ગણતા રહો સિતારા તમે ઇંતેજારમાં
આદમ તમારે જાગવું છે રાતભર હજી
– શેખાદમ આબુવાલા

એકલગાનના ઓરડે – કિસન સોસા

મારા એકલગાનના ઓરડે
તમે આવો અતિથિ આનંદના !

આઘે સુધી અહીં વાતું વેરાન,
એમાં એકલો અટૂલો ખડો
આયુના એકડંડિયા મહેલમાં ઝૂરે
મારા એકલગાનનો આ ઓરડો !
પગરવે પગદંડી લયની જગાવતા
રણકાવતા તોરણિયા છંદના
તમે આવો અતિથિ આનંદના !

ટોડલાએ આંસુના દીવા બળે અને,
ઝુમ્મરમાં ટમકે વિષાદ
આશા અનિમેષ ઊભી છે બારસાખ
બારીએ બેઠી છે યાદ !
લાગણીને લીલેરું લૂંબઝૂંબ લહેરવું ને
રોમ રોમ અભરખા સ્પંદના !
તમે આવો અતિથિ આનંદના !

-કિસન સોસા

ધીરેધીરે બેએક વાર વાંચતા એકદમ વ્હાલું લાગે એવું કાવ્ય….

4 Comments »

  1. Kalpana said,

    August 4, 2014 @ 4:57 AM

    લાગણીને લૂમ્બ લૂમ્બ લહેરવાના અભરખા જ સ્પંદનો અકાર છે. ખૂબ સુન્દર કાવ્ય.

  2. perpoto said,

    August 4, 2014 @ 7:31 AM

    સુંદર કલ્પનો..

    રે ક્યાંથી આવે
    ખોઇ બેઠો અતિથિ
    વાર ને તિથિ

  3. Dhaval Shah said,

    August 6, 2014 @ 8:52 AM

    અરે વાહ ! ઉપાડ તો જુઓ !!

  4. Pravin Shah said,

    August 6, 2014 @ 10:13 PM

    તમે આવો અતિથિ આનંદના !….
    ખૂબ સુંદર ગીત !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment