એનો વાંધો કોઈને નહોતો કદી કે
એક સરોવર ઓઢીને તું નીકળે છે,
પણ ખભે ઊંચકીને રણ જે જાય, તેને
કેમ જાણીજોઈને સામે મળે છે?
મુકુલ ચોકસી

રણમાં તરે છે ! – હર્ષ બ્રહ્મભટ્ટ

બિચારું ઘર આ જોઈ થરથરે છે,
દીવાલોને દીવાલો છેતરે છે !

મજા આવે કશું ત્રીજું કરે તો,
ફક્ત લોકો જીવે છે ને મરે છે.

અમુક છે માછલી એવી ગજબની,
જુઓ, આરામથી રણમાં તરે છે !

નવી કોઈ ઋતુ લાગે છે આ તો,
હવે પર્ણો નહીં, વૃક્ષો ખરે છે !

ફરે છે સિંહની છાતી લઈ જે,
ન જાણે કેમ દર્પણથી ડરે છે !

બહુ ઓછા છે જે લોકો લખે છે,
ને મોટા ભાગના લખ-લખ કરે છે.

-હર્ષ બ્રહ્મભટ્ટ

કવિના સ્વમુખે આ ગઝલ સાંભળી હતી. આખો મુશાયરો ડોલી ઉઠ્યો હતો….બીજો શેર ત્રણ થી ચારવાર સૌએ ફરમાઈશ કરી કરી સાંભળ્યો હતો. વાણી સરળ છે પણ ભેદક છે.

11 Comments »

  1. Sandhya Bhatt said,

    May 10, 2015 @ 1:16 AM

    વાહ…કવિ…લખવું અઘરું હોય છે…સાચે જ…

  2. rajulbhanushali said,

    May 10, 2015 @ 1:33 AM

    Waah.. nitant sundar rachna..

  3. સુનીલ શાહ said,

    May 10, 2015 @ 4:01 AM

    બહુ ઓછા છે જે લોકો લખે છે,
    ને મોટા ભાગના લખ-લખ કરે છે.
    વાહ…મઝાની ગઝલ

  4. સુરેશ જાની said,

    May 10, 2015 @ 6:58 AM

    એકે એક શેરમાં ભાગવત લખાય એવું ઊંડાણ છે.

  5. yogesh shukla said,

    May 10, 2015 @ 2:01 PM

    બહુ ઓછા છે જે લોકો લખે છે,
    ને મોટા ભાગના લખ-લખ કરે છે.
    એક સુંદર કટાક્ષ ,

  6. vimala said,

    May 10, 2015 @ 2:26 PM

    અમુક છે માછલી એવી ગજબની,
    જુઓ, આરામથી રણમાં તરે છે !

    બહુ ઓછા છે જે લોકો લખે છે,
    ને મોટા ભાગના લખ-લખ કરે છે.

    આ શેરો જ નહિ પુરી ગઝલ કમાલ …

  7. Harshad said,

    May 10, 2015 @ 8:20 PM

    સુન્દર રચના !

  8. Girish Parikh said,

    May 10, 2015 @ 10:58 PM

    આ પોસ્ટ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પણ પોસ્ટ કરી છે.
    લેખકને પ્રાણપ્રશ્ન ! (મુક્તક)
    હું ખરેખર
    લખું છું ?
    કે લખ-લખ
    કરું છું ?
    ઉપરનું મુક્તક સ્ફૂર્યું તીર્થેશે પોસ્ટ કરેલી હર્ષ બ્રહ્મભટ્ટની ગઝલ “રણમાં તરે છે !”માં નીચેનો છેલ્લો શેર વાંચતાંઃ
    બહુ ઓછા છે જે લોકો લખે છે,
    ને મોટા ભાગના લખ-લખ કરે છે.
    આ મુક્તક તીર્થેશ તથા હર્ષ બ્રહ્મભટ્ટને અર્પણ કરું છું.

  9. lata hirani said,

    May 11, 2015 @ 8:10 AM

    નવી કોઈ ઋતુ લાગે છે આ તો,
    હવે પર્ણો નહીં, વૃક્ષો ખરે છે !

    ક્યાં બાત હૈ !!

  10. Dhaval Shah said,

    May 11, 2015 @ 11:26 AM

    સલામ !

  11. Sureshkumar G. Vithalani said,

    May 23, 2015 @ 10:34 AM

    A very nice Gazal, indeed.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment