જન્મ-મૃત્યુ છે મત્લાને મક્તો ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય,
રંગ લૌકિક છે પણ અલૌકિક લય, ગાય છે શૂન્ય ખુદની હજૂરે ગઝલ.
‘શૂન્ય’ પાલનપૂરી

ગઝલ – રઈશ મનીઆર

મને હૃદય ન ચલાવે, ન મન ચલાવે છે
તમારી આંખનું નમણું ઇજન ચલાવે છે.

સ્વથી અલિપ્ત, ચરણહીન થઇને બેસું તો
ઉઠાવી પાંપણે મુજને સ્વજન ચલાવે છે.

સફળતા અંત છે, રસ્તાની વચ્ચે ક્યાંથી મળે
લગન જ્યાં મંદ પડે, ત્યાં શુકન ચલાવે છે.

દુ:ખોનાં દળમાં એ બળ ક્યાં કે જિંદગી અટકે!
સુખોનું સ્વપ્ન અને સાંત્વન ચલાવે છે.

એ બાહુઓના ભરોસે જગતનું ભાવિ છે
જે ગેમ બોય ઉપર ટોયગન ચલાવે છે.

ગતિ બધાંએ વખાણી, દિશા ન ખુદને ખબર
ખરેલા પર્ણને જાણે પવન ચલાવે છે.

ભવન આ મનનું , હજારો અસભ્ય લાલસાઓ
સભાપતિ કઇ રીતે સદન ચલાવે છે!

છું ધન્ય ધન્ય જ્વલનશીલ જાત પામીને,
કૃપા છે એની યુગોથી હવન ચલાવે છે.

જગત ચલાવવાની વાત પડતી મૂક તું મન!
મળ્યા છે શ્વાસ ગણેલા, જે તન ચલાવે છે.

રદીફ સ્થાને હું બેસું, તો કાફિયા ખેંચે
અરુઝ મારે છે ધક્કો, કવન ચલાવે છે.

‘રઇશ’ એ તને ક્યાંથી ઠરીને બેસવા દે?
ગ્રહો જે ઘૂમતા રાખી ગગન ચલાવે છે.

-રઈશ મનીઆર

આજે ઓગણીસમી ઓગસ્ટે કવિમિત્ર રઈશ મનીઆરને ‘લયસ્તરો’ તરફથી વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ અને એમની એક દીર્ઘ ગઝલ વાચકમિત્રો માટે….

16 Comments »

  1. mahesh dalal said,

    August 19, 2008 @ 7:17 AM

    વાહ વાહ્… દીલ ભરાઈ ગય્. .. ગમયુ..

  2. Pinki said,

    August 19, 2008 @ 8:48 AM

    જન્મદિને હાર્દિક શુભેચ્છાઓ…….!!

    સુંદર ગઝલ….

  3. pragnaju said,

    August 19, 2008 @ 9:03 AM

    રદીફ સ્થાને હું બેસું, તો કાફિયા ખેંચે
    અરુઝ મારે છે ધક્કો, કવન ચલાવે છે.
    વાહ
    બેતાલીસ વર્ષગાંઠ મુબારક
    યાદ આવી…કવિ ?
    રે હશતો ને રંમતો તું આએઓ તે શું?
    રે નાહશતો ને ભાગતો તું ગએઓ તે શું?
    …. આએ લાલ લોહી બલી ખારું પાંણી થાએચ,
    જીગર ગંમથી

  4. ધવલ said,

    August 19, 2008 @ 10:01 AM

    ગતિ બધાંએ વખાણી, દિશા ન ખુદને ખબર
    ખરેલા પર્ણને જાણે પવન ચલાવે છે.

    સરસ ! અને વર્ષગાઁઠની શુભેચ્છાઓ !

  5. Jayshree said,

    August 19, 2008 @ 11:59 AM

    Happy Birthday રઇશભાઇ…
    એકદમ સરસ મઝાની ગઝલ…

  6. ડૉ. મહેશ રાવલ said,

    August 19, 2008 @ 12:34 PM

    પ્રથમ તો,રઈશભાઈને જન્મદિન મુબારક .
    આખી ગઝલના શબ્દેશબ્દને,સુંદર અને નિવડેલ કલમની માવજત મળી છે.તોય કવિ એમ કહે કે,શબ્દ મારા સ્વભાવમાં નથી !
    અભિનંદન!

  7. Mansuri Taha said,

    August 19, 2008 @ 11:47 PM

    રઈશભાઈને જન્મદિન મુબારક
    આપ બીજા ૧૦૦ વર્ષ જીવો અને ગુજરાતી સાહિત્યમાં
    આમ જ પ્રદાન કરતા રહો તેવી શુભેચ્છાઓ !
    વિવેક ભાઇને વિનંતી કે રઇશભાઇની બીજી થોડી હઝલો
    લયસ્તરો પર મુકો તો મજા પડી જાય.

  8. Prashant Khandalkar said,

    August 20, 2008 @ 2:08 AM

    જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.
    ખુબ જ સરસ ગઝલ.

  9. Pancham Shukla said,

    August 20, 2008 @ 5:43 AM

    ગતિ બધાંએ વખાણી, દિશા ન ખુદને ખબર
    ખરેલા પર્ણને જાણે પવન ચલાવે છે.

    વાહ.

  10. 'ISHQ'PALANPURI said,

    August 20, 2008 @ 9:41 AM

    મજા આવી ગઈ. સરસ ગઝલ
    ‘રઇશ’ એ તને ક્યાંથી ઠરીને બેસવા દે?
    ગ્રહો જે ઘૂમતા રાખી ગગન ચલાવે છે.

    ગઝબ!!!!!!!

  11. pragnaju said,

    August 20, 2008 @ 3:50 PM

    બેખુદી બેસબબતો નહીં
    કુછતો હૈ જીસકી પર્દાદારી હૈ-
    આઈ એમ ધ બેસ્ટ કહેવાની તાકાત જોઈએ!

  12. raeesh maniar said,

    August 21, 2008 @ 12:44 AM

    આઠ્માં શેઅરમાં ‘યોગોથી’ ને બદલે ‘યુગોથી’ જોઇએ. સુધારી લેવા વિનંતિ. શુભેચ્છાઓ બદલ સૌ મિત્રોનો આભાર

  13. વિવેક said,

    August 25, 2008 @ 2:28 AM

    પ્રિય રઈશભાઈ,

    ટાઈપો બદલ ક્ષમાયાચના.. પાંચ દિવસ વિદેશ-પ્રવાસે ગયો હોવાથી ભૂલ સુધારવામાં પણ વિલંબ થયો છે… આપના પ્રતિભાવ બદલ આભાર…

  14. Jigar said,

    May 25, 2016 @ 3:31 PM

    અસંખ્ય તાળીઓ
    અનન્ય રચના , વાહ વાહ રઇશભાઇ એક એક શેર ડાયમંડ
    સુરતનો ખરો હીરાઉદ્યોગ તો આ છે !!

  15. Jigar said,

    May 25, 2016 @ 3:39 PM

    છેલ્લા આઠ વરસથી શું અા ક્લાસિક ગઝલ કોઇ કાવ્યપ્રેમીએ અહીં વાંચી નહિ હોય !?! કે આટલા વર્ષોથી મારી જ કોમેન્ટની રાહ જોઇને બેઠી છે ઃ)

  16. વિવેક said,

    May 26, 2016 @ 8:35 AM

    @ જીગરભાઈ:

    ખૂબ ખૂબ આભાર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment