મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ખેચાઉં છું કા ? – મનોજ ખંડેરિયા

IMG_1752

ઘણી વાર ખુદથી ડરી જાઉં છું કા ?
હું ભાગીને મારામાં સંતાઉ છું કા ?

પ્રબળ ઝંખના જ્યાં જવાની હતી, ત્યાં,
પહોંચીને પાછો વળી જાઉં છું કા ?

બધે હોઉં છું તો કળાતો ન ક્યાંયે,
નથી હોતો ત્યારે જ દેખાઉં છું કા ?

શિલાલેખની હું લિપિ ક્યાં અકળ છું,
સરળ સાવ છૂં પણ ન સમજાઉં છું કા ?

બધી ભૂલભૂલામણી ભેદું છૂં પણ –
સીધાસાદા રસ્તે જ અટવાઉં છું કા ?

તને કાનમાં વાત કહેવી હતી તે,
ગઝલ રૂપે જાહેરમાં ગાઉં છું કા ?

નથી મારે ચાવંડ-લાઠીથી નાતો,
છતાં ત્યાંથી નીકળું તો ખેચાઉં છું કા ?

– મનોજ ખંડેરિયા

કવિ બે બાજુ ખેંચાતા જાય છે. સરળ ને અઘરું અને અઘરાં ને સરળ કરતા જાય છે. આ મથામણ જ સર્જનના રસ્તાની શરુઆત હશે ?

6 Comments »

  1. Rina said,

    October 8, 2014 @ 4:20 AM

    શિલાલેખની હું લિપિ ક્યાં અકળ છું,
    સરળ સાવ છૂં પણ ન સમજાઉં છું કા ?

    બધી ભૂલભૂલામણી ભેદું છૂં પણ –
    સીધાસાદા રસ્તે જ અટવાઉં છું કા ?

    Wahhh

  2. jAYANT SHAH said,

    October 8, 2014 @ 7:01 AM

    સુન્દર !!!

  3. હેમંત પુણેકર said,

    October 8, 2014 @ 8:11 AM

    મને લાગે છે કે છેલ્લો શબ્દ કાં હોવો જોઈએ. ગઝલ પણ મનોજભાઈની ઉત્તમ ગઝલોમાંની એક નથી જ લાગતી. નીચેના શેરનો વિચાર તો એમની જ એક પ્રખ્યાત ગઝલમાં લગભગ જેમનો તેમ વપરાયો છે.

    પ્રબળ ઝંખના જ્યાં જવાની હતી, ત્યાં,
    પહોંચીને પાછો વળી જાઉં છું કાં ?

    જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
    મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને

  4. yogesh shukla said,

    October 8, 2014 @ 10:35 AM

    સુંદર રચના , ઈર્શાદ
    ઘણી વાર ખુદથી ડરી જાઉં છું કા ?
    હું ભાગીને મારામાં સંતાઉ છું કા ?

  5. Shah Pravinachandra Kasturchand said,

    October 8, 2014 @ 3:23 PM

    કવિતાઓ રચું છું હું સ્વયંને વાંચવા માટે;
    કવિ-સમ્મેલનોમાં દોડી જઈ પઠન કરું કાં?

  6. વિવેક said,

    October 9, 2014 @ 3:15 AM

    સુંદર રચના…

    એમ પણ બને વાળો શેર મૂકવા જતો હતો ત્યાં જ જોયું કે હેમંત એ કામ પહેલા જ કરી ચૂક્યો છે… સમર્થ કવિ પણ ક્યારેક પોતાની જાતને પુનરાવર્તિત કરતો હોય છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment