જીવનભર જે દર્દોને રાખ્યા નનામા,
કરે એ જ આજે ગઝલમાં ઉધામા.
વિવેક મનહર ટેલર

ગઝલ – બી.કે.રાઠોડ ‘બાબુ’

ખુશી કેટલી દુશ્મનોને મળે છે?
તમારી કથામાં મને સાંકળે છે.

કરું તો કરું વાત કેમે તમારી ?
હવા કાન દઈને બધું સાંભળે છે.

નથી સ્વપ્ન મારા થયા કે થવાના,
બધા જેમ એ પણ મજેથી છળે છે.

મને જોઈ વળતો તમારી ગલીમાં,
તમારા તરફ કાં નજર સૌ  વળે છે?

બચાવી રહ્યો છે મને માત્ર ઈશ્વર,
નહીં તો સતત શીશ ખંજર તળે છે.

મને સાંત્વના દઈ હવે ના સતાવો,
વળે સ્હેજ ટાઢક તો જખ્મો કળે છે.

નથી ‘બાબુ’ અમથી જ રાતી-ગુલાબી,
હૃદયની ગલીથી ગઝલ નીકળે છે…

– બી.કે.રાઠોડ ‘બાબુ’

સુરેન્દ્રનગરના ઓછાબોલા પણ જબરા પ્રેમાળ કવિ બી. કે. રાઠોડ ઓરિએંટલ ઇન્સ્યોરન્સ કંપની હસ્તક ગામ આખાના વીમાના પ્રીમિયમ જમા કરતા રહે છે પણ પોતે ગઝલની કંપનીનું પ્રીમિયમ નિયમિત અને દિલથી ભરે છે. સરળ બાનીની એમની ગઝલો વાંચીએ ત્યારે સહજ એમ થાય કે અરે, આતો મારી જ વાત ! આ પોતીકાપણાનો કાકુ પ્રગટાવવામાં એ ખાસ્સા સફળ થયા છે એની ખાતરી આ ગઝલ વાંચતાવેંત થાય એમ છે. પ્રણયની પીડાની વાત આ કવિ કેવી મધુરતાથી કહી શકે છે! – મને સાંત્વના દઈ હવે ના સતાવો… આ જખમ તો આમેય રહી રહીને કળતા જ રહે છે… એમની ગઝલ એમના હૃદયની ગલીઓમાંથી નીકળી છે અને એટલે જ લોહીભીની લાલ-ગુલાબી છે…

(જન્મ: ૦૬-૦૪-૧૯૬૫, ગઝલ સંગ્રહ: ‘અહીંથી ત્યાં સુધી…’)

10 Comments »

  1. pragnaju said,

    August 14, 2008 @ 7:41 AM

    હંમણા જ વેબ મહેફીલ પર બાબુના હસ્તાક્ષરમાં ‘ખુશી’ ગઝલ માણી
    આ પંક્તીઓ ખાસ ગમી
    મને સાંત્વના દઈ હવે ના સતાવો,
    વળે સ્હેજ ટાઢક તો જખ્મો કળે છે.
    યાદ આવી
    શાને સતાવો, મારી ઉરની સિતારના
    તારો છેડો તો ઘણું સારુ
    હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
    વાતો કરો તો ઘણું સારું

  2. dr.j.k.nanavati said,

    August 14, 2008 @ 12:49 PM

    ‘baboo’ you are ‘daddoo’…!!
    મજ્હા આવી ગઈ…..

  3. ધવલ said,

    August 14, 2008 @ 4:10 PM

    મઝાની ગઝલ !

  4. Sudhir Patel said,

    August 14, 2008 @ 9:48 PM

    ખૂબ જ સુંદર ગઝલ. અભિનંદન, બી. કે. રાઠોડને!
    સુધીર પટેલ.

  5. Pravin Shah said,

    August 14, 2008 @ 11:47 PM

    નથી સ્વપ્ન મારા થયા કે થવાના,
    બધા જેમ એ પણ મજેથી છળે છે.

    સુંદર ગઝલ !

  6. GAURANG THAKER said,

    August 15, 2008 @ 4:57 AM

    બાબુજી મઝાની ગઝલ ભાઈ તમે સરસ લખો છો…દરેક શેર ગમી ગયા…

  7. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

    August 15, 2008 @ 11:25 AM

    જ્યારે નથી થતાં સપના પણ કોઇના
    ત્યારે આવી સરસ ગઝલો મળે છે!!

    ભાઇ બાબુ, તારો તો જબરો છે શબ્દો પર કાબુ!!!
    દિલના ડાઘાઓ ધોવા ક્યાં મળે છે કોઈ સાબુ ??

    મજા પડી ગઇ !!

  8. izmir evden eve taşıma said,

    August 22, 2008 @ 8:22 AM

    થન્ક યોઉ ફોર શરિન્ગ્

  9. izmir ev tasima said,

    September 3, 2008 @ 10:08 AM

    થ્થન્ક યોઉ ફોર શરિન્ગ્

  10. bursa evden eve nakliyat said,

    February 11, 2009 @ 4:50 PM

    થન્ક્સ યોઉ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment