્શે જ્..!
    જિન્દગી ક્ષણભન્ગુર છે…..

    આપણે હાલના જિવન્ત કવીઓ ને નવાજિએ….માણિએ… વધાવિએ, અને તેમ્ને તેમ્ના જિવ્ન દરન્યાન જ્.. અન્જલિ આપિએ કે મોડુ ન થાય્…….!

  21. Pravin Shah said,

    November 7, 2008 @ 11:58 PM

    આદિલસાહેબને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ !

  22. વિવેક said,

    November 8, 2008 @ 9:39 AM

    નવ-દસ દિવસના પ્રવાસે હતો એવામાં કવિમિત્રોના SMS વડે આ સમાચાર મળ્યા. હજી પાંચેક મહિના પહેલાં જ પહેલવહેલીવાર મળવાનું થયેલું. મને સામે ચાલીને ઓળખીને એ ભેટ્યા હતા અને એમની મહેફિલ માણ્યા પછી સાથે રાત્રિભોજન પણ લીધું. એમની તંદુરસ્તી એમની ઉંમરના લોકોને શરમાવે એવી હતી… એવામાં આ સમાચાર???

    …ખુદા સદગતના આત્માને શાંતિ બક્ષે…

    આમીન!

  23. Dr.Hitesh said,

    November 9, 2008 @ 11:33 AM

    શ્રી આદિલ મન્સુરી જેવા સર્જનહારના જવાથી ગુજરાતી સાહિત્ય અને ગઝલો નોંધારી થઈ ગઈ છે.આદિલજીને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

    અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
    હતી ક્યાં ખબર કે મરણ આવશે

    આદિલ મન્સૂરી

    મનના વિશ્વાસ અને સુલભગુર્જરી પણ આદિલજીને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પિત કરે છે..
    ડો.હિતેશના પ્રણામ..

  24. Rajendra M.Trivedi,M.D. said,

    November 9, 2008 @ 2:42 PM

    નહીંતર કશો ભય નથી જીવવામાં,

    કશુંક છે કે લોકો ડરે છે, (પરંતુ.)

    અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે

    હતી ક્યાં ખબર કે મરણ આવશે

    આદિલ એમની ગઝલ અને કવિતાથી સાથે છે.

    ખુદા સદગતના આત્માને શાંતિ બક્ષે.

  25. રાહુલ શાહ - સુરત્ said,

    November 10, 2008 @ 1:55 AM

    આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!
    એમનાં પરિવારને તેમજ દરેક ગઝલપ્રેમિને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પાર્થના…!

    રાહુલ શાહ – સુરત્

  26. kantilalkallaiwalla said,

    November 16, 2008 @ 10:11 AM

    what is said by natver mehta about adil mansoori is correct and i join with him in SARDHANJLI to Gujrati Adil Mansoori

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment