ખીલાઓ ખૂબ માર્યા છે એ સ્પષ્ટ થાય છે
સંબંધની દીવાલમાં ટાંચા હતા અનેક.
– અનિલ ચાવડા

આંસુ – જગદીપ ઉપાધ્યાય

શસ્ત્ર સમી બળકટતા આંસુ
લાવા રૂપ પ્રબળતા આંસુ.

સુખોથી ઉબાતા મનની
દૂર કરે નીરસતા આંસુ.

માણસ માતર જાણે પર્વત
ઝરણાની ચંચળતા આંસુ.

પાષાણી ચહેરા ભીતરની
ખૂલેલી પોકળતા આંસુ.

સરનામું ના એનું પૂછો !
ઊંડી એક અકળતા આંસુ.

ફૂલો કોમળતા ડાળીની
માણસની કોમળતા આંસુ.

આંસુ ઊર્મિનો તરજૂમો
અંતરની નિકટતા આંસુ.

– જગદીપ ઉપાધ્યાય

આમ તો આખી ગઝલ સરસ થઈ છે પણ કોમળતાવાળો શેર સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય એવો થયો છે.

4 Comments »

  1. Rina said,

    March 3, 2016 @ 12:55 AM

    Waahhhh

  2. vimala said,

    March 3, 2016 @ 3:43 PM

    “સુખોથી ઉબાતા મનની
    દૂર કરે નીરસતા આંસુ.”

  3. Jigar said,

    March 4, 2016 @ 12:03 AM

    Excellent Poetry !
    હજારો દાદ

    જગદીપ ની કુશળતા કાવ્ય
    મગર ની કુશળતા આંસુ.

  4. રોહીત કાપડિયા said,

    March 29, 2016 @ 7:48 AM

    આંસુની બહુ જ સુંદર, કોમળ, મુલાયમ અને હૃદયસ્પર્શી છણાવટ. સરસ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment