ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.
અમૃત ઘાયલ

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૧ : ફૂલદાની

વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને.

તમારી આકૃતિ એને કહું કે પ્રકૃતિદર્શન ?
સકળ વાતાવરણ થંભી ગયું આંખોમાં આવીને.

તમે આવો જીવનમાં, કાં મને આદેશ આપી દો,
કે ચાલ્યો આવ અહીંયા, જિંદગીની હદ વટાવીને.

તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.

સુખી કરવો હતો હૈયે વસેલા એક તિખારાને,
ભરી દીધી હ્રદયમાં આગ દુનિયાભરની લાવીને.

મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો !
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.

બચાવી નાવ તોફાનો થકી, પણ એ નહીં જાણ્યું,
કે તોફાનો ઊગરવા ચ્હાય છે નૌકામાં આવીને.

ગ્રહી લીધાં ચરણ અહીંયાં ‘ગની’, વાસ્તવની ધરતીએ,
ઉષા-સંધ્યા કહે છે રોજ, બેસો આંહી આવીને.

-ગની દહીંવાલા

ગનીચાચાની આ ગઝલનો પહેલો શેર બહુ જાણીતો છે. આખી ગઝલ ગનીચાચાની આગવી શૈલીની ગવાહી પૂરે છે.

8 Comments »

  1. ડૉ. મહેશ રાવલ said,

    September 28, 2008 @ 10:07 PM

    ગનીચાચાની નવી રીતને વિક્સાવવા જેવી નથી લાગતી !!!!!
    તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
    નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.

  2. sudhir patel said,

    September 28, 2008 @ 10:09 PM

    સુંદર પરાંપરાગત ગઝલ! મજા આવી ગઈ.
    સુધીર પટેલ.

  3. Pinki said,

    September 29, 2008 @ 3:20 AM

    ગનીચાચાની ખૂબ મજાની ગઝલ
    મત્લાનો શેર તો ખૂબ સરસ અને આ પણ…

    તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
    નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.

  4. વિવેક said,

    September 29, 2008 @ 8:18 AM

    વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
    જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને.

    તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
    નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.

    મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો !
    પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.

    -મજાની ગઝલ… આ ત્રણેય શેર ખૂબ જાણીતા છે..

  5. pragnaju said,

    September 29, 2008 @ 8:20 AM

    ગનીભાઈની યાદગાર ગઝલમાંની એક
    ગ્રહી લીધાં ચરણ અહીંયાં ‘ગની’, વાસ્તવની ધરતીએ,
    ઉષા-સંધ્યા કહે છે રોજ, બેસો આંહી આવીને.
    શેર ગમે છે

  6. ninad adhyaru said,

    September 29, 2008 @ 10:02 AM

    જય હો ………!

  7. vinod said,

    September 29, 2008 @ 11:05 AM

    ગનીચાચાની ગઝલો ખુબ ગમે છે. ધન્યવાદ વિવેકભાઈ તમે અમારી સાંજ સુધારી દો છો !!!ગનીચાચાની જય હો

  8. ફૂલદાની - ગની દહીંવાલા | ટહુકો.કોમ said,

    August 16, 2010 @ 7:32 PM

    […] (શબ્દો માટે આભાર – લયસ્તરો.કોમ) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment