તાપણું તો છે બહાનું નામનું,
આમ બાકી ત્યાં ઘણું રંધાય છે.

ભરત ભટ્ટ ‘પવન’

ગઝલ – ગૌરાંગ ઠાકર

ટોચ માટે પ્રયાસ લાગે છે.
ખીણમાં
પણ ઉજાસ લાગે છે

આભ આખું ઉદાસ લાગે છે.
દોસ્ત
આજે અમાસ લાગે છે.

પર્ણ તાળી પવનને આપે છે.
ઝાડ
પર જાણે રાસ લાગે છે.

પ્હાડ ઝરણાંને ખોઈ બેઠો છે,
એને
ખળખળનો ભાસ લાગે છે.

પાનખરમાં વસંત જેવું કેમ?
કયાંક
તું આસપાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક
જણ કેમ ખાસ લાગે છે?

ફાંસ ફૂલોની અમને વાગી છે.
શ્વાસ
એથી સુવાસ લાગે છે.

-ગૌરાંગ ઠાકર

એક સાદ્યંત સુંદર ગઝલ… બધા જ શેર એવા સ્વયંસ્પષ્ટ થયા છે કે કવિ અને ભાવકની વચ્ચે કોઈ વિવે(ચ)કની જરૂર જ ક્યાં જણાય છે ?  

 

15 Comments »

  1. Jayesh Bhatt said,

    June 27, 2008 @ 3:19 AM

    પર્ણ તાળી પવન ને આપે
    આ બધુજ બહુ સરસ લાગ્યુ.

    મન થયુ તરબતર શુ તમારી સુન્દર ગ ઝલ્
    જયેશ્

  2. manhar m.mody said,

    June 27, 2008 @ 6:43 AM

    બધાજ શેર અર્થપૂર્ણ અને ચોટદાર. તેમાં ય મક્તા તો લાજવાબ. મઝા આવી ગઈ.

    ગઝલ ગૌરાંગની ગજબની છે યારો,
    એક એક શેર ખાસ લાગે છે .

    – ‘મન’ પાલનપુરી

  3. esha said,

    June 27, 2008 @ 6:51 AM

    વાહ વાહ્….

  4. pragnaju said,

    June 27, 2008 @ 8:33 AM

    સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
    એક જણ કેમ ખાસ લાગે છે?
    વાહ્-યાદ આવી
    આ સફર તો છે બસ ચાલતા રહેવાની,
    જો ગણો તો દરેક રાહી મનમીત લાગે છે.
    આભ આખું ઉદાસ લાગે છે.
    દોસ્ત આજે અમાસ લાગે છે.
    સાંભળતા જ વડીલે કહ્યું-ન્યુરોસાયન્ટિસ્ટોના કહેવા પ્રમાણે વ્યકિત જેની કલ્પના ન કરી શકે કે જેનું નિયમન ન કરી શકે તેવી વસ્તુ તેના માટે ભય કરે છે. ડરથી મગજની ડાબી બાજુ કરતા મગજની જમણી બાજુ લોહીનું વધુ પરિભ્રમણ થાય છે.તેનાથી વ્યકિતને ભયંકર અસુખ થાય છે.તે બેબાકળો બની જાય છે. માનસશાસ્ત્રીઓએ પોતાનાં સંશોધનના આધારે ૫૩૫થી વધુ પ્રકારના ફોબિયા શોઘ્યા છે. તેમાં કવિને કદાચ સોશ્યલ ફોબિયા લાગે છે!
    પીરીયડ્

    .

  5. કુણાલ said,

    June 27, 2008 @ 9:16 AM

    આભ આખું ઉદાસ લાગે છે.
    દોસ્ત આજે અમાસ લાગે છે.

    પ્હાડ ઝરણાંને ખોઈ બેઠો છે,
    એને ખળખળનો ભાસ લાગે છે.

    આખી ગઝલ સુંદર અને આ બે શેર ખાસ સ્પર્શી ગયા …

  6. mahesh Dalal said,

    June 27, 2008 @ 1:37 PM

    આલેખયેલ અભિપ્રાય ઉપર વધારે કશુ કહેવાય્?

  7. divya said,

    June 28, 2008 @ 12:15 AM

    સાદ્યાંત સુંદર ગઝલ.. કવિ અને કલ્પના પરસ્પર ગુંથાઈ જાય તો જ પર્ણ પવનને તાળી દઈ શકે ને ઝાડ પર રાસલીલા રચાઈ શકે ! એક જણ જે કવિને ખાસ લાગે છે , એ ખૂબ નસીબદાર !

  8. gopal parekh said,

    June 28, 2008 @ 12:29 AM

    શુભાનલ્લા,લગે રહો ગૌરાઁગભાઇ,

  9. jayesh upadhyaya said,

    June 28, 2008 @ 2:31 AM

    ફાંસ ફૂલોની અમને વાગી છે.
    શ્વાસ એથી સુવાસ લાગે છે.
    સરસ ઉમદા ગઝલ

  10. 'ઇશ્ક'પાલનપુરી said,

    June 28, 2008 @ 3:44 AM

    શુ ગમ્યુ તે લખવા ચાહુ તો આખી ગઝલ લખવી પડે,મજા આવી ગઈ
    આભાર ગૌરાંગ ભાઈ, ડો.વિવેક ભાઈ સાહેબ
    ‘ઇશ્ક’પાલનપુરી

  11. sunil shah said,

    June 28, 2008 @ 4:43 AM

    વાહ..મેરે દોસ્ત..!

  12. nilamdoshi said,

    June 28, 2008 @ 9:29 AM

    સ્રરસ ….
    સાદી અને સુન્દર ગઝલ.

    વિવેકભાઇની વાત સાચી છે..આમાં વિવેચનની જરૂર જ કયાં છે ૵ ગઝલ જાતે જ કહી દે છે બધું.

  13. Pinki said,

    June 30, 2008 @ 1:35 AM

    બધાં જ શેર લાજવાબ …..!!

    સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
    એક જણ કેમ ખાસ લાગે છે?

  14. MANSI THAKER said,

    July 13, 2008 @ 11:27 AM

    ગઝલ બહુ સરસ.સરસ મજાની ગઝલ.લખતા રહૉ……………………

  15. sagar kansagra said,

    June 20, 2014 @ 5:31 AM

    ઉપરથી નાગરેલા કવિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment