એવું નથી કે એ છે પગનો જ માત્ર અનુભવ,
સંકડાશ જ્યાં જ્યાં પહેરો, ત્યાં ત્યાં પડે છે આંટણ.
વિવેક મનહર ટેલર

-ની – રમેશ પારેખ

ચોક, ગલીઓની નહીં; આખ્ખા નગરની
વાત કર, માણસમાં ઊછરતી કબરની.

સૂર્યના હોવા વિશે સંશય નથી પણ
છે સમસ્યા સાવ અણસમજુ નજરની

પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ
શોધ, ભાષ તું પ્રથમ શબ્દો વગરની

મારી આંખો પર પડ્યો પરદો થઈ હું
ને પકડ છૂટી ગઈ દૃશ્યો ઉપરની

‘ર’ની હાલત મેશ જેવી છે છતાં યે
વાત ના માને કોઈ સળગેલ ઘરની

-રમેશ પારેખ

આજે રમેશ પારેખને ગયાને (મૃ.તા. ૧૭-૦૫-૨૦૦૬) બે વર્ષ થયા. ‘લયસ્તરો’ તરફથી આ ચહિતા કવિને ફરી એકવાર ભાવભીની અંજલિ. ર.પા.ના મૃત્યુ સમયે લયસ્તરો પર લખેલ ‘છ અક્ષરનું નામ‘ ફરીથી જોઈ આ કવિને શ્રદ્ધાંજલિ આપીએ. એમના સપ્તરંગી કાવ્યોનો વૈભવ પણ અહીં શબ્દ-સપ્તક પર માણી શકાશે.

12 Comments »

  1. kirit shah said,

    May 17, 2008 @ 7:56 AM

    Dear Vivek bhai and Dhaval Bhai

    You are giving the best to all of us – the great thing about Layastaro is every page has a quote which by itself is worth collection.

    Kirit Dubai

  2. pragnaju said,

    May 17, 2008 @ 8:10 AM

    બીજી પૂણ્યતિથી પર હાર્દિક શ્રધ્ધાંજલી
    ‘ર’ની હાલત મેશ જેવી છે છતાં યે
    વાત ના માને કોઈ સળગેલ ઘરની
    આપણી આપણી અંગત વાતની અભિવ્યક્તી!

  3. ધવલ said,

    May 17, 2008 @ 12:08 PM

    ર.પા. એટલે ર.પા. એટલે ર.પા. !

  4. Harshad Jangla said,

    May 17, 2008 @ 1:05 PM

    ર.પા. તો મારી કપોળ ન્યાતંમાં જન્મ્યા હતાં. ગર્વ અનુભવીને મારી સ્મરણાંજલિ અર્પણ.

    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા, યુએસએ

  5. anil parikh said,

    May 17, 2008 @ 11:11 PM

    ઘણી ઝડપથી ઘેરે પાછા વળવાનું છે,
    ડૂબી જતો આ સૂરજ કહે છે : હવે અલ્પ ઝળહળવાનું છે.

    આગાહી ?

  6. Prabhulal Tataria said,

    May 18, 2008 @ 5:08 AM

    કવિશ્રી રમેશ પારેખ વિષે કશું પણ કહેવું એ સુરજને દિપક બતાવવા બરાબર છે
    પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આતમાને પરમ શાંતિના સલિલમાં સ્નાન કરાવે જેથી “ર”ની
    “મેશ” ધોવાઇ જાય.

  7. ચાંદસૂરજ said,

    May 18, 2008 @ 12:37 PM

    કવિશ્રી રમેશ પારેખની દ્વિતીય પૂણ્યતિથિ પર એમને હાર્દિક શ્રધ્ધાંજલિ.શબ્દોના એ રાજવીને ભલા ખોબલો ભરીને શબ્દો શી વિસાતમાં !

  8. કુણાલ said,

    May 19, 2008 @ 7:56 AM

    ‘ર’ની હાલત મેશ જેવી છે છતાં યે
    વાત ના માને કોઈ સળગેલ ઘરની

    આફરીન આફરીન !!!

  9. mahesh dalal said,

    May 20, 2008 @ 4:33 AM

    અમે વઇ તા વિ ચ્હે એક નશિલિ રાત ર્.પા ના સાનિધ્યમા. અને જિન્દગિ ભરનો નશો મધઉરતા નો મુજમા વહિ રહ્યો.

  10. રઈશ મનીઆર્ said,

    May 22, 2008 @ 12:23 AM

    ચીંધ આખું વિશ્વ એને તુ રમેશ
    જેને સરનામું ર. પા. નું જોઇએ

    રમેશ પારેખથી વધુ કવિતાધર્મી શાયર મેં જોયો નથી.. મરીઝ્ને હું મળી શક્યો ન હતો પણ રમેશભાઇ સાથે ચારેક વાર કવિસમ્મેલન મા બેસવાની અને એ નિમિત્તે હોટેલમા સાથે રહેવાની તક મળી હતી.. બાળ્સહજ નિર્દોશ્તા, આધ્યત્મિકતાના કોઇ ડોળ વગર સમગ્ર વિશ્વ પ્રત્યે કરુણા, આક્રોશ વગર્ની સચ્ચાઇ એ જ રમેશ પારેખનુ સરનામું

  11. Maheshchandra Naik said,

    May 28, 2008 @ 12:22 PM

    SIMPLY GREAT!!!!!!!!!!!!!!!!!!!!!

  12. nirlep - qatar said,

    January 15, 2012 @ 2:23 AM

    સૂર્યના હોવા વિશે સંશય નથી પણ
    છે સમસ્યા સાવ અણસમજુ નજરની

    પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ
    શોધ, ભાષ તું પ્રથમ શબ્દો વગરની

    ….sakhat…હચમચી જવાયુ…! one more-

    હુ છુ, કોઇક માટેની સાષ્ટાન્ગ પ્રાર્થના,
    મન્દિરમા કોણ છે, હુ કોને યાદ કરી જોઉ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment