મને લૂંટી જ લે છે, જ્યારે જ્યારે આવે છે
આ તારી યાદ છે કે ગામનો તલાટી છે ?
વિવેક મનહર ટેલર

અસાધારણ પળ – કેનેથ વ્હાઈટ

આખી સવારથી હું કામ કરું છું
મધરાતથી તે ઠેઠ અગિયાર સુધી

પહાડ પરના પહેલા બરફને જોતો
હવે હું બેઠો છું ‘માઉરી’ આસવ પીતો

આસાવની રાતાશ કે શિખરોની ધવલતા
– બેમાંથી કશાને હું વર્ણવી શકું એમ નથી.

– કેનેથ વ્હાઈટ
(અનુ. સુરેશ દલાલ)

દરેક અસાધારણ પળ એ વિશ્વવિજયની પળ હોય એ જરૂરી નથી. રોજબરોજની કેટલીક પળો એવી હોય છે કે મનની અંદરથી આનંદ ઊગી આવે – એવી એક અસાધારણ પળની આ વાત છે. માણસ આવી જ પળો માટે જીવતો હોય છે ને ?

2 Comments »

  1. pragnaju said,

    October 23, 2008 @ 10:34 AM

    આસાવની રાતાશ કે શિખરોની ધવલતા
    – બેમાંથી કશાને હું વર્ણવી શકું એમ નથી.
    સુંદર શબ્દો અને ભાવવાહી અનુવાદ
    આવા અનુભુતિના વિષય પર નીબંધ લખવાનો હતો
    અને માર્ક ટ્વેઈને એક જ વાક્ય લખ્યું…
    The conscious water saw it’s Master and blushed.
    ત્યારથી આ વાક્ય કેટલાય સંતોએ દોહરાવ્યું છે!

  2. Bhargav maru said,

    October 23, 2008 @ 11:07 AM

    “The conscious water saw it’s Master and blushed.”

    -કઈ સમજ ના પડી બોસ……
    what exactly you mean by the this particular line….

    could be better if you explain it to me…would love to know its hidden meaning.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment