હશે કોઈ માણસનું ઘર આ જગા પર,
અહીં કોઈ પંખી નથી કે નથી નીડ
મુકુલ ચોક્સી

મારા વિનાની સાંજ – જિગર જોષી ‘પ્રેમ’

મારા વિનાની સાંજ જો રસ્તે જડે તને,
એ ઝેર મારે જોવું છે કેવું ચડે તને ?

બહુ બહુ તો લઈ જવાશે પણે બાંકડે તને,
વાતાવરણ પછીનું નહીં પરવડે તને.

તું જે કરી રહ્યો છે એ તો માગણી છે, દોસ્ત !
ઈશ્વર કરે કે પ્રાર્થનાયે આવડે તને.

તું વૃક્ષ છે તો ભીંતની માફક રજૂ ન થા,
ટહુકાઈ નામનીયે નહીં સાંપડે તને.

હું બસ એ વાતની જ ‘જિગર’ રાહ જોઉં છું,
મારા સ્મરણની ક્યારે જરૂરત પડે તને ?

– જિગર જોષી ‘પ્રેમ’

સાદ્યંત સુંદર રચના…. એક એક શેર સો ટચનુ સોનું…

11 Comments »

  1. Rina said,

    June 27, 2015 @ 3:14 AM

    Waaaahhhhh

  2. Ravi Dangar said,

    June 27, 2015 @ 3:54 AM

    ઉમદા અભિવ્યક્તિ

  3. Suresh Parmar said,

    June 27, 2015 @ 5:29 AM

    Jigarbhai; very nice gazal.

  4. Dhaval Shah said,

    June 27, 2015 @ 9:59 AM

    મારા વિનાની સાંજ જો રસ્તે જડે તને,
    એ ઝેર મારે જોવું છે કેવું ચડે તને ?

    – સરસ !

  5. vimala said,

    June 27, 2015 @ 12:55 PM

    “તું જે કરી રહ્યો છે એ તો માગણી છે, દોસ્ત !
    ઈશ્વર કરે કે પ્રાર્થનાયે આવડે તને.”
    વાહ વાહ …

  6. vimala said,

    June 27, 2015 @ 12:59 PM

    ” તું જે કરી રહ્યો છે એ તો માગણી છે, દોસ્ત !
    ઈશ્વર કરે કે પ્રાર્થનાયે આવડે તને.” વાહ્ વાહ
    આવડી જાય્ જો પ્રર્થના,
    થઈ જાય બેડોપાર મારો.

  7. મીના છેડા said,

    June 27, 2015 @ 10:04 PM

    મારા વિનાની સાંજ જો રસ્તે જડે તને,
    એ ઝેર મારે જોવું છે કેવું ચડે તને ?

    – સરસ !

  8. Harshad said,

    June 27, 2015 @ 10:04 PM

    Beautiful !! Jigar keep it on.

  9. sauresh shah said,

    June 29, 2015 @ 5:05 AM

    એન્જોયેદ્
    કેીપ ઇત ઉપ
    અલ્લ થે બેસ્ત્.

  10. yogesh shukla said,

    June 30, 2015 @ 12:23 AM

    ખુબજ સરસ રચના ,

  11. jigar joshi prem said,

    January 23, 2016 @ 11:26 PM

    આપની લાગણી અને પ્રેમ બદલ આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment