જે સફર આદરી શક્યો જ નથી
એને છે ભૂખ, પ્યાસ, થાક બધું
-હર્ષ બ્રહ્મભટ્ટ

પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ

મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.

‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.

-વિપિન પરીખ

ભાષા અને બા કદાચ એકબીજાના પર્યાય છે. દુનિયાની કોઈપણ ભાષાસંસ્કૃતિમાં બાળક પહેલાં બોલતાં જ શીખે છે અને પછી જ વાંચતા-લખતા. ગુજરાતી ભાષા આજે મરણાસન્ન થઈ છે કારણ કે આપણી બા આજે ‘મમ્મી’ કે ‘મૉમ’ બની ગઈ છે. ગુજરાતીઓ જેટલા અલ્પભાષાપ્રેમી વિશ્વમાં અન્યત્ર ક્યાંય જડે એમ નથી. ઘરમાં ખોટું અંગ્રેજી બોલવામાં ગૌરવ અનુભવવાની માનસિક ગુલામી ન છૂટે ત્યાં સુધી આપણું બાળક ગુજરાતી બનવાનું નથી અને આપણી ભાષા ટકવાની નથી. બા અભણ હતી, નોકરી નહોતી કરતી અને પાર્ટીઓમાં પણ નહોતી જતી. એણે રાંધવા માટે કોઈ ક્લાસ ભરવા નથી પડ્યા. પાકશાસ્ત્રની ચોપડીઓ પ્રમાણે તોળી-તોળીને એણે કદી રાંધ્યું નહોતું. એની રસોઈકળા સીધી દિલમાંથી નીકળતી હતી અને એના હાથ ત્રાજવાના મિલિગ્રામ-ગ્રામ કરતાં વધુ સચોટ હતા એટલે તોલ-માપ વિના પણ એ જે મસાલા નાંખતી હતી એ એની રસોઈને અમૃતકરાર આપી દેતા હતા. આજે ઝડપથી બાની બદલાઈ રહેલી પરિભાષા આપણી ભાષાના ભવિષ્ય સાથે શું સુસંગત નથી?

10 Comments »

  1. pragnaju said,

    November 9, 2008 @ 10:37 PM

    ફરી માણતા પણ એવો જ આનંદ
    મને મારી ભાષા ગમે છે,
    કારણ મને મારી બા ગમે છે.
    યાદ આવી
    સૂણું છું મારી વાતો તો મને એ થાય છે …
    કહે અને બા … કામણ મને ગમે છે,

  2. nilam doshi said,

    November 9, 2008 @ 10:52 PM

    વાંચેલ કાવ્ય પણ વિપિન પરીખના ફરીથી વાંચવા ગમે છે. કોઇ નવી વાત હમેશા તેમની પાસેથી મળતી રહે છે. કાવ્યને ખાતર કાવ્ય તેમનું કદી હોતું નથી.

  3. Jay Trivedi said,

    November 10, 2008 @ 2:16 AM

    ઘણી સરસ અભિવ્યક્તિ,

    ઘણા સમય પહેલા શ્રી હરિશ ભિમાણી ના સ્વરમાં ” મને મારી બા ગમે ” સાંભળ્યું બહુ આનંદ

    થયો, એનાથી વિશેષ આનંદ આ ક્રુતિ વાંચવા અને એનો સંગ્રહ કરવામાં આવ્યો, બહુ સમયથી

    આ કાવ્ય હું શૉધતો હતો.

    —– આભાર લયસ્તરો,

  4. Jay Trivedi said,

    November 10, 2008 @ 2:29 AM

    મારી પાસે ઘણા કાવ્યો અને ક્રુતિઓ સંગ્રહીત છે, પણ તમારા બધા સાથે શેર કરવી છે.

    મને માર્ગદર્શન આપશો ?

    મારુ E-mail :- tojaytrivedi@yahoo.com છે.

    આભાર

  5. mahesh Dalal said,

    November 10, 2008 @ 7:25 AM

    મારા જુના મિત્ર ને ફરિ ફારિ વાન્ચ્વો … ખુબ ગમે

  6. Shah Pravinchandra Kasturchand said,

    November 10, 2008 @ 8:04 AM

    બા અને ભાષા અભિન્ન છે.
    આ કોણ કરે છે છિન્નભિન્ન ભાષાને?
    સમજતા કેમ નથી તેઓ બાને છિન્નભિન્ન ના કરી શકાય.
    આવડું મોટું પાપ શિર પર કોણ ધરે છે?

  7. uravshi parekh said,

    November 10, 2008 @ 12:05 PM

    બા એ કેવો મીઠો શબ્દ છે,
    જગતભર નિ મિઠાશ આ એક શબ્દ મા અવિ જાય છે.
    એવુ જ માત્રુભાષા નુ છે,તેનિ શીવાય કોઇ પણ ભાષા,એટલી મીઠાશ ભરી લાગતિ નથી..
    કવીતા બહુ ગમી.સરસ છે.
    બા સહુથી ઉપર છે,ભગવાન થી પણ.કારણ તે હતી તો હુ છુ,અને તે છે તેથી જ ભગવાન પણ છે.
    બરાબર ને..?

  8. અનામી said,

    November 18, 2008 @ 9:31 AM

    વિપિન પરિખ જેવા ગુજરાતીઓ મોજૂદ છે પછી આપણી ગુજરાતી ભાષાને કોણ ભુસનાર છે.

  9. shailesh jani said,

    July 20, 2009 @ 12:26 AM

    સર પ્રભાશન્કર પત્તનિ ના બા દેવ થૈ ગ્યા. પત્તનિ સાહેબ ખુબ રોયા. રાજ્ય ના બિજા હોદ્દેદારો એ સમજાવ્યા કે તમે રોવો એ સારુ ના લાગે ને બા નિ તો ઉમ્મર પન હતિ, તમે શાન્ત થાઓ. પત્તનિ સાહેબે એ કહ્યુ કે “મને હવે પરભો કેવા વાલુ કોઈ નો ર્યુ” સર પ્રભાશન્કર પત્તનિ સાહેબ તો બધા કેશે પન મને “તુ” કારો કરવા વાલુ કોઈ નો ર્યુ.

    આ ચ્હે “બા” નુ મહત્વ.

    શૈલેશ જાનિ

  10. બા – મુકેશ જોષી – ટહુકો.કોમ said,

    March 27, 2020 @ 3:50 AM

    […] કરવાનું હોય તો મને વિપિન પરીખનું ‘મને મારી ભાષા ગમે છે, કારણ મને મારી બા ગ…‘ સૌથી પહેલા યાદ આવે.. એ કાવ્યમેં કદાચ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment