હો શંકા તો લાવો છબી ને મિલાવો,
સ્વયં ‘શૂન્ય’ રૂપે ખુદા રૂ-બ-રૂ છે.
‘શૂન્ય’ પાલનપુરી

ગઝલ – ઉર્વીશ વસાવડા

ગેં ગેં ફેં ફેં કંઈ ના ચાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે,
આજે નહીં તો તારે કાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

યાદ રાખજે, તેં ખાધા છે સમ ગમતીલી મોસમના,
ખુશબૂઓના એક સવાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

તારાં ગીતો સાંભળવાને મહેફિલમાં સહુ બેઠાં છે,
લોકોની તાલીના તાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

વાત ભલેને હોય વ્યથાની, જીવતરના મેળામાં તો,
ઢોલ નગારાં અને ધમાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

એની રીતો સાવ અલગ છે, મોકલશે કોરો કાગળ,
તો પણ એની એક ટપાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

– ઉર્વીશ વસાવડા

સરસ મજાની ગઝલ. સરળ ભાષા અને ઊંડી અભિવ્યક્તિ.

10 Comments »

  1. Rina said,

    February 25, 2016 @ 1:23 AM

    Waaaaaaaaaaah

  2. Lokesh said,

    February 25, 2016 @ 4:01 AM

    વાહ્…..

  3. CHENAM SHUKLA said,

    February 25, 2016 @ 5:38 AM

    વાહ…..મઝાની ગઝલ

  4. Harshad V. Shah said,

    February 25, 2016 @ 5:45 AM

    Very good.

  5. Nitin Vyas said,

    February 25, 2016 @ 9:30 AM

    તેં કંઈ નથી કીધું, છતાં મેં કહી દીધું
    તને ગમે કે નગમે આખ્ખો કિસ્સો કહેવો પડશે,

    ઉર્વીશભાઈ, મજા પડી ગઈ
    -નીતિન વ્યાસ

  6. PravInchandra K.Shah said,

    February 25, 2016 @ 4:16 PM

    વાત ભલેને ૧ની હોય; ૧૦૦૦માં પહોંચી જશે.
    એકના કાનમાં ફૂંકો;હજારોના કાને પહોંચી જશે.

  7. Ketan Yajnik said,

    February 25, 2016 @ 10:57 PM

    उनको ये शिकायत है की हम कुछ नहीं कहते

    क्यूंकि
    बात निक्लेंडी तो दूर तलाक जायेंगी

  8. Anila Patel said,

    February 26, 2016 @ 10:38 AM

    અત્યન્ત સુન્દર અભીવ્યક્તી.

  9. Pravin Shah said,

    February 26, 2016 @ 11:41 PM

    Very nice 😊

  10. Harshad said,

    March 6, 2016 @ 8:03 PM

    મઝાની ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment