રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
રઈશ મનીઆર

બાપુ અમર રહો ! – જુગતરામ દવે

એનું જીવનકાર્ય અખંડ તપો
.                    અમ વચ્ચે બાપુ અમર રહો !
એના જીવનમંત્ર સમો ચરખો
.                    પ્રભુ, ભારતમાં ફરતો જ રહો !
અમ જીવનમાં અમ અંતરમાં
.                    એની ઉજ્જવલ જ્યોત જ્વલંત રહો !
અમ દેશનાં દૈન્ય ને દુર્બળતા
.                    એની પાવક આતમજ્વાળ દહો !
એનો સત્યનો સૂર્ય સદાય તપો
.                    અમ પાપ-નિરાશાના મેલ દહો !
એનાં પ્રેમ-અહિંસાનાં પૂર પ્રભો
.                    અમ ભારતનાં સહુ ક્લેશ વહો !
એણે જીવતાં રામ સદાય રટ્યા,
.                    એ તો ‘રામ’ વદીને વિદાય થયા;
લઘુ માનવમાં મહિમા ભરવા
.                    નિજ લોહી અશેષ વહાવી ગયા.

– જુગતરામ દવે

વરસમાં બે વાર બાપુને યાદ કરવાનો ‘ભારતીય’ રિવાજ અમે પણ બરકરાર રાખીએ છીએ.

3 Comments »

  1. Jayshree said,

    October 2, 2015 @ 5:11 PM

    ગયા વર્ષે ટહુકો પર મારી મમ્મીના અવાજમાં આ કવિતા મૂકી હતી, એટલે જેટલીવાર આ કવિતા નજરે ચડે એટલીવાર મમ્મીનો અવાજ કાનમાં ટહુકે..!!

  2. yogesh shukla said,

    October 2, 2015 @ 9:59 PM

    રચના સાથે કવિ શ્રી ને મારા નમન ,….

  3. જુગતરામ દવે, Jugatram Dave | ગુજરાતી પ્રતિભા પરિચય said,

    April 21, 2016 @ 6:09 PM

    […] એનું જીવનકાર્ય અખંડ તપો અમ વચ્ચે બાપુ અમર રહો ! […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment