હજી માંડ થોડી રજૂઆત થઈ છે,
તમે કહો છો, સારી શરૂઆત થઈ છે.
સ્મરણની ગલીઓ ઉજળિયાત થઈ છે,
ભલે સ્વપ્નમાં, પણ મુલાકાત થઈ છે.
વિવેક મનહર ટેલર

જોઈ નથી શકાતું – નિનાદ અધ્યારુ

સામે જ હો છતાં યે જોઈ નથી શકાતું,
તૈયાર આંસુઓથી રોઈ નથી શકાતું.

ગંગા જ ખુદ શાપિત થઈને વહે છે આજે,
એક પાપ પણ કરેલું ધોઈ નથી શકાતું.

લોકો સદાય અવળું સમજ્યા કરે છે અહીંયાં,
કે હોઈએ ને એવું હોઈ નથી શકાતું.

મારાં જ આંસુઓમાં હું તરબતર છું એવો,
બીજાનું એક આંસુ લોઈ નથી શકાતું.

‘નિનાદ’ સાચવેલું સચવાઈને ક્યાં રહેતું ?
ફેંકી દીધેલ કૈં પણ ખોઈ નથી શકાતું.

-નિનાદ અધ્યારુ

ગઝલનો હાંસિલ-એ-ગઝલ શેર એના મક્તાનો શેર છે. કોઈ વસ્તુ કહો કે કે કોઈ સંબંધ- આપણે ભલેને સાચવી સાચવીને રાખવાની કોશિશ કેમ ન કરીએ, એ યથાવત્ સચવાઈ રહેવાની શક્યતા શૂન્યવત્ જ છે અને એ રીતે દરેક ફેંકી દીધેલી-ઉતરડી દીધેલી વસ્તુઓ પણ પૂરેપૂરી ક્યાં ફેંકી જ દેવાય છે? ચોકલેટની જેમ જેટલું વધારે ચગદોળો એટલો વધુ રસ ઝરે એવો મીઠો આ શેર છે…

12 Comments »

  1. pragnaju said,

    August 1, 2008 @ 8:27 AM

    સામે જ હો છતાં યે જોઈ નથી શકાતું,
    તૈયાર આંસુઓથી રોઈ નથી શકાતું.
    આ એક.શેર.કેટલું
    બધું કહી જાય છે!
    … તર્ક દ્વારા સમજી કે સમજાવી શકાતું નથી
    અનુભૂતિ કરવી પડે…

  2. ધવલ said,

    August 1, 2008 @ 10:44 AM

    મારાં જ આંસુઓમાં હું તરબતર છું એવો,
    બીજાનું એક આંસુ લોઈ નથી શકાતું.

    – સરસ !

  3. Lata Hirani said,

    August 1, 2008 @ 12:29 PM

    તૈયાર આંસુઓથી રોઇ નથી શકાતું………..કાળજું કોચવાઇ જાય એવો..આ શેર્.

    દાદ માગી લે એવો આ અને બીજા શેર પણ…

  4. Mansuri Taha said,

    August 3, 2008 @ 12:43 AM

    ગંગા જ ખુદ શાપિત થઈને વહે છે આજે,
    એક પાપ પણ કરેલું ધોઈ નથી શકાતું.

    વર્તમાન સમયને અનુરુપ કેટલું સચોટ વર્ણન.

  5. રઈશ મનીઆર્ said,

    August 4, 2008 @ 2:29 AM

    છેલ્લો શેર અતિઉત્તમ. સર્જકને સલામ

  6. uwaish said,

    August 5, 2008 @ 8:23 AM

    સરસ , ખુબ જ સરસ ….

  7. bharat dave said,

    August 30, 2008 @ 5:17 AM

    મે આ ગઝલ કમ્પોઝ કરિ. સુગમ ગાયકિને આવિજ ગઝલો બચાવે.

    રદ્દિફ્-કાફિયા અને વિચાર નો સુન્દર સમન્વય !

    ગઝલકાર ને અભિનન્દન !

    લયસ્તરો ને અભિનન્દન !

  8. vishal gohel said,

    September 10, 2008 @ 7:20 AM

    દર્રેક શેર વિચાર્તા કરિ મુકે એવા…………………..

  9. viral mehta said,

    August 26, 2010 @ 9:54 AM

    ખૂબ સરસ ગઝલ

  10. રાકેશ માવાણી said,

    February 17, 2011 @ 11:44 AM

    જબ્બરી ગઝલ…………!

  11. sagar said,

    January 15, 2013 @ 11:04 PM

    વાહ

  12. sagar kansagra said,

    February 2, 2014 @ 12:23 AM

    na game dhando na game nokari,
    jyarathi gami gazal ne aa chokari –ninad bhai waahh

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment