કરમાઈ શીદ ગયા છો, ડેડ-એન્ડ જોઈ દૂરથી જ?
રસ્તામાં થઈને રસ્તો આગળ જતાં ઊગે છે.
- વિવેક મનહર ટેલર

અનુભવ – જગદીશ જોષી

સિગ્નલ પાસે
ટેક્સી ઊભી-ન-ઊભી ત્યાં તો
એક ભિખારણે હાથ લંબાવ્યો
અને બોલવા લાગી, બોલ્યે જ ગઈ…
“ભગવાન તમને સુખી રાખે, મારા રાજા !”

સુખ…
શબ્દને મેં હોઠ વચ્ચેની કડવાશથી ભીંસી દીધો
અને
ઝટપટ બારીનો કાચ ચડાવતાં ચડાવતાં
કેવળ એટલું જ બબડ્યો:
“ભગવાનની બહેરાશનો મને પણ છે આવો જ અનુભવ…”

– જગદીશ જોષી

8 Comments »

  1. Pinki said,

    May 6, 2008 @ 11:41 PM

    હૃદયના ઋજુ ભાવોનું નિરુપણ ઘણી રચનાઓમાં જોવા મળે છે
    અહીં ‘દાઝ’ પણ કડવી છતાં વાસ્તવિક લાગે છે.

    રચના તરીકે ઉત્તમ……..!!

  2. jayesh upadhyaya said,

    May 7, 2008 @ 3:57 AM

    અનુભવ રોજ થતો હોય પણ કવિ એમાંથી કવિતા નીચોવી શકે અનુભુતી નો કવિ જગદીશ જોષી

  3. mahesh dalal said,

    May 7, 2008 @ 5:24 AM

    ઘા કરિ જઅય ..વઅહ જગ્દિશ ભાઇ.

  4. વિવેક said,

    May 7, 2008 @ 8:09 AM

    સુંદર રચના…

    એક શેર યાદ આવ્યો:

    સિગ્નલે થોભેલી ગાડી જૂના કપડાથી લૂછી
    હાથ થઈ લંબાતો જણ એ કોણ છે લ્યા, તું કે હું ?

  5. pragnaju said,

    May 7, 2008 @ 8:24 AM

    જગદીશ જોષી ની સંવેદના સભર રચના.
    “કેવળ એટલું જ બબડ્યો:
    “ભગવાનની બહેરાશનો મને પણ છે આવો જ અનુભવ” વાંચતા તો આપણી કડવી વાસ્તવવિકતાનો ખ્યાલ આવે! મન વિચારે ચઢે…ટ્રાફિક સિગ્નલે જીવનનાં દરેક રંગનો સાક્ષાત્કાર થાય છે.પોતાના ગંતવ્ય સ્થળે જવા માંગતા લોકો અહીં લીલી લાઈટની પ્રતીક્ષા કરતા દેખાય છે.થોડી જ મિનિટમાં એકસાથે અનેક લોકોનો સામનો થાય છે.અહીંથી પસાર થતા લોકો અહીં રહેતા લોકોથી અજાણ બનીને સતત ચાલતા રહે છે.કોઈ નથી જાણતું કે સિગ્નલની આસપાસ વિકસી રહેલો ધંધો કોઈ મલ્ટીનેશનલ કંપનીના વેપારને પણ પાછો પાડે એવો છે.
    જિંદગીની થપાટો સહી રહેલા લોકો ખભે ખભા મેળવીને આ ધંધો વિકસાવવામાં વ્યસ્ત છે. સિગ્નલ પર અપંગ, ભિખારીઓ, કુષ્ઠ રોગીઓ,બાળકો,ડ્રગ્સનાં બંધાણીઓ,શાકભાજી વેચનારાઓનો જમાવડો થયેલો જોવા મળે છે.દરેકની પોતાની એક આગવી જીવનશૈલી છે અને ભૂખ શાંત કરવાનો ઉપાય પણ.એકબીજાથી તદ્દન જૂદા જણાતા લોકો એક રહસ્યમય લક્ષ્ય પર પહોંચવા માંગે છે.અને
    એક ભિખારણે હાથ લંબાવ્યો
    અને બોલવા લાગી, બોલ્યે જ ગઈ…
    “ભગવાન તમને સુખી રાખે, મારા રાજા !”

  6. Saloni Patel said,

    May 13, 2008 @ 11:56 AM

    વાહ , બહુ જ સરસ રચના ..

  7. kalpan said,

    June 5, 2008 @ 1:04 AM

    ખુ બ સરસ……

  8. kalpan said,

    June 5, 2008 @ 1:05 AM

    ખુ બ સરસ …….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment