અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ દોસ્ત,
થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે.
– જિગર ફરાદીવાલા

હવા – પ્રદીપ પંડ્યા

બારણાં ખુલ્લાં હતાં
ધીમે ધીમે
મંદ પગલે
એ આવી.
જુલ્ફને જરાક
રમાડી…
કોણ છે
જોઉં છું ત્યાં તો
એવી જ રીતે
ચાલી ગઈ
સઢની જેમ ઊડીને
સંકેલાઈ જતા, બારીના
પડદાએ કહ્યું,
‘હવા હતી.’

– પ્રદીપ પંડ્યા

એક કલ્પન એટલું નાજુક-નમણું હતું કે એના ‘હોવા’ અને ‘ન-હોવા’ વચ્ચે મન અટવાયું હતું ! 

7 Comments »

  1. ninad adhyaru said,

    September 24, 2008 @ 12:09 AM

    બિલ્કુલ એ હવા જેવિજ કવિતા !

    હુ પણ ભરમાઈ ગયો……….

    કોમ્પ્યુટરે કહ્યુ………

    કવિતા હતિ…..!

  2. ડૉ. મહેશ રાવલ said,

    September 24, 2008 @ 2:38 AM

    આમ જ,બારણાં ખુલ્લાં જ ભલે રહ્યાં…
    આજે હવા હતી…. કાલ એ જ રસ્તે વાહ આવી શકે..!

  3. વિવેક said,

    September 24, 2008 @ 5:18 AM

    સુંદર રચના… હળવી ફૂલ જેવી!

  4. Lata Hirani said,

    September 24, 2008 @ 6:16 AM

    આ તો લ્હેરખી…

  5. pragnaju said,

    September 24, 2008 @ 8:35 AM

    બારીના
    પડદાએ કહ્યું,
    ‘હવા હતી.’
    સરસ
    લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
    ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.

  6. vinod said,

    September 26, 2008 @ 12:28 PM

    ગઝબની હળવાશ છે આ ગઝલમાં બ્રેવો

  7. Gaurav said,

    September 27, 2008 @ 4:10 PM

    really it would be the Master storke.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment