એવું નથી કે ભાગ્ય બસ, ભાગ્યા કરે,
એવું બને, જાણ જ ન હો પણ હો કને.
- વિવેક મનહર ટેલર

પ્રેમ – નગીન મોદી

મારો પહેલો પ્રેમ
વૃક્ષ
ને બીજો પ્રેમ
પુસ્તક
પણ કઠિનાઈ એવી કે
એક વૃક્ષ છેદાય ત્યારે
એક પુસ્તક પેદા થાય
ભલા, કોને ચહું
ને
કોને મૂકું.

-નગીન મોદી

સાવ નાનું અમથું આ અછાંદસ કદાચ એમાં વ્યક્ત થયેલા ઉદાત્ત ભાવના કારણે વાંચતાની સાથે જ સોંસરવું ઊતરી ગયું. સુરતના ડૉ. નગીન મોદી જાણીતા વિજ્ઞાન લેખક અને પર્યાવરણશાસ્ત્રી પણ ખરા. સરળ ભાષામાં એમણે બાળકો માટે જે વિજ્ઞાનકથાઓ, પ્રયોગ-પુસ્તિકાઓ અને પર્યાવરણને લગતી ઢગલાબંધ પુસ્તિકાઓ લખી છે એ માટે ગુજરાતી સાહિત્ય એમનું સદૈવ ઋણી રહેશે કેમકે કવિતા-નવલકથાઓ લખનારા તો હજારો મળી રહેશે.. એમના સેંકડો પુસ્તકોમાં પૃથ્વી અને પર્યાવરણ માટેનો એમનો પ્રેમ ઉનાળામાં મબલખ મહોરતા ગરમાળાની જેમ ઊડીને આંખે વળગે એવો છે. આ નાનકડું કાવ્ય એમના ‘તરુરાગ’ કાવ્યસંગ્રહમાંથી લીધું છે. આ આખા સંગ્રહમાં ફક્ત વૃક્ષ વિશેની કવિતાઓ જ છે…

(લયસ્તરોને તરુરાગ ભેટ આપવા બદલ નગીનકાકાનો આભાર… )

9 Comments »

  1. સુરેશ જાની said,

    May 23, 2008 @ 1:38 AM

    લગાવમાંથી ઉપસી આવતી લાગણી…
    જેણે એ લગાવનો અનુભવ કર્યો હોય તે જ આમ લખી શકે.
    ચીલાચાલુ કવીતાથી અલગ – આવકાર્ય અભીવ્યક્તી.

  2. jayshree said,

    May 23, 2008 @ 1:48 AM

    સાચ્ચે હોં વિવેકભાઇ….
    લાગી આવે એવી વાત કરી છે આ નાનકડી કવિતામાં… પર્યાવરણ અને પુસ્તક – બંનેને પ્રેમ કરનારને વિચારતા કરી દે છે આ કવિતા…

  3. ચાંદસૂરજ said,

    May 23, 2008 @ 3:12 AM

    માતાને પૂછો કૅ કયું બાળક વધારે વહાલું તો એ મમતામૂર્તિ શું જવાબ આપે?

  4. સુનીલ શાહ said,

    May 23, 2008 @ 4:41 AM

    કાવ્યમાં પુછાયેલ પ્રશ્ન સોંસરવો ઉતરી જાય તેવો છે..કવીની મુંઝવણ વીચારની નવી જ દીશા તરફ લઈ જાય છે. થોડા શબ્દોમાં ઘણુબધુ કહી ગયા આ પર્યાવરણપ્રેમી કવી..!

  5. jayesh upadhyaya said,

    May 23, 2008 @ 5:23 AM

    વીસંગતી તરફ ધ્યાન દોરતી ચોટદાર રચના

  6. pragnaju said,

    May 23, 2008 @ 8:49 AM

    ખૂબ સુંદર અછાંદસ
    ડૉ. નગીન મોદી જેવા જાણીતા વિજ્ઞાન લેખક આ નગ્ન સત્ય વાતને કેવી સરસ રીતે રજુ કરે છે !
    અને કાવ્ય માણવા સાથે તે અંગેનું ચીંતન શરુ થાય…કદાચ એટલે જ ઈ-પુસ્તકો,બોલતા પુસ્તકો જેવા કાગળ વગરના પુસ્તકોનો પ્રચાર થયો હશે?

  7. nilamdoshi said,

    May 23, 2008 @ 10:01 AM

    સુન્દર કાવ્ય.આતિ સુન્દર ભાવના………એક કવિની સન્વેદના બહુ સર રીતે વ્યક્ત થઇ..

  8. ધવલ said,

    May 23, 2008 @ 10:53 PM

    સુંદર કવિતા… !

  9. Anal said,

    May 24, 2008 @ 6:17 AM

    Really nice poetry i like very much.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment