શેકાયો ખુદની ગરમીથી,
સૂરજને વાદળ ઓઢાડો.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

નહીં ફાવે – ખલીલ ધનતેજવી

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

– ખલીલ ધનતેજવી

વાતમાં ખુમારી છે પરંતુ………..

18 Comments »

  1. Yogesh Shukla said,

    May 18, 2014 @ 11:47 AM

    “ગુસ્તાખી માફ , અને તમારા આશીર્વાદ માંગું છું ”

    વાતમાં ખુમારી છે પરંતુ સત્યથી વેગળી છે ,
    આડીઅવળી વાતો કરવાની મને નહિ ફાવે ,
    ” યોગેશ શુક્લ “

  2. Yogesh Shukla said,

    May 18, 2014 @ 11:53 AM

    “ગુસ્તાખી માફ , અને તમારા આશીર્વાદ માંગું છું ”
    તમારી આપેલી પંક્તિ પૂરી કરવાનું સાહસ કું છું ”

    વાતમાં ખુમારી છે પરંતુ સત્યથી વેગળી છે ,
    આડીઅવળી વાતો કરવાની મને નહિ ફાવે ,
    ” યોગેશ શુક્લ “

  3. Devika Dhruva said,

    May 18, 2014 @ 9:42 PM

    તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
    ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

    ક્યા બાત હૈ…બહોત ખુબ..

  4. jAYANT SHAH said,

    May 20, 2014 @ 9:32 AM

    ખલીલ ધનતેજવી “બેફામ” લખે !!!!!ખૂબ સુન્દર .

  5. Dhaval Shah said,

    May 20, 2014 @ 8:42 PM

    તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
    અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

    – વાહ !

  6. beena said,

    May 23, 2014 @ 6:28 AM

    અમે તો નાનકડા ત્રૃણ મૂળ ,થોડી ઝાકળ વરસાવશો તો પણ ચાલશે.
    મનનાં પર્યાવરણમાં રૂદનોનાંશોરમાં ,અમે તો સુખ સંતોશ નો એકાદો ટહૂકો મેલી દઈએ
    પ્રાસ ને લય ન હોય એટલે કવિત નહિ શું?
    અપરાજિતા

  7. beena said,

    May 23, 2014 @ 6:38 AM

    આટલું ફાવ્યું,ને ભાવ્યું માટે તો હું છું
    વાત વાત માં ઓછું આવે એવા છણકા કરવાનું મેલી દો ને ભઈ!!
    ઓછું આવે તો વરસી પડો ને!!
    કોઈ ચાહે કે ના ચાહે
    આપણને તો ભઈ ચાહવાનું ફાવી ગયું સહી!!
    બાકી કોઈ અમથી અમથી ચીસો પાડે

    તો વાહા વાહ કરવાનું આપણને નહિ ફાવે
    અપરાજિતા

  8. Famida Shaikh said,

    October 13, 2015 @ 2:29 AM

    Speechless.

  9. PALASH SHAH said,

    April 14, 2020 @ 6:09 AM

    સુંદર રચના

  10. Milan kachariya said,

    May 22, 2020 @ 1:44 PM

    પરંતુ લોકોથી દુર રેવું અને આપના સ્વજનો સાથે વાત ન કરવી અને સ્વાર્થી બનવું આપડને નઈ ફાવે

  11. R. K. CHAVDA said,

    August 7, 2020 @ 4:58 AM

    ગુસ્તાખી માફ યોગેશભાઈ,
    પણ વાતમાં જે ખુમારી છે એને જ સત્ય બનાવવી છે. ખુમારીની વાત ભલે સત્યથી વેગળી રહી પરંતુ એને આચરણમાં લાવવાનું તો આપણા હાથમાં છે.

    વાહ… ક્યા બાત હે ખલીલ સાહેબ

  12. ભાકુંદરા દિલીપ said,

    December 6, 2021 @ 10:08 PM

    હોય ત્રેવડ તો સત્યના પારખા કરો,
    વાતને ઘુમાવવીઆપણને નહી ફાવે

  13. ધવલ સંખારિયા said,

    February 3, 2022 @ 2:17 PM

    વાતમાં ખુમારી છે, પરંતુ શબ્દો અમારા લથડતાં નથી,
    જે કેવું છે એ સીધે સીધું કહી દો,
    આ અટકી અટકીને બોલવું;અપણને નહીં ફાવે.

  14. Sanjay said,

    July 10, 2022 @ 10:19 PM

    અરે મેઘરાજા હવે તો મન મૂકીને વરસો
    માવઠું અમને નહી ફાવે ….સંજય બારોટ

  15. HUSAIN JUNEJA said,

    August 8, 2022 @ 7:43 PM

    ગુસ્તાકી માફ..

    વાતમાં ખુમારી છે પરંતુ મસ્તી નથી,
    આમ ચઢેલું મોઢું આપણને નહીં ફાવે.

  16. Hitesh khadayata said,

    December 16, 2022 @ 7:26 PM

    તમે યાદ નહીં કરો તો ચાલશે મને ,
    પણ “નથી કરતી યાદ” એવું સાચું બોલવું આપણને નહીં ફાવે…
    -હિતેશ

  17. jigneshkumar Bhatti said,

    July 26, 2023 @ 7:57 PM

    વ્યવસાયે પ્રાધ્યાપક છું પરંતુ જીવ સાહિત્યનો રહ્યો છે. ખલીલ ધનતેજવી મારા પ્રિય ગઝલકાર છે.
    “જે પણ મારી વાત સમજતો નથી એ કોઈ પણ હોય ગુજરાતી નથી”

  18. Kathankumar patel said,

    March 6, 2024 @ 10:44 AM

    # મને નઈ ફાવે#

    તું આવે તો દરિયામાં આવતા મોજા ની માફક આવજે, આ નદીમાં આવતા પૂરની માફક આવીશ તો મને નઈ ફાવે.

    તું આવે તો અમાસની અંધારી રાતની જેમ આવજે, આમ ઉગતા સૂર્યથી લઈને આથમતા સૂર્યની માફક આવીશ તો મને નઈ ફાવે.

    તુ આવે તો કથનની કલમની માફક આવજે, બાકી સ્નેપના મેસેજની માફક આવીશ તો મને નઈ ફાવે.

    હવે બસ તું આવે તો આ કથનની કલમ પણ લખતા થાકે, બાકી આમ મેસેજ કરશો તો મને નઈ જ ફાવે.
    – કથનની કલમથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment