નકી પંડિતાઈનું મડદું હશે અહીં,
નહીં તો દલીલોની બદબો ન આવે.
મકરંદ દવે

એક નાના કાંકરે… – અનિલ ચાવડા

એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં,
પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં?

આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,
“આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નૈં.”

એ કહે કે બહુ બટકણી ડાળ છે વિશ્વાસની,
ત્યાં જ બટક્યો હું ને એણે શું કહ્યું સંભળાય નૈં.

મજબૂરી – બજબૂરી જે કે તે બધુંયે સાચું પણ,
આ રીતે તો કોઈને ક્યારેય તરછોડાય નૈં.

લાગણી છે એટલે લપસાય પણ, છોલાય પણ;
લીલવાળા માર્ગ પર ઝાઝો સમય દોડાય નૈં.

તારું લેવલ તો શિખર કરતાં ય ઊંચું છે અનિલ,
પણ રહે તું મધ્યમાં જ્યાં ટોચ નૈં તળિયાં ય નૈં.

– અનિલ ચાવડા

6 Comments »

  1. Yogesh Shukla said,

    May 3, 2016 @ 1:17 PM

    આ કડી મને બહુજ ગમી ,
    ખુબ સુંદર રચના

    આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,
    “આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નૈં.”

  2. Kiran Chavan said,

    May 4, 2016 @ 3:18 AM

    Wah wah..sundar rachana..

  3. KETAN YAJNIK said,

    May 4, 2016 @ 6:06 AM

    અટકચાળું કહો કે કાંકરીચાળો કરત ખસી ગયા, પછી શું?

  4. Rakesh Thakkar, Vapi said,

    May 4, 2016 @ 7:31 AM

    આ કડી મને પણ બહુજ ગમી ,

    આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,
    “આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નૈં.”

  5. Anil Chavda said,

    May 5, 2016 @ 3:00 AM

    મારી કવિતા લયસ્તરો.કોમ દ્વારા અસંખ્ય વાચકો સુધી પહોંચાડી આપવા માટે લયસ્તરોની સગ્રમ ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું.

  6. લલિત ત્રિવેદી said,

    May 5, 2016 @ 2:22 PM

    સરસ …વાહ..કવિ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment