જૂઈ ઝળૂંબી માંડવે ને બાગે બાગે ફાલ,
તું ક્યાં છો વેરી વાલમા? મને મૂકી અંતરિયાળ!
આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત;
ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત.
-બાલમુકુંદ દવે

જીવવું શું કોઇ રડનારા વગર ? – મીનાક્ષી ચંદારાણા

જીવવું શું કોઇ રડનારા વગર?
શ્વાસ, માંડો ચાલવા મારા વગર.

મેઘ શાણા થઇ વરસશો મા હવે,
ઓણ ચોમાસું ભલું ગારા વગર.

ભ્રાંતિના ભ્રમરોય પરદેશી થયાં,
આંગણું સૂનું છે ભણકારા વગર.

કો’ સુનામી જેમ લો પથરાય છે,
દર્દ ઓવારા અને આરા વગર.

ગાંઠ-ગઠ્ઠા ભીતરે કંઇ અટપટા,
ને નથી ઉદ્ધાર પિંજારા વગર.

ચાંદની ખીલી રહી પૂરબહારમાં,
રાત સંતાણી છે અંધારા વગર.

કોક વીજ કે આગિયાની રાહમાં,
આયખું વીત્યું છે ઝબકારા વગર.

શબ્દ લુખ્ખા થઇ ગળે અટકે હવે,
ને ભજન સોતરાય એકતારા વગર.

આવવાનું જો બને તો આવજે,
કોઇ એંધાણી કે અણસારા વગર.

-મીનાક્ષી ચંદારાણા

ગુજરાતમાં કેટલા કવિ-દંપતિઓ હશે એ વિષય સંશોધન કરવા જેવો છે. ગઈકાલે આપણે અશ્વિન ચંદારાણાની ગઝલ વાંચી. આજે માણીએ એમના શ્રીમતિજીની ગઝલ. શ્વાસને પોતાના વિના જ ચાલી નીકળવાનું ફરમાન કરતા આ કવયિત્રી આરા-ઓવારા વિના ત્રાટકતા સુનામીને પણ શેરમાં બ-ખૂબી વણી લે છે. પારકી વીજળીની કે આગિયાના ઝબકારાની પ્રતીક્ષામાં રહેનાર પોતાનું તેજ જન્માવવામાં ભલે વિફળ રહી જતા હોય, મીનાક્ષીબેને અહીં કાવ્યત્વનો ઝબકારો મજાનો કર્યો છે…અને આ ઝબકારનું તેજ લાં…બું ચાલે એમ પણ છે…

16 Comments »

  1. 'ISHQ'PALANPURI said,

    June 13, 2008 @ 4:00 AM

    I LIKE IT VERY VERY

  2. ચાંદસૂરજ said,

    June 13, 2008 @ 5:00 AM

    ગાંઠ-ગઠ્ઠા ભીતરે કંઇ અટપટા,
    ને નથી ઉદ્ધાર પિંજારા વગર
    ખૂબ સુંદર! હા,કોઈ એવા પિંજારા મળે તો જરુર અંતરે પડેલી ગાંઠોના પૂમડાને કાંતી એમાંથી પ્રેમના રેશમયા ધાગા બનાવે પણ આજે એવા પિંજારા ક્યાં? આજે ધરતીને એની ખોટ પડી છે.અને વળી
    કીધું છે ભેળું ખૂબ જીવનમા,
    કરે કોણ ખેપ્યું વણજારા વગર

  3. rajgururk said,

    June 13, 2008 @ 6:38 AM

    અતિ સુન્દેર્
    દમ્પતિ ને મારા અભિનન્દન

  4. nilamdoshi said,

    June 13, 2008 @ 6:47 AM

    અભિનન્દન મીનાક્ષીબહેન… આ દંપતિ સારા કવિ તો છે જ…સાથે સાથે મજાના…મળવા જેવા માણસ પણ છે. એમની મૈત્રીનું મને ગૌરવ છે. બાળકાવ્યો અને બાળવાર્તાઓ પણ સરસ મજાના લખે છે.

  5. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

    June 13, 2008 @ 7:40 AM

    સનમ હવે તો નથી જીવાતું તમારા વગર
    ટોળામાં બહુ સુનું સુનું લાગે તમારા વગર….

    કદી તો તમો યાદ કરશો એકલતામાં મને
    આવી જશે આસું આંખમાં કોઇ આવકારા વગર…..

    વાહ મીનાક્ષીબેન!!!
    અભિનંદન!!!

  6. pragnaju said,

    June 13, 2008 @ 8:22 AM

    મઝાની ગઝલ
    કો’ સુનામી જેમ લો પથરાય છે,
    દર્દ ઓવારા અને આરા વગર.
    શબ્દ લુખ્ખા થઇ ગળે અટકે હવે,
    ને ભજન સોતરાય એકતારા વગર.
    ખૂબ સરસ
    “આજે માણીએ એમના શ્રીમતિજીની ગઝલ!” લખ્યું છે ત્યારે ખ્યાલ આવે છે….
    સ્ત્રીનો ત્યાગ અને પ્રેમાળ સ્વભાવને કારણે તે પોતાના પતિની પસંદ અપનાવવામાં કયારેય નાનમ નથી માનતી . સ્ત્રીઓ ભલે આજે સમાજમાં ઉંચા સ્થાન ગ્રહણ કરી રહી હોય, અવકાશને આંબી રહી હોય કે દુનિયાને નાથી રહી હોય, પરંતુ, તેનો સ્ત્રીસહજ સ્વભાવ તેને હંમેશાં આદર્શવાદી બનવા જ પ્રેરે છે.ત્યારે નમ્રતાથી લખે છે
    આવવાનું જો બને તો આવજે,
    કોઇ એંધાણી કે અણસારા વગર.
    હવે અશ્વિનની રચના વખતે લખજો –
    માણો મીનાક્ષીપતિની….

  7. Dr. Dilip Modi said,

    June 13, 2008 @ 9:34 AM

    Great ! Amazing ! to learn regarding Gujarati couple poets…a fantastic new idea of Dr. Vivek Tailor…very pleased to read about.
    Minaxiben has done extremely well in this ghazal…USA ni mari savaar jane ke sudhari gai…( I am in New Jersey right now.)

  8. સુનીલ શાહ said,

    June 13, 2008 @ 9:39 AM

    ભઈ વાહ..! ખુબસુરત અંદાજે બયાં..પ્રથમ નજરે જ ગઝલ ગમી ગઈ.

  9. mahesh Dalal said,

    June 13, 2008 @ 1:41 PM

    મખમલ્અનિ જાજમ્. મુલાયમ શબ્દઓ. વાહ્..ક્યા કહઈ.. સુન્દર ખુબ સુન્દર્..

  10. Pinki said,

    June 14, 2008 @ 12:02 AM

    આટલી સુંદર ગઝલ તો
    કેમ ચાલે વખાણ વગર ?

    ભ્રાંતિના ભ્રમરોય પરદેશી થયાં,
    આંગણું સૂનું છે ભણકારા વગર.

    વાહ્.. ખૂબ કહી……!!
    પરદેશીના ભણકારાય હવે તો આંગણે પગલાં પાડતા નથી …!!

  11. nirlep said,

    June 14, 2008 @ 12:14 AM

    ભ્રાંતિના ભ્રમરોય પરદેશી થયાં,
    આંગણું સૂનું છે ભણકારા વગર.

    gami jay evi vaat!!!!!!

  12. Mehul Shrimali said,

    June 16, 2008 @ 2:33 AM

    Really nice Poetry.It has fragrance of “Kathiyavaad” too.
    I met & listen both of them twice or thrice at “budh sabha (vadodara)”.Gr8 couple to meet & have a talk.
    Wishes 4 both of u.

  13. jigar joshi "prem" said,

    June 20, 2008 @ 3:50 AM

    આખી ગઝલ સરસ છે ક્યા શેરના વખાણ કરવા ? ક્યાં અટકવું ? એ નક્કી જ થાતુ નથી. પ્રામાણિક પણે ગઝલોનું સર્જન કરતાં આ કવયિત્રિ ખૂબ સરસ અને સભાનપણે ગઝલ સર્જન કરે છે તેનો આનંદ થાય છે. હજી એમના તરફથી આવી જ બળવત્તર ગઝલો વાંચવા મળે તેવી અપેક્ષાઓ છે !
    શુભેચ્છાઓ !

  14. BHINASH said,

    June 20, 2008 @ 7:34 AM

    NICE…………………

  15. sonali said,

    June 22, 2008 @ 4:19 AM

    hey very nice… :)keep writing like this

  16. Sandhya Bhatt said,

    December 4, 2008 @ 10:58 AM

    I always like a peculiar TALPADI flavour of your gazals.In future you will be remembered for this.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment