આમ એ ક્યાંય પણ નથી જડતો,
આમ total વસે છે મારામાં.
વિવેક મનહર ટેલર

કલિંગ – શ્રીકાંત વર્મા

અશોક એકલો જ પાછો વળે છે
અને બધાંય
કલિંગ ક્યાં છે એમ પૂછી રહ્યાં છે.

બધાંય વિજેતાની અદાથી ચાલી રહ્યાં છે
અને
એકલો અશોક નતમસ્તક

કેવળ અશોકના કાનમાં કિકિયારી
અને બધાંય
હસીહસીને બેવડ વળી રહ્યાં છે.

કેવળ અશોકે શસ્ત્રો છોડી દીધાં છે.

કેવળ અશોક
લડી રહ્યો હતો.

-શ્રીકાંત વર્મા (અનુ. કુમુદ પટવા)

15 Comments »

  1. વિવેક said,

    April 22, 2008 @ 2:54 AM

    સુંદર કાવ્ય… નાનું અને તરત સ્પર્શી જાય એવું… ઘણા વર્ષો પહેલાં એક શે’ર લખ્યો હતો એ યાદ આવી ગયો:

    દિલે છોડ્યું ધબકવાનું તમારા ઘા પછી,

    કલિંગાઈને પીડા પણ અશોકી થઈ ગઈ !

  2. jayshree said,

    April 22, 2008 @ 2:59 AM

    ગમી જાય એવું, પણ વાહ ને બદલે આહ નીકળે એવું કાવ્ય…

  3. pragnaju said,

    April 22, 2008 @ 9:08 AM

    કાવ્ય માણતાં અંતરમાંથી એક ચીસ નીકળે-ત્યાર બાદ આખો ઈતિહાસ નજર સામેથી પસાર થાય …બિહારનું ઐતિહાસિક નામ મગધ હતું અને બિહારની રાજધાની પટનાનું ઐતિહાસિક નામ પાટલિપુત્ર હતુ.મૌર્ય સામ્રાજ્યના રાજા અશોક પાટલિપુત્રથી શાસન કરતા હતા.અહિંસક અશોક રાજમાં નફરત ન ફેલાય એનું ખાસ ઘ્યાન રાખવામાં આવતું.શાંતિ-સમૃદ્ધિ-સંપના મામલે અશોક ઉત્સાહી હતા.એટલે એમના નામ આજે પણ લોકોને યાદ છે.હજારો વર્ષર્થી હિન્દુસ્તાન ટકયું છે તે પ્રેમના જૉરે!
    પછી ફરીથી પઠન થાય
    કેવળ અશોકે શસ્ત્રો છોડી દીધાં છે.
    કેવળ અશોક
    લડી રહ્યો હતો.
    -અહીંસાની પ્રસવ વેદના અને શા ન્તી.

  4. ભાવના શુક્લ said,

    April 22, 2008 @ 10:09 AM

    કેવળ અશોકે શસ્ત્રો છોડી દીધાં છે.

    કેવળ અશોક
    લડી રહ્યો હતો.
    ……………………………………………
    ખુબ ગહન!!!

  5. tridiv said,

    April 23, 2008 @ 2:21 AM

    vaah.. bahu sundar, wondeful kavita

  6. KAVI said,

    April 23, 2008 @ 11:57 AM

    અશોક ઉપર ફોકસ સરસ થયુ છે.

  7. jalal mastan 'jalal' said,

    May 2, 2008 @ 2:14 PM

    Dear Sir, I am a Gujarati poet and have also published a book named ‘Khairiyat’ in 2003. I have seen a group’s Ghazals in this website and I belong to no group. Many poets who belong to a special group have been given place here.
    If you could give me a place on this website, I would be pleased to send my poems. But I am not belonging to any group, I have mentioned first of all.
    My name is Prakash Jalal, Ahmedabad.
    A poet who does not believe in any kind of a group.
    Thanks.
    jalal mastan ‘jalal’
    ahmedabad.

  8. jalal mastan 'jalal' said,

    May 2, 2008 @ 2:30 PM

    Saheb shri, aa website to khub sari vat chhe. pan eni sathe sathe ek vat a pan chhe k tame game tene sthan aapi didhu chhe.
    aaj kal Gujarati Ghazal ma ek-be group chale chhe. a group na j manaso tamam mushayara o ma jova male chhe. a group ni bahar no koi manas na male. sara sara shayaro ne dabavi deva nu kam chali rahyu chhe. ane aap joi shako chho k ketlik to saav halki kaxa ni kavita o ahi loko a mokli chhe. pan a sthan pami chhe.
    jamano dekhada no chhe, bhale tamari kavita ma kashu j na hoy, pan tamne dekhado karta ane show-baji karta aavadtu hoy to bau thai gayu. tarat j sthan mali jay.
    tem chhata hu koi Dalalo k Professaro na Group o ma jodayo nathi ane toy prabhu parmatma a mara shabd ma jor mukyu chhe ane a babat nu mane gaurav chhe.
    etle, hu aap ne abhinandan aapu chhu ane shabashi aapu chhu k aavi website sharu kari chhe, pan eno labh a-kavi o na lai jay a jojo. sacha kavio ne sthan aapo to saru. show-baji karnara loko ne sthan no hu virodh saday karu chhu.
    jalal mastan ‘Jalal’ jalal.mastan@yahoo.com

  9. વિવેક said,

    May 2, 2008 @ 10:50 PM

    પ્રિય કવિમિત્ર જલાલ મસ્તાન સાહેબ,

    આપના આક્રોશ-સભર પ્રતિભાવ વાંચ્યા. આપ આ વેબ-સાઈટના આંગણે આવેલ નવા અતિથિ છો એટલે આ સાઈટ વિશે થોડું કહીશ. ‘લયસ્તરો.કોમ’ એ ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સૌથી વિશાળ વેબસાઈટ છે અને આ વેબસાઈટ પર આજની તારીખે બહુધા ગુજરાતી ભાષાના ૪૦૦થી વધુ કવિઓની ૧૧૦૦ જેટલી કાવ્યકૃતિઓ ઉપલબ્ધ છે. મોટાભાગની કવિતાઓ સાથે અમે કવિતામાં પ્રવેશવા માટેનો દરવાજો – આસ્વાદ- પણ ઊઘાડી આપીએ છીએ જેથી નવા વાચકોને રસ પડે અને ભૂલાતા જતા કાવ્ય-પ્રકારો પણ લોકો સ્નેહપૂર્વક માણે. આપ આ કવિઓના નામની સંપૂર્ણ યાદી નિમ્નલિખિત લિન્ક પર ક્લિક્ કરી જોઈ-પ્રમાણી શકો છો:

    કવિઓ

    ચારસો જેટલા કવિઓને -જેમાંના મોટાભાગના આજે હયાત પણ નથી- આપ કયા એકાદ-બે ગ્રુપમાં વહેંચો છો એ સમજાયું નહિ. ગુજરાતી સાહિત્ય જગતમાં ચાલતા groupismથી અમે પરિચિત પણ નથી અને એવા કોઈ ગ્રુપનો ભાગ પણ નથી. લયસ્તરો એની કવિતાઓના વિશેષ ચયન અને ઉચ્ચ સ્તર માટે જાણીતું છે. એક કવિતા પોસ્ટ કરવા પાછળ આશરે ત્રીસથી ચાળીસ કવિતાઓ વાંચવી પડે છે. ક્યારેક કોઈક કવિતા નબળી આવી પણ જાય છતાં મુખ્યત્વે અમારે કોશિશ એવી જ રહી છે કે અમે હંમેશા સારું અને વધુ સારું જ પ્રદાન કરીએ. આપ આપની નજરે ચડેલી નબળી કૃતિઓ તરફ સાફ ઈશારો કરો તો જ વાત સ્પષ્ટ થઈ શક્શે.

    આપ આપનો કાવ્ય-સંગ્રહ અમને મોકલાવી શકો છો. જો એ રચનાઓ શાસ્ત્રીય એરણ પર સાંગોપાંગ ઉતરે તો એને પણ અમે અહીં સ્થાન આપીશું. (એવા ઘણા કાવ્ય-સંગ્રહો અમારી પાસે ભેટ આવેલ પડ્યા છે જેમાંથી સમ ખાવા પૂરતી એક પણ કવિતા અમે અહીં સમાવી નથી.)

    જમાનો ભલે દેખાદેખીનો હશે પણ અમે અહીં દેખાડો કરવા નથી આવ્યા. કવિતા કે કવિનો ખરો શબ્દ કોઈ દેખાડાનો મહોતાજ નથી હોતો. સમયની એરણ પર જીવી જાય એ જ ખરો શબ્દ. કવિતા એ ન માત્ર અમારા બંને મિત્રો માટે શોખનો વિષય છે, એ અમારા બંનેનો પ્રાણવાયુ છે. અમે કવિતા શ્વસીએ છીએ, જીવીએ છીએ અને એ જ કારણ આ સાઈટ પાછળ રહેલું છે. અમારા વાચકો જ આ સાઈટનો ખરો આત્મા તો છે, અમે તો નશ્વર દેહ છીએ માત્ર !

    વિવેક ટેલર (સુરત) (dr_vivektailor@yahoo.com)
    ધવલ શાહ (અમેરિકા) (mgalib@gmail.com)

  10. Pinki said,

    May 3, 2008 @ 2:30 AM

    બધાંય વિજેતાની અદાથી ચાલી રહ્યાં છે
    અને
    એકલો અશોક નતમસ્તક

    શું લયસ્તરો જ આજે અશોક બની નતમસ્તક ઊભું છે
    એવું નથી લાગતું ? અને આપણે સૌ સૈનિકો-

    કેવળ અશોકના કાનમાં કિકિયારી
    અને બધાંય (સૈનિકો-વાચકો)
    હસીહસીને બેવડ વળી રહ્યાં છે.

    પ્રકાશભાઈ કદાચ નવા વાચક છે
    અને તે ગેરમાર્ગે ના દોરવાય અથવા તો
    આપણી ગુજરાતીને લાંછન ના લાગે તે આપણે
    પણ જોવું જ રહ્યું …….

    પ્રકાશભાઈ ,
    હું માત્ર એક જ વર્ષથી આ સાઈટની નિયમિત વાચક છું
    પણ એક તટસ્થ વાચક તરીકે
    આપ કહો છો તેવુ કોઈ groupism ચાલતું હોય એમ નથી લાગતું ?!!

    માત્ર પોતાની માતૃભાષા માટે કોઈ કંઈ કરતું હોય
    અને આપણે તેને બિરદાવીએ નહી તો કઈ નહિ
    પણ સંપૂર્ણ જાણ્યા વિના દોષારોપણ યોગ્ય નથી .

    ડૉ. મહેશભાઈની કૃતિ તેનું ઉત્કૃષ્ટ ઉદા. છે
    અને તેમની કલમમાં તાકત હતી તો તેમની કૃતિ પણ
    લયસ્તરો ઉપરાંત કવિલોક અને રીડગુજરાતીમાં પણ
    સ્થાન પામી છે.

    લયસ્તરોના વાચકો માટે –

    આરોપ તો બધા પર હતો
    પણ એમાંના એક જ જણે
    પોતાના ગુનાની કબૂલાત કરી ??!!!

    જીવનમાં સારું વાંચન ઉપરાંત સારું આચરણ પણ જરુરી છે.
    ‘મારું જીવન જ મારો સંદેશ’- કહેનાર ગાંધીજી પણ ગુજરાતી જ હતા

    પ્રકાશભાઈ આપને જે લાગ્યું તે આપે નૈતિક હિમત
    રાખીને કહ્યું છે જેને હું બિરદાવું છું પણ
    કંઈક ગેરસમજ પણ થઈ છે.

    -પીન્કી પાઠક
    અમદાવાદ.

    shabdashah@yahoo.com

  11. jalal mastan 'jalal' said,

    May 4, 2008 @ 2:51 PM

    Saheb shri, patr no jawab aapva badal aabhar. a khub j mota aanand ni vat chhe k aap banne mitro Gujarat ni bahar rahi ne pan aatlu saras kam karo chho. khas kari ne aapna shabdo mane khub sparshi gaya. “… samay ni eran par jivi jay a j kharo shabda….kavita amara banne no pranvayu chhe…” addbhut… me ‘Laystaro’ no abhyas karyo, prarambh vishe vanchyu, aap banne vishe vanchyu ane aapno aatlo lagnisabhar jawab vanchyo tyare mari aantardi thari chhe. mari ghazal ne sthan male k nai pan aa seva ni ek sara ghazalkar tarike hu kadar karu chhu, sanman karu chhu. (pan Gujarat na ketlak mota ganata kehvata kavi o mate groupism praanvayu chhe a diva jevi spast vat chhe ane a mudde hu makkam chhu.) pan mane khushi a vat ni chhe k aap khub chakasi ne j kavita muko chho. aap j seva karo chho eni tole kashu na aave. mane khub aanand chhe k aap be mitro khub alag chho. etlu j nahi, Gujarati bhasha Gujarat na Angreji dambhi kavi o karta vadhare sari jano chho. aabhar. mari shubhkamnao aap ni sathe chhe. saday aagal vadho. aabhar. jalal mastan ‘jalal’

  12. jalal mastan 'jalal' said,

    May 4, 2008 @ 3:07 PM

    સાહેબ, આપનો ૫ત્ર ખૂબ જ ગમ્યો. આભાર. મને આ૫ના ઉ૫ર શ્રધ્ધા બેઠી.. આભાર. સર્વ શુભકામના. -જલાલ મસ્તાન ‘જલાલ’

  13. saurin said,

    July 10, 2008 @ 2:03 AM

    hi

  14. kalpesh savan said,

    July 11, 2008 @ 2:40 AM

    Dear prakash mama
    I am not more interested in “Ghasals” but i will say that whatever you write is
    always best. It is the good thing that our “Gujarati sahitya” has got a platform of
    internet because it is not possible to everybody to go to book stalls and buy “kavita-Ghazal sangrah” I myself is the best example for that I wanted to read “sambhavami yuge yuge-by Ratilal borisagar” but have not found anywhere even in public library ! so this is the good platform for you people.
    (If you find this book or “Bhadrambhadra” then tell me)
    -mane aa be books vanchvani bahuj eechha hati atyare samay nathi…tethi kharidso nahi.
    All the best..
    bye,
    -Kalpesh.

  15. લયસ્તરો » પુનરાગમન – શ્રીકાન્ત વર્મા said,

    August 2, 2011 @ 11:20 PM

    […] જુઓ, આ જ કવિનું કાવ્ય કલિંગ. એમાં આ જ વાત, તદ્દન અલગ રીતે કરી છે. ને […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment