ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.
વિવેક ટેલર

પ્રભુજીને – ઇન્દુલાલ ગાંધી

પ્રભુજીને પડદામાં રાખ મા
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.

વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એની
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
બાપુ, ભળી જાશે ખાખમાં.
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.

ઊડી ઊડીને આવ્યાં પંખી હેમાળેથી,
થાક ભરેલો એની પાંખમાં;
સાત સમંદર પાર કર્યા તોયે
નથી રે ગુમાન એની આંખમાં
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.

આંખનાં રતન તારાં છોને હોલાય,
છોને હીરા લૂંટાય તારા લાખના;
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કો’થી
ખોટા હીરાને ખેંચી રાખ મા.
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.

– ઇન્દુલાલ ગાંધી

 

કવિની ખૂબ જાણીતી આ રચના આજે લયસ્તરોના ભાવકમિત્રો માટે.

અંતરના દીવડાની સાચી માવજત એ ઈશ્વર સાથેની પારદર્શિતા જ હોઈ શકે પણ આપણને ડગલે ને પગલે જીવનમાં પડદાંઓ જ ઊભા કરતા રહેવાની કુટેવ પડી ગઈ છે…

 

9 Comments »

  1. Rajnikant Vyas said,

    April 10, 2015 @ 5:13 AM

    બહુ સમય પછી આ ક્લાસિક કાવ્ય ફરી માણ્યું.

  2. Hashad V. Shah said,

    April 10, 2015 @ 6:17 AM

    Wonderful poem.
    The almighty GOD knows everything and we do what he wants us to do.

  3. Manish V. Pandya said,

    April 10, 2015 @ 11:12 AM

    શાળામાં ભણતા ત્યારે ભણવામાં આ રચના આવતી હવે. ઘણા સમયે રચના ફરીથી વાંચવા મળી. હવેની પેઢીના વિદ્યાર્થીઓને ભણવામાં આવતી હશે કે કેમ તે સંશોધનનો વિષય છે.

  4. vimala said,

    April 10, 2015 @ 6:11 PM

    “શાળામાં ભણતા ત્યારે ભણવામાં આ રચના આવતી,, હવે ઘણા સમયે રચના ફરીથી વાંચવા મળી”
    સાચી વાત મનિષભાઈ, અમે પણ ભણેલ શાળામાં.આ સાથે સ્મરણ થયું
    શાળાની પ્રર્થનાનું જ્યાં અમારા ત્રિવેણીબેન આ ભજન એવા ભાવથી ગાતાકે અત્યારે આ વાંચતા એમનો રુઝુ સ્વર ગુંજે છે.
    આભાર લયસ્તરો.

  5. ketan yajnik said,

    April 11, 2015 @ 2:01 AM

    રત્નાકર
    મારી બાળપણાની પ્રીત। ….

  6. Harshad said,

    April 12, 2015 @ 11:41 AM

    Very Nice, I always like to sing this spiritual poem on special occasions. My one of the best loving poem.

  7. geeta kothari said,

    April 12, 2015 @ 11:18 PM

    સન્ગ થિસ સોન્ગ ફોર ગુજરત ઉનિવેર્સિત્ય યોઉથ ફેસ્તિવલોન્તેસ્ત ઇન ૧૯૬૧ી

  8. geeta kothari said,

    April 12, 2015 @ 11:24 PM

    ઈ સન્ગ થિસ વ્હેન ઈ પર્તિપતેદ ઇન યોઉથ ફેસ્તિવલોમ્પેતિતિઓન ગુજરત ઉનઇવેર્સિત્ય ઇન ૧૯૬૧.

  9. ધવલ said,

    April 13, 2015 @ 3:44 PM

    ઉત્તમ રચના !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment