સૂમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે,
કોઈ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?
ભગવતીકુમાર શર્મા

जागो – source – ओशो

प्रत्येक अनिश्चय से कुछ नष्ट होता हूं
प्रत्येक निषेध से कुछ खाली
प्रत्येक नए परिचय के बाद दूना अपरिचित
प्रत्येक इच्छा के बाद नयी तरह से पीड़ित
हर अनिर्दिष्ट चरण निर्दिष्ट के समीपतर पड़ता है             [ अनिर्दिष्ट = Unspecified ]
हर आसक्ति के बाद मन उदासियों से घिरता है।
जागो और ज़रा देखो।
हर अनुरक्ति मुझे कुछ इस तरह बिता जाती है।                [ अनुरक्ति = Attachment ]
मानो फिर जीने के लिए कोई भविष्य नहीं बचता है।

source – ओशो – अजहूं चेत गंवार [ page 51 ]

શું અદભૂત કવિતા છે !!! દરેક પંક્તિ અર્થસભર…. એક શબ્દ પણ વધારાનો નહિ ! તમામ રોજિંદા અનુભવોને પૃથક્કૃત કર્યા છે અને તે પણ પૂરી નિખાલસતાથી અને સભાનતાથી. ખરા અર્થમાં ‘તત્વ’ચિંતન તે આનું નામ ! ઓશોની હિન્દી books માં આવી ઘણી સુંદર કવિતાઓ હોય છે – માત્ર તકલીફ એ છે કે એ કદી કવિનું નામ નથી લખતા.

desires ને નિષ્પક્ષપણે examine કરતા કવિને જે સત્યો દ્રષ્ટિભૂત થયાં છે તે ખૂબીપૂર્વક નિરૂપાયા છે. અહીં जागो શબ્દ બાઈબલમાં જે રીતે વારંવાર Awake શબ્દ પ્રયોજાયો છે તે ધ્વનિમાં પ્રયોજાયો છે. જાગૃતિ [ awareness ] નો કોઈ વિકલ્પ નથી. દરેક ક્ષણની-સતત-નિરંતર-નિરપવાદ જાગૃતિ [ awareness ].

2 Comments »

  1. La' Kant said,

    November 9, 2014 @ 5:19 AM

    ઓશો એ ઓશો .પર્યાય જડશે ખરો?…… હોપલેસનેસ .ચોઇસલેસનેસ …અ શબ્દો તેમને અતિ પ્રિય ….-લા/ ૯.૧૧.૧૪

  2. Sharad Shah said,

    November 9, 2014 @ 8:09 AM

    ઓશોએ તેમના પ્રવચનોમાં કાવ્યોનો, ગઝલોનો, શેરો શાયરીનો, જોક્સનો અને બોધ કથાઓનો ભરપુર ઉપયોગ કર્યો. તેઓ પોતે એક ઉચ્ચ કક્ષાના કવિ અને કલાકાર હતા.તેમના પ્રવચનોમાં અનેક કવિતાઓ તેમની પોતાની રચના છે કેટલીક કવિતાઓ તેમના સન્યાસી અને પ્રેમીઓએ મોકલેલી છે અને કેટલીક કવિતાઓ(ગઝલો-શેર વગેરે) જાણીતા કવિઓની છે. એ વાત સાચી છે કે તેઓ ભાગ્યેજ કવિના નામનો ઉલ્લેખ કરતાં પણ તેમનો ઉદ્દેશ્ય કવિતા પઠનનો ન હતો. જે પ્રવચનમાં જે કવિતા મેળ બેસે તેવી લાગે તેનો ઉપયોગ કરી તેમની વાત આપણા હૃદય સુધી કેમ પહોંચાડવી તે લક્ષ્ય રહેતું.
    छंद प्रासके बंधमें बंधी कोई कविता भले ही कितनी सुहाती है, मगर
    हृदय से उठी बात जो हमारे हृदय छु लें वह् कविता बन जाती है.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment