દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછી ને થાય નહીં પ્રેમ !
તુષાર શુક્લ

મુક્તક – સાગર સિદ્ધપુરી

બને તો આપબળથી તું તરી જા તારો ભવસાગર,
કિનારા પર ડુબાડે છે, ઘણાએ તારનારાઓ.
બધાએ જીતનારાઓ વિજેતાઓ નથી હોતા,
જીવનમાં દાવ જીતે છે ઘણાએ હારનારાઓ !

– સાગર સિદ્ધપુરી

5 Comments »

  1. Pravin Shah said,

    June 11, 2008 @ 12:05 AM

    આપબળનો મહિમા ગાતી સુંદર પંક્તિઓ!

  2. jayesh upadhyaya said,

    June 11, 2008 @ 3:39 AM

    બધાએ જીતનારાઓ વિજેતાઓ નથી હોતા,
    જીવનમાં દાવ જીતે છે ઘણાએ હારનારાઓ !
    સરસ ગમ્યુ

  3. ચાંદસૂરજ said,

    June 11, 2008 @ 4:36 AM

    જાતમહેનત અને આત્મવિશ્વાસથી ભલા માનવી શું ન કરી શકે?

  4. pragnaju said,

    June 12, 2008 @ 8:53 AM

    રોજ રોજ આપણે લવારો કરીએ-“આખો દહાડો ગડભાંજ,ગડભાંજ, દુઃખ, દુઃખ ને દુઃખ ત્રાસ,ત્રાસ ને ત્રાસ.આ કેમ જીવન જીવાય તે ! કલેશ ના થવો જોઈએ,કંકાસ ના થવો જોઈએ.આ તો અહંકારમાં જ બધું પેસી ગયું છે!અવ્યભિચારિણી બુદ્ધિ સુખ જ આપે,આપણામાંથી કલેશ કાઢી નાખો.” ને એક સચોટ પંક્તીમા સમજાવ્યું-બને તો આપબળથી તું તરી જા તારો ભવસાગર,

  5. SHARUKH said,

    June 18, 2008 @ 3:29 AM

    ભવ સાગર તરવા નિ સાચિ સલાહ …………………

    શાહ્રુરુખ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment