સફરજનની મીઠી ફસલ આવશે,
ને આદમની પાછી નસલ આવશે.

વિચારો વટાવીને આગળ જજો,
ન કાપી શકો એ મજલ આવશે.
– અશરફ ડબાવાલા

નથી – ખલીલ ધનતેજવી

પગ નથી ધરતી ઉપરને આભ માથા પર નથી,
બેઉમાંથી કોઈનો પણ કબજો મારા પર નથી.

પગ પસારું છું હંમેશા હું મારી ચાદર મુજબ,
બોજ કંઈ મારી હયાતીનો આ દુનિયા પર નથી.

મર્દ છું, અશ્રુ વગર પણ રડતાં ફાવે છે મને,
જોઈ લો એકે ઉઝરડો મારા ચ્હેરા પર નથી.

આત્માને પણ સતત ઝળહળતો રાખું છું સદા,
રોશની માટે બધો આધાર દીવા પર નથી.

કેટલી એકલતા મારી ચોતરફ વ્યાપી ગઈ,
એક પણ ચકલીનો માળો મારા ફોટા પર નથી.

સો ટકા, ઘર બદલીને બીજે કશે ચાલ્યા ગયા,
ફૂલવાળો એમના ફળિયાના નાકા પર નથી.

મારી મંઝિલ તો હંમેશા હોય મારા પગ તળે,
હું ખલીલ અત્યારે અંતરિયાળ રસ્તા પર નથી.

– ખલીલ ધનતેજવી

સાંગોપાંગ મજબૂત ગઝલ……..માત્ર ખુમારી નથી પણ દર્શન સાથેની ખુમારી છે…….

12 Comments »

  1. Rina said,

    June 1, 2014 @ 3:49 AM

    Awesome. ……

  2. Hardik said,

    June 1, 2014 @ 4:04 AM

    Waah…waah ….

  3. B said,

    June 1, 2014 @ 4:31 AM

    Beautiful. Very nice wordings.

  4. urvashi parekh said,

    June 1, 2014 @ 5:06 AM

    ખુબ સરસ અને અર્થ સભર રચના.

  5. pragnaju said,

    June 1, 2014 @ 8:12 AM

    સુંદર ગઝલનો મક્તા
    મારી મંઝિલ તો હંમેશા હોય મારા પગ તળે,
    હું ખલીલ અત્યારે અંતરિયાળ રસ્તા પર નથી.
    આતિસુંદર

  6. RASIKBHAI said,

    June 1, 2014 @ 10:18 AM

    મારિ એકલતા અને ચ્કલિ નો માલો બહ હુફાલો શેર ચ્હે તમારો. બહુત ખુબ્ વાહ વાહ્.

  7. Rakesh said,

    June 2, 2014 @ 12:58 AM

    superb!

  8. tirthesh said,

    June 2, 2014 @ 2:34 AM

    welcome back resp pragnaju………

  9. Rakesh M Thakkar said,

    June 4, 2014 @ 8:23 AM

    વાહ ! વાહ ! ! વાહ ! !!!

  10. Harshad said,

    June 19, 2014 @ 9:55 PM

    કાબિલે દાદ ગઝલ!!!

  11. sagar kansagra said,

    June 20, 2014 @ 5:15 AM

    વાહ

  12. kaushik said,

    February 20, 2016 @ 3:01 AM

    ખલીલભાઇએ હંમેશા જોરદાર ગઝલો જ આપી છે, અભિવ્યક્તિની સચોટતા ચોટદાર જ હૉય​.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment