તું નથી એટલે છે અંધારું,
સૂર્યને પણ નડે અમાસ કદી…
વિવેક મનહર ટેલર

‘લયસ્તરો’ : ૧૦મી વર્ષગાંઠ !

b97879

મારા માટે માનવું અઘરું છે કે લયસ્તરો આજે દસ વર્ષ પૂરા કરે છે. જે સફરમાં જ આનંદ હોય એમાં પછી પડાવનું મહત્વ ઓછું જ રહેતું હોય છે. પણ છતાંય… દસ વર્ષ ! બહુ લાંબો સમય છે દસ વર્ષ !

દસ વર્ષ પહેલા ઈન્ટરનેટ પર ગણી ગાંઠી ગુજરાતી વેબસાઈટ હતી. તો એમા કવિતાની વેબસઈટ તો ક્યાંથી હોય? બીજી વેબસાઇટ પર ગુજરાતી કવિતા ભાગ્યે જ વાંચવા મળે. ને વાંચવા મળે તો વતનથી દૂર આંખ ભરાઈ આવે અને મનઆનંદનો દરિયો થઈ જાય. આવા વખતે ‘લયસ્તરો’ની શરૂઆત કરેલી.

ધીરે ધીરે કરતા ‘લયસ્તરો’ એક વ્યસન થઇ ગયું. ચારે બાજુથી ગમતી કવિતાઓ શોધી શોધીને રજૂ કરવાનો નશો થતો ગયો. કવિતાનુ ઋણ ઓછુ કરવાનો આનાથી સારો કોઈ રસ્તો દેખાતો નહોતો. એટલે એ જ રસ્તે ચાલતો ગયો.

ને પછી તો ‘લયસ્તરો’ મહેફીલ થઇ ગઇ. દોસ્તો જોડાયા. વિવેક ‘લયસ્તરો’માં જોડાયો તે બહુ મોટું પગલું હતું. હું કવિતાનો માત્ર કાનસેન પણ વિવેક તો પોતે તાનસેન. એ પોતે કવિ. અને એનો લાભ ‘લયસ્તરો’ને અઢળક મળ્યો. પછી તો મોના જોડાઇ જે પણ પોતે કવિ. અને છેલ્લે તીર્થેશ પણ જોડાયો. ‘લયસ્તરો’ની ટીમ સધ્ધર થઈ ગઈ. કવિતા + દોસ્તો = અઢળક જલસો : આ સમીકરણ પર ‘લયસ્તરો’ તર થઇ ગયું.

ચાર વર્ષ પહેલા ઈન્ડિયાની ટ્રીપ પર વડોદરામાં એક બૂકસ્ટોરમાં હું ચોપડીઓ જોતો’તો. મારી પાછળ બે જણા વાત કરતા’તા. એક ભાઈને કોઇ કારણોસર અનિલ જોશીના શ્રેષ્ટ હોય એવા ચાર-પાંચ ગીતો જોઈતા હતા. એ માટે એ બીજા ભાઇને પૂછતો હતો. બીજા ભાઈએ એને જે જવાબ આપ્યો એ સાંભળીને મને આનંદ આનંદ થઈ ગયો બીજા ભાઇએ કહ્યું ‘લયસ્તરો.કોમ’ પર જાવ સારામાં સારા ગીતો તરત જ મળી જશે !

આજે ૩૨૦૦થી વધારે કવિતાઓ લયસ્તરોની મંજૂષામાં સચવાયેલી છે ને દુનિયાના ગમે તે ખૂણામાં હાથવગી છે. લોકો પ્રેમથી કવિતા માણે છે – મનભરીને માણે છે – કવિને દાદ આપે છે અને વતનથી દૂર પણ મા ગુર્જરીને સલામ કરી લે છે. એ બહુ મોટી વાત છે.

અત્યારે બધા કવિઓનો આભાર ન માનુ તો નગુણો જ ઠરું. શરૂઆતમાં લોકોએ ‘કોપીરાઇટ’ની વાત કરીને બહુ ડરાવેલો. વહેલા મોડા બધા કવિઓ આવીને તમારી ગરદન પકડશે એવું કહેતા. પણ કવિઓને સલામ કે દસ વર્ષમાં એક પણ કવિએ પોતાના રચના વહેંચવા માટે કદી ના નથી પાડી. કવિઓનું આ બહું મોટું ઋણ છે. આજે આ અવસરે બધાય ગુજરાતી કવિઓનો અમે ‘લયસ્તરો’ તરફથી અઢળક આભાર માનીએ છીએ.

દર વખતે ‘લયસ્તરો’ની વર્ષગાંઠ કંઇક નવું કરીને ઉજવીએ છે. આ વખતે પણ એવો જ વિચાર છે. આ વખતે એક અઠવાડિયું ઉર્દુ કવિતાનો આસ્વાદ કરીને ‘લયસ્તરો’ની વર્ષગાંઠ ઉજવવી છે. તો આવતી કાલથી શરૂ કરીશું એ સફર. ત્યાં સુધી અલવિદા !

30 Comments »

  1. મીના છેડા said,

    December 4, 2014 @ 1:11 AM

    મિત્ર
    ભલે એ વાત સાચી કે દસ વર્ષમાં એક પણ કવિએ પોતાના રચના વહેંચવા માટે કદી ના નથી પાડી. કવિઓનું આ બહું મોટું ઋણ છે…
    પણ સત્ય એ પણ છે કે કવિઓ પણ તમારું ઋણ ગણતા હશે… એમની વાત આખા વિશ્વ સામે આટલી સહજતાથી પહોંચવી શક્ય ન થાત.

    ખૂબ ખૂબ અભિનંદન!

  2. Rina said,

    December 4, 2014 @ 3:16 AM

    Happy birthday Layastaro….
    congratulations awesome foursome ઃ)…

  3. piyush s shah said,

    December 4, 2014 @ 3:20 AM

    આદરણીય અને પ્રિય ધવલ ભાઈ , વિવેકભાઈ, મોનાબેન અને તીર્થેશભાઈ..

    લયસ્તરો ‘લયસ્તરો’ની દસમી વર્ષગાંઠ નિમિત્તે ખુબ ખુબ હાર્દિક અભિનંદન! ખુબ જ પ્રસંસનીય અને અનુંમોદનીય કાર્ય કરી રહ્યા છો આપ સૌ…. લયસ્તરો અને આપ સૌ ઉત્તરોઉત્તર ખુબ પ્રગતી કરો તેવી પ્રભુ પ્રાર્થના..!

  4. udayan thakker said,

    December 4, 2014 @ 3:27 AM

    ધર્મની જેમ કવિતા પણ એને રક્ષનારને રક્ષે છે.

  5. Rajnikant Vyas said,

    December 4, 2014 @ 4:34 AM

    લયસ્તરો મારી પ્રિય વેબસાઈટ છે. લયસ્તરો એટલે કવિતાઓનો અખૂટ ખજાનો. લયસ્તરોની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી અભ્યર્થના.

  6. હેમંત પુણેકર said,

    December 4, 2014 @ 4:47 AM

    લયસ્તરોની વય double digit માં પ્રવેશ કરે છે ત્યારે હાર્દિક શુભકામનાઓ. સિદ્ધહસ્તોથી લઈ નવોદિતો સુધીની કવિતાઓનો આ સંચય આમ જ સંમૃદ્ધ થતો રહે એ જ શુભેચ્છા!

  7. narendrasinh said,

    December 4, 2014 @ 6:04 AM

    ખૂબ ખૂબ અભિનંદન

  8. prakash said,

    December 4, 2014 @ 6:40 AM

    અઢળક આભાર………..

  9. Dr.Manoj L. Joshi "Mann" ( Jamnagar) said,

    December 4, 2014 @ 7:40 AM

    Jai Ho…Saheb….Jai Ho …
    Khub khub abhinandan…..
    Aap sau na aa kary ni itihaas ma pan nondh levashe kem ke aa matra kavita ni site nthi…ek ANUSHTHAN chhe….je aap sarve bhekh-dhari manishio na lidhe aharnish chale chhe….

  10. Shah Pravinachandra Kasturchand said,

    December 4, 2014 @ 7:44 AM

    બધાંયની વાતોમાં હું સંમત છું.

  11. સુનીલ શાહ said,

    December 4, 2014 @ 7:55 AM

    ગુણવત્તાસભર કવિતાઓ દ્વારા નેટ જગતમાં નોખું સ્થાન મેળવનાર ‘‘લયસ્તરો’’ને હૃદયથી અભિનંદન

  12. Vijay Shah said,

    December 4, 2014 @ 8:07 AM

    અભિનન્દન્

  13. Monal said,

    December 4, 2014 @ 8:19 AM

    Congratulations to Layastaro team!!

  14. Dr. Manish V. Pandya said,

    December 4, 2014 @ 8:42 AM

    ‘લયસ્તરો’ ની ૧૦મી વર્ષગાંઠ પ્રસંગે ‘લયસ્તરો’ સાથે સંકળાયેલા સહુને હાર્દિક અભિનંદન. “જય હો”.

  15. yogesh shukla said,

    December 4, 2014 @ 9:15 AM

    “સર્વે નામાંકિત કવિગણો તેમજ લયસ્તરો ;- ગુજરાતી કવિતા આસ્વાદ ને અર્પણ ,”
    છંદ ,અલંકાર વિગેરે સાથે કવિને સગપણ છે ,
    વાહ ,વાહ ,ઈર્શાદ વિગેરે કવિના વળગણ છે ,
    કવિની રચનાઓ સમાજ માટે ગંગાના વહેણ છે
    ” યોગેશ શુક્લ “

  16. Sharad Shah said,

    December 4, 2014 @ 10:17 AM

    લયસ્તરોની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે. સતત દસ વર્ષ સુધી ઘાસની ગંજી માંથી સોય શોધવાની જેમ જ કાવ્યોના ખડકલામાંથી સારા અને રુચિકર કાવ્યો શોધવા અને તેને લયસ્તરો પર પ્રસ્તુત કરવા તે ખુબ જ પરિશ્રમ માંગી લે તેવું કામ છે. વળી આ કામમાં આર્થ્ક લભ કાંઈ નહી અને ખર્ચ અધિક હોય ત્યારે આવું કાર્ય કોણ કરે? નિઃશંક, એ કામ કોઈ અસલ કાવ્ય પ્રેમી અને અને ઊંચી ભાવદશા ધરાવતી વ્યક્તિ જ કરી શકે. આજે દસમી વર્ષગાંઠ નિમિત્તે લયસ્તરોની ટીમને મારી અનેક શુભ્ચ્છાઓ.

  17. Bharat Trivedi said,

    December 4, 2014 @ 12:29 PM

    Happy Birthday Layastaro ! Wish many many Happy Returns of the Day !

  18. dinesh modi said,

    December 4, 2014 @ 4:27 PM

    HAPPY 10 TH BIRTHDAY ..KEEP ON GOOD WORK .I APPRECIATE YOUR EMOTIONAL HARD WORK. CONGRATULATION TO YOU AND YOUR TEAM.
    GOD BLESS LAYASTARO.

  19. pragnaju said,

    December 4, 2014 @ 4:36 PM

    અભિનંદન

  20. himanshu patel said,

    December 4, 2014 @ 7:37 PM

    અભિનંદન

  21. urvashi parekh said,

    December 4, 2014 @ 10:09 PM

    ખુબ ખુબ અભીનન્દન્.

  22. ketan yajnik said,

    December 4, 2014 @ 11:49 PM

    યજ્ન્નિ આહુતિને યજ્નિક્નુ અભિવાદન
    કેતન્

  23. Makarand Musale said,

    December 5, 2014 @ 2:06 AM

    અનેક અભિનંદન… અને શુભેચ્છાઓ

  24. parul barot said,

    December 5, 2014 @ 5:07 AM

    ખૂબ ખૂબ અભિનંદન.

  25. Ramesh Patel said,

    December 5, 2014 @ 11:14 AM

    સવારે છાપુ ને લયસ્તરો…એટલી ચાહના. માતૃભાષાને ઉરે જડી દીધી?..ખૂબ ખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  26. Sudhir Patel said,

    December 5, 2014 @ 10:48 PM

    શ્રી ધવલભાઈ, વિવેકભાઈ, મોના નાયક અને તીર્થેશભાઈ એ ‘લયસ્તરો’ની પૂરી ટીમને દશ વર્ષની
    કવિતા-સફર બદલ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  27. પંચમ શુક્લ said,

    December 7, 2014 @ 1:56 PM

    લયસ્તરોને અભિનંદન.

  28. કુણાલ said,

    December 9, 2014 @ 4:13 AM

    ખુબ ખુબ અભિનંદન… !

  29. preetam Lakhlani said,

    December 12, 2014 @ 4:43 PM

    શ્રી ધવલભાઈ, વિવેકભાઈ અને તીર્થેશભાઈને ખુબ ખુબ અભિનંદન………

  30. bharat makwana said,

    June 6, 2015 @ 10:00 PM

    કવિતાવિશ્વને આ માધ્યમથી વિશ્વ વિસ્મયી બનાવવા બદલ ૠણી છીએ આપ સૌના…
    અને આ દસ વર્ષની સૌથી મોટી ભેટ કવિતાનો ખજાનો જે અન્ય સ્થળે નથી મળી શકતો એ અહીં આસાનીથી મળી રહે છે એનાથી વધુ શું હોઇ શકે.
    શુભેચ્છાઓ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment