તમારી યાદ આવ્યા બાદની મારી દશા -
ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.
વિવેક ટેલર

તો કેવું ? – ભાગ્યેશ જહા

હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?

ભીના અજવાળાને ઓરડામાં રાખીએ
તો વરસે તે સમણાના ઝાંપે,
ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે,
તો જાગેલા દીવાથી કાંપે, –

દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો-
હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?

ધારો કે ફૂલ નામે ઊગે સરનામું
અને પીળી સુવાસ નામે શેરી,
ગામ એનું ધોધમાર વરસાદી ઝાપટું
ને સૂકવેલી લાગણીઓ કોરી,

ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં,
હવે, તડકો થઈ આવો તો કેવું ?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?

– ભાગ્યેશ જહા

 

8 Comments »

  1. nehal said,

    July 27, 2014 @ 5:39 AM

    Maza aavi gai. .

  2. Shah Pravinchandra Kasturchand said,

    July 27, 2014 @ 8:18 AM

    ગીતો તો રોજ અમે ગાઈએ અહીંયા;
    ગીત આવું કોઈ અહીં ગાયે તો કેવું?

  3. perpoto said,

    July 27, 2014 @ 8:51 AM

    હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
    હવે ધોધમાર વરસો તો કેવું ?
    વાહ ..

    પીધેલ કવિ
    ભીંજાયો છે ઊનાળે
    છત્રિમાં મ્હાલે

  4. Harshad said,

    July 27, 2014 @ 2:36 PM

    Really Beautiful, awesome!!

  5. વિવેક said,

    July 28, 2014 @ 9:12 AM

    સાદ્યંત સુંદર ગીત રચના…

  6. અમૃત ચૌધરી said,

    July 28, 2014 @ 2:20 PM

    ખૂબ સરસ. ..

  7. preetam Lakhlani said,

    July 30, 2014 @ 1:24 PM

    ગમતાનો ગુલાલ્…….

  8. Devika Dhruva said,

    August 1, 2014 @ 12:49 PM

    વરસાદી શીકરો જેવુ વારંવાર માણવું ગમે તેવું આહલાદક ગીત..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment