નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
વિવેક મનહર ટેલર

ચિંતાનો વિષય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

harsh brahmabhatt

જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે,
આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે.

“જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ?
સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.

દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત,
ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.

તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં,
છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.

જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે,
જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

પહેલાં ગુજરાત સરકારમાં અગત્યના હોદ્દા પર વરસો સેવા આપનાર અને હાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વ્યસ્ત કવિ હર્ષ બ્રહ્મભટ્ટ અત્યાર સુધીમાં આઠ ગુજરાતી અને પાંચ હિંદી-ઉર્દૂ કાવ્યસંગ્રહો આપી ચૂક્યા છે. ‘આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો’તો” સંગ્રહમાંથી આ એક ગઝલ આજે આપ સહુ માટે… પાંચ શેરની આ ગઝલ જાણે પાંચ આંગળીઓ વડે રચાતો એક પંજો છે… એકેય આંગળી કાઢી ન શકાય !!!

 

4 Comments »

  1. Rajnikant Vyas said,

    March 10, 2016 @ 4:12 AM

    એકેએક શેર દાદ આપવા લાયક.

  2. vimala said,

    March 10, 2016 @ 3:02 PM

    જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ?
    સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.

    દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત,
    ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.

    વાહ્….

  3. મીના છેડા said,

    March 11, 2016 @ 1:11 AM

    તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં,
    છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.

    ખરે જ… પાંચે શેર માટે દાદ !

  4. Chandrakant Gadhvi said,

    March 30, 2016 @ 5:24 PM

    ખુબ જ સુન્દર વાહ વાહ ચિન્તા…ચિન્તા અભ્યાસ કરવા જેવો મુદો …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment