તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !
વિવેક મનહર ટેલર

ગઝલ – હરીશ ઠક્કર

જિંદગી સાક્ષાત્ થાતી હોય છે,
પણ પ્રસંગોપાત થાતી હોય છે.

એમ ક્યાંથી વાત એની નીકળે ?
વાતમાંથી વાત થાતી હોય છે.

બોલવામાં ધ્યાન તો રાખો જરા
સાવ ઉઘાડી જાત થાતી હોય છે.

કોઈનો કેમે દિવસ જાતો નથી
મારે સીધી રાત થાતી હોય છે.

એમ પ્રત્યેક વાતનો ઉત્તર ન વાળ,
કરવા ખાતર વાત થાતી હોય છે.

– હરીશ ઠક્કર

સોની જેમ દાગીનાને એકદમ બારીકાઈથી ઘડે, બરાબર એમ જ ગઝલ કરતા ગઝલકારોની યાદી બનાવવાની હોય તો હરીશ ઠક્કરનું નામ મારે મોખરાની યાદીમાં મૂકવું પડે. આ ગઝલ જુઓ… સાવ સીધા ને સટાક કાફિયા… એકદમ સહજ અને સરળ ભાષા… પણ ગઝલ જુઓ તો ? એક-એક શેર પાણીદાર. સંઘેડાઉતાર.

7 Comments »

  1. KETAN YAJNIK said,

    October 17, 2015 @ 4:05 AM

    એમ ક્યાંથી વાત એની નીકળે ?
    વાતમાંથી વાત થાતી હોય છે.
    પોયણું ક્યારેય એમ ખીલ્યું છે?

  2. Piyush S.Shah said,

    October 17, 2015 @ 4:50 AM

    ખરેખર અદભૂત.. પાણીદાર રચના…!

    શું વાત છે?…

    બોલવામાં ધ્યાન તો રાખો જરા
    સાવ ઉઘાડી જાત થાતી હોય છે.

  3. Harshad said,

    October 18, 2015 @ 11:14 AM

    Harishbhai, thank you for this beautiful gazal.
    Vivekbhai, the thing I like in Harishbhai Gazal is , the sublect he starts, totally justify in everyline un to the end of gazal, and after end we always feel that he still wants to tell us something.
    Thanks for bringing this gazal to Laystaro.

  4. CHENAM SHUKLA said,

    October 19, 2015 @ 8:55 AM

    શીરાની જેમ સરળતાથી ઉતરી જાય તેવી રચના

  5. Ismail Pathan said,

    October 19, 2015 @ 10:50 PM

    બોલવામાં ધ્યાન તો રાખો જરા
    સાવ ઉઘાડી જાત થાતી હોય છે.
    વાહ….
    ગાગરમાઁ સાગર….

  6. ગઝલનો સાક્ષાત્કાર ! | Girishparikh's Blog said,

    October 20, 2015 @ 3:37 PM

    […] હરીશ ઠક્કરની ગઝલની લીંકઃ https://layastaro.com/?p=13161 […]

  7. jAYANT SHAH said,

    October 21, 2015 @ 6:15 PM

    લખવામા બહુ ધારદાર લખૉ ,વાચવામા મન જાગી ગયુ ધન્ય વાદ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment