‘અહાહા’, ‘વાહ’, ‘દોબારા’, અને ‘ક્યા-બાત’ વાગે છે,
ગઝલને દાદ રૂપે ફેંકો એ ખેરાત વાગે છે.
– જુગલ દરજી

ગઝલ – ભાવિન ગોપાણી

એ જ તારી યાદના રસ્તે ચડીને,
રોજ હું પાછો ફરું છું લડથડીને.

નામ તારું નીકળે છે મૌનમાંથી,
જો પ્રતિબંધિત કરું બારાખડીને.

ડાઘ મનનો સ્હેજ પણ દેખાય છે ક્યાં?
તેં રૂપાળી બહુ કરી છે ચામડીને.

ઓરડો આખો ભરાયો હીબકાંથી,
ભીંત પર કોણે પછાડી બંગડીને ?

જેમણે દોરાને પણ હોળી રમાડી,
તે બધા પામી ગયા નાડાછડીને.

બાળપણ સાચું હતું ને એટલે તો,
એ સમજતું’તું નિસરણી ઠાઠડીને.

– ભાવિન ગોપાણી

ભાષા પ્રતિબંધિત થાય અને મૌન પ્રિયજનનું નામ ઉચ્ચારે એ પ્રણયનો સાચો તબક્કો. સાદા સફેદ દોરાને પણ જે હોળી રમાડી શકે, બેરંગ જિંદગીમાં જે રંગ ભરી શકે એ જ લોકો જિંદગીને સાચા અર્થમાં ઉત્સવ બનાવી ઉજવી શકે.

10 Comments »

  1. KETAN YAJNIK said,

    October 30, 2015 @ 3:13 AM

    ગોપાણી એ ગોપિત વાત કહી

  2. CHENAM SHUKLA said,

    October 30, 2015 @ 7:13 AM

    વાહ ભાવિનભાઈ……..મસ્ત ગઝલ ….જેમણે દોરાને પણ હોળી રમાડી,
    તે બધા પામી ગયા નાડાછડીને

  3. kiran said,

    October 30, 2015 @ 10:07 AM

    બાળપણ સાચું હતું ને એટલે તો,
    એ સમજતું’તું નિસરણી ઠાઠડીને.

    બહુજ સરસ

  4. Vikas Kaila said,

    October 31, 2015 @ 1:19 AM

    બહુત ખુબ ભાવિનભાઇ

  5. Harshad said,

    October 31, 2015 @ 8:46 AM

    Sunder gazal. Like it.

  6. Poonam said,

    November 2, 2015 @ 3:09 AM

    નામ તારું નીકળે છે મૌનમાંથી,
    જો પ્રતિબંધિત કરું બારાખડીને.
    – ભાવિન ગોપાણી (Y)

  7. Maheshchandra Naik said,

    November 5, 2015 @ 12:03 AM

    સરસ ગઝલ,કવિશ્રીને અભિનદન,આપનો આભાર……

  8. pravInchandra shah said,

    November 9, 2015 @ 11:36 AM

    સુંદર ,અતિસુંદર !

  9. MAdhav Asstik said,

    December 2, 2015 @ 5:05 AM

    ઓરડો આખો ભરાયો હીબકાંથી,
    ભીંત પર કોણે પછાડી બંગડીને ?
    ખુબ સરસ શેર્!!!

  10. Suresh Shah said,

    June 23, 2016 @ 5:28 AM

    હ્રુદય સોંસરવા નિકળે એવા શબ્દો.
    ખૂબ સચોટ સવાલો કરતી આ ગઝલો ….

    આભાર

    સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment