તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
મુસાફિર

(ઈરાદો) – લાભશંકર ઠાકર

ઢાંકી દઈએ છીએ ગમે તેટલું
તોય
એમ કંઈ મનનું પાત્ર ઢંકાતું નથી.
એમાં
જે
છે
તે
છલકાયા વગર રહેતું નથી.
તારો કોઈ ઈરાદો છે ?
હા, મનના પાત્રને ઊંઘું વાળી દેવાનો.

– લાભશંકર ઠાકર
(‘પરબ’માંથી)

નાની કવિતામાં કવિએ બહુ મોટી વાત કરી દીધી છે. મનના પાત્રને ઊંધું વાળીને ખાલી કરી દેવું એ તો ધ્યાનની ચરમસિમાની અવસ્થા છે. આ કવિતા વાંચતા જ આ પ્રખ્યાત ઝેન-કથા યાદ આવે છે. એ સાથે વાંચશો તો કવિતાનું ઊંડાણ વધુ માણી શકશો.

9 Comments »

  1. pragnaju said,

    July 28, 2008 @ 10:10 PM

    સુંદર અછાંદસ
    તારો કોઈ ઈરાદો છે ?
    હા, મનના પાત્રને ઊંઘું વાળી દેવાનો.
    કેવી સુંદર પંક્તીઓ
    યાદ આવી
    … સાધુના કમંડળમાં પોતાની સંપત્તિમાંથી દાન કર્યા જ કરે છે છતાં ગાયબ જ થઈ જાય છે. કારણ કે એ પાત્રને તળિયું જ નથી ! ગર્વ-નિરસન માટે આ પ્રયોગ કરવામાં આવેલો. મનના સુવર્ણ પાત્રને પણ તળિયું હોતું નથી એટલે તે કદી ભરાતું નથી ! વળી, તળિયું ન હોવાથી તેને બેઠક પણ નથી, એટલે એ ગમે તેમ લથડી જાય છે – અડૂક દડૂક છે – દિશા વિહીન છે !
    આપણું મન અનેક ઉધામા કરે છે, ઈચ્છિત પ્રાપ્ત થવાની ઘડી આવે છે ત્યાં એ બીજે વળગે છે, આમ શાંતિ પ્રાપ્ત થતી નથી. મનને મારવાનું નહીં, પણ એને સમજીને વાળવાનું ક્યારે ગોઠવીશું ?

  2. વિવેક said,

    July 29, 2008 @ 2:29 AM

    સુંદર કાવ્ય અને આ ઝેન કથા પણ એવી જ સરસ લાગી…

  3. mahesh Dalal said,

    July 29, 2008 @ 7:18 AM

    વિચારતા કરી મૂકે.. સુન્દર રચના ..

  4. Pravin Shah said,

    July 29, 2008 @ 12:00 PM

    …..એમ કંઈ મનનું પાત્ર ઢંકાતું નથી.

    કવિતા સાવ નાની છે, પણ બોધની એક આખે આખી પરબ.

    આભાર ધવલભાઈ, આવી સુંદર રચના આપવા બદલ.

  5. DILIPKUMAR K.BHATT said,

    July 29, 2008 @ 1:26 PM

    ગઝલને ઊભીલીટીમા લખીશકાય તે આજે જાણ્યૂ૧.અદભૂત મઝા આવી ગઈ.

  6. પંચમ શુક્લ said,

    July 30, 2008 @ 5:37 AM

    સુંદર કાવ્ય.

  7. પ્રતિક ચૌધરી said,

    August 31, 2008 @ 12:47 PM

    કાવ્ય સાવ નાનું ને અર્થ બહુ લાંબો,
    લખાણ સાવ ટુંકું ને વિચાર જાજો.

    ……..પ્રતિક ચૌધરી

  8. shivani m. shah said,

    August 31, 2011 @ 8:14 AM

    મન કદાચ એક અક્શય પાત્ર જેવુ ચે. એમા જાત જાતના વિચારો આવ્યા જ કરે ચે. વિચારોનો
    જથ્થો ખુબ વધિ જાય ત્યારે જાને મનરુપિ પાત્ર ઉભરાઈ જાય અને મનુશ્યના વ્યવહારનુ સમતોલન જાને કોઇ પન દિશામા નમિ જાય – વ્યક્તિ સમતોલન વધતે- ઓચે અન્શે ગુમાવિ બેસે. એ જો મનને વિચાર્-રહિત કરિ નાખે ( પાત્રને ખાલિ કરિ નાખે) તો મન પાચુ સમતોલ થઈ જાય અને વ્યક્તિ શાન્તિનો અનુભવ કરિ શકે. ખુબ ઓચા શબ્દોથિ રચાયેલુ અને ઘના
    વિશાલ વ્યાપ વાલુ કાવ્ય !
    There is an economy of words but the meaning is larger than life!
    કવિતાના માધ્યમ પર કવિનિ શ હથોતિ ચે!

  9. Anil Shah.Pune said,

    October 5, 2020 @ 12:33 AM

    ઉભરો મનમાં હતો ને
    દુધની માફક ઉભરાય ગયું…
    ગરમ હું નહોતો પણ
    મગજમાં વલોપાત હતો,
    જેમ દૂધ વેડફાય ગયું,
    એમ શબ્દો મારા વેડફાઈ ગયા,
    દોષ કોને આપવો,
    કોઈ તોડ નથી..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment