માત્ર માણસજાતની વસ્તી વધે નહીં
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વધે છે
ભરત વિંઝુડા

ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ’

હાલ જ થયું છે અવતરણ, ઈશ્વરથી યુક્ત છું,
દુનિયા ધરો નહીં, હજી ધાવણથી તૃપ્ત છું.

સંતાપ ના તમા કોઈ, કંઈ પણ ફિકર નથી,
ધબકી રહ્યો છું તે છતાં હોવાથી મુક્ત છું.

ઓળખ ના પૂછશો મને, આપી નહિ શકીશ,
હું કોણ છું ખબર નથી, મારાથી ગુપ્ત છું.

ઉંમરનો તાગ તો ભલા મળવો કઠીન છે,
વરસોથી બાળ છું અને સદીઓથી પુખ્ત છું.

– મેહુલ પટેલ ‘ઈશ’

ચાર જ શેરની ગઝલ પણ પસાર થઈએ ત્યારે જે તૃપ્તિ અનુભવાય છે એ શબ્દાતીત છે. ઓરિજિનાલિટી જળવાઈ રહે અને ફેસબુકિયા વાહવાહીમાં ગુમરાહ ન થઈ જાય તો આ કવિ ગુજરાતી ગઝલની સબળ આવતી કાલ બનવા સક્ષમ છે…

10 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    April 7, 2016 @ 2:45 AM

    ખૂબ સરસ ગઝલ. કવિને અભિનંદન!
    હાલ જ થયું છે અવતરણ, ઈશ્વરથી યુક્ત છું,
    દુનિયા ધરો નહીં, હજી ધાવણથી તૃપ્ત છું.
    સાચી વાત છે કે ફેસબુકિયા વાહવાહીમાં ગુમરાહ ન થઈ જાય એ જરુરી છે. આજકાલ ફેસબૂક પર કવિતા- ગઝલો જથ્થાબંધ ઠલવાય છે. અને લોકો જોયા- વાંચ્યા વગર લાઇક કરતા રહે છે. તેમાં સારી રચનાઓને યોગ્ય દાદ મળતી નથી.

  2. સુનીલ શાહ said,

    April 7, 2016 @ 7:15 AM

    સાચે જ સુંદર..અભિનંદન મેહુલભાઈ

  3. Neha said,

    April 7, 2016 @ 9:49 AM

    Waah waah
    baLuki ghzl

  4. Kinjalgiri Goswami said,

    April 7, 2016 @ 9:57 AM

    મેહુલ પટેલ, હંમેશ મુજબ એમની ધારદાર ગઝલ સાથે.
    મઝા પડી ગઈ.

  5. Jigar said,

    April 7, 2016 @ 10:28 AM

    superb !!

  6. mehul said,

    April 7, 2016 @ 10:55 AM

    આભાર વિવેક ભૈ …

  7. Girish Parikh said,

    April 8, 2016 @ 12:37 AM

    આ તૃપ્તિદાયક ગઝલને અંગ્રેજીમાં અવતાર અહીં પોસ્ટ કરીને કોણ આપશે?

  8. Pradip Upadhyaya said,

    April 8, 2016 @ 7:26 AM

    બહુ જ સુદર્…………. પ્રદિપ ઉપાધયાય્

  9. Pravin Shah said,

    April 10, 2016 @ 10:33 AM

    Very nice 😊 mehulbhai

  10. Harshad said,

    April 10, 2016 @ 12:56 PM

    ભાઈ વાહ ! બહૂત ખૂબ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment