ભૂંસી ભૂંસીને તું લખીને મોકલાવ નહીં,
ભીતરમાં ભાવ છે જે એને તું છુપાવ નહીં.
વિવેક મનહર ટેલર

ઉપાડિયે – મનોજ ખંડેરિયા

કરીએ ન વેઠ હોંશે જીવનભર ઉપાડિયે
આપ્યો છે તેં જો બોજ, બરોબર ઉપાડિયે

અટકાવી રાખ્યું પાંપણે આંસુને એ રીતે
આંખોથી જાણે આખું સરોવર ઉપાડિયે

રેખા વળોટવાની તો હોઈ શકે ન વાત
આ તો અમસ્તો પગ જરા અધ્ધર ઉપાડિયે

તારા ઉપર ન ભાર ખુલાસાનો આવી જાય
આ મૌન માત્ર એટલા ખાતર ઉપાડિયે

ઢગલો ફૂલોનો નીકળે જે જે વખત અમે
સૂતું છે કોણ જાણવા ચાદર ઉપાડિયે

ક્યારેય પાપ જેવું કશું પણ કર્યું નથી
એથી જ થોડો આપણે પથ્થર ઉપાડિયે ?

ભારે છે પ્હાડ જેટલો એ જાણીએ છીએ
પણ હળવાફૂલ થઈ જવા અક્ષર ઉપાડિયે

-મનોજ ખંડેરિયા

બોલચાલની ભાષા અને એય સાવ સરળતા અને સાહજિક્તાથી ગઝલમાં શી રીતે વણી શકાય એ જોવું હોય તો આ ગઝલ એક નોંધપાત્ર ઉદાહરણ બની શકે એમ છે. સાત શેરની આ ગઝલમાં એકે શેર એવો નથી જે સમજવો દોહ્યલો બને અને છતાં લાગણીની જે ઋજુતા અહીં પ્રકટ થઈ છે એ પણ અનવદ્ય સૌંદયવાહિની બની રહે છે. પુરાકલ્પનોનો પ્રયોગ ગઝલમાં લગીરેક મુખર થયા વિના કેવી રીતે કરી શકાય એ પણ માણવા જેવું છે. રેખા વળોટવાની વાત સાથે જ રામાયણની લક્ષ્મણ રેખા અને સીતા તાદૃશ થઈ જાય છે. કવિ મર્યાદા ન ઓળંગવાની ખાતરી આપે છે પણ પગ બાંધી રાખવા સાથે પણ સંમત નથી. ફૂલોનો ઢગલાવાળો શેર વાંચીએ એટલે કબીર નજર સમક્ષ આવી ઊભે. કબીરના મૃત્યુ પછી એમના અનુયાયીઓમાં થયેલો બાળવા કે દાટવાનો વિવાદ યાદ આવે. મૃતદેહ પરથી ચાદર હટાવી ત્યારે ત્યાં કબીરના શરીરની જગ્યાએ માત્ર ફૂલોનો ઢગલો પડ્યો હતો એ ઘટના કવિએ અહીં બખૂબી વણી લીધી છે. અને પાપ અને પથ્થરવાળી વાત વાંચતા જ ઈશુ ખ્રિસ્ત અને પાપી અબળાનો પ્રસંગ જીવંત થતો લાગે છે. જેણે જીવનમાં કોઈ પાપ ન કર્યું હોય તે આ પાપણ પર પહેલો પથ્થર ફેંકેની વાત કરતાવેંત ટોળું શરમિંદગીસભર વિખેરાઈ ગયું હતું. પણ કવિનું કવિકર્મ તો એથી પણ આગળ જવામાં છે. આખી જિંદગીમાં એકે પાપ કર્યું ન હોય એ કારણે થોડો જ કંઈ પથ્થર ઉપાડવાનો પરવાનો મળી જાય છે? એ નિમિત્તે પણ પાપની શરૂઆત શા માટે કરવી ?

18 Comments »

  1. કુણાલ said,

    May 16, 2008 @ 1:43 AM

    ઉત્તમ ગઝલ ..

  2. manhar m.mody said,

    May 16, 2008 @ 4:41 AM

    વાહ! ગઝલ હો તો ઐસી. નહી તો …….કેટલા સરળ શબ્દો અને કેવો સહજ ભાવ . એક એક શેર એકબીજાથી ચડિયાતો. ક્યા ગઝલ હૈ.

  3. ami said,

    May 16, 2008 @ 5:52 AM

    સરસ છે.

  4. pragnaju said,

    May 16, 2008 @ 9:25 AM

    આ મધુર ગઝલનો આનંદ ઉપાડ્યો
    જાણે આત્મવિશ્વાસથી કદમ ઉપાડ્યો
    આ રખડતી સાંજ મારે બારણે આવી ગઇ
    આંસુ થઇને યાદ તારી પાંપણે આવી ગઇ.

    અટકાવી રાખ્યું પાંપણે આંસુને એ રીતે
    આંખોથી જાણે આખું સરોવર ઉપાડિયે
    ગુંજી એકે એક શેરો પર પંક્તીઓ
    અશ્રુ વધારે પાંપણે લટકી નહીં શકે.
    લીસા બે ગાલ પરથી લસરવું છે એમને

    ક્યારેય પાપ જેવું કશું પણ કર્યું નથી
    એથી જ થોડો આપણે પથ્થર ઉપાડિયે ?
    પથ્થેર ઉઠાવું કોણ પારકું છે?
    શીશમહેલમાં ચહેરો મારો લાગે છે

    તારા ઉપર ન ભાર ખુલાસાનો આવી જાય
    આ મૌન માત્ર એટલા ખાતર ઉપાડિયે
    સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !
    મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે

    ભારે છે પ્હાડ જેટલો એ જાણીએ છીએ
    પણ હળવાફૂલ થઈ જવા અક્ષર ઉપાડિયે
    અક્ષર અક્ષર વચ્ચે થોડું ખરબચડું …
    અક્ષર અક્ષર વચ્ચે થોડા ઘાવ ફફોલા,રાખ,ધૂવાંડા

  5. nilamdoshi said,

    May 16, 2008 @ 10:05 AM

    તારા ઉપર ન ભાર ખુલાસાનો આવી જાય
    આ મૌન માત્ર એટલા ખાતર ઉપાડિયે

    આમ તો દરેક શેર ખુબ ગમ્યા..પણ આ થોડો વધારે સ્પર્શ્યો…
    મનોજ ખન્ડેરિય મારા પ્રિય કવિ પણ ખરા જ…

  6. ધવલ said,

    May 16, 2008 @ 5:04 PM

    તારા ઉપર ન ભાર ખુલાસાનો આવી જાય
    આ મૌન માત્ર એટલા ખાતર ઉપાડિયે

    – ઉમદા વાત !

  7. indravadan g vyas said,

    May 17, 2008 @ 6:24 AM

    મનોજ ની આ ગઝલ બહુ હ્રદય સ્પર્શી છે.પ્રત્યેક શેર એક સ્વતન્ત્ર વાત લઈને આવ્યો છે.સામેની વ્યક્તીને ખુલાસા/ચોખવટ ન કરવી પડે એટલે પોતે મૌન રહી ગુનો માથે ઓઢી લેવાની હિમ્મત
    દેખાડી છે.વિવેક નુ રસદર્શન બેજોડ છે.કવિની રચના ને બીરદવવાની આનાથી મોટી રીત કઈ હોઇ શકે?

  8. bakulesh desai said,

    May 17, 2008 @ 9:01 AM

    hi nice ghazal

    unwilling labour VETH is worth avoiding… premthi dil dai ne kaak karvaani preana manoj 1 st stanza ma de chhe…. potani job / family maate bharobhar asantosh … babdaat karnarao ne arpan… raaji khushi no sodo chhe aa majboorith kai pan shu kaam karvu ?

    pote pavitra shuddha chhe evo davo thay ? kharekhar aavaa hoiye to pan danbh/ badaai, garv na thaay. aap na thi koi ne sazaa kem thay ? ketli unchi / baarik vaay !! WAAH MANOJ WAAH !!

  9. Dinesh O. Shah, Ph.D. said,

    May 17, 2008 @ 10:01 AM

    Dear Vivekbhai,

    Thank you so much for your comment on this gazal! I would have lost a lot of interpretation and hints of events if you had not made it clear in your comment. The example of Kabir, Rama, and Jesus would not have occurred to me and I would have missed out what the poet intended to say through these lines. Thank you so much for bringing out the butter for your readers on the surface by churning the Chhas or buttermilk of poetry!

    Dinesh O. Shah, Ph.D. Gainesville, Florida, USA

  10. satish said,

    May 17, 2008 @ 11:15 AM

    અદભત્ શબ્દ્ મરમ્

  11. Chiman Patel "CHAMAN" said,

    May 18, 2008 @ 12:37 PM

    ગઝલ ખૂબ ગમી.!
    વિવેકના રસદશૅનથી એ વઘારે ગમી !!

  12. સુનીલ શાહ said,

    May 21, 2008 @ 9:23 AM

    સુંદર ગઝલ…એટલું જ સરસ રસદર્શન.

  13. ankit said,

    May 21, 2008 @ 10:56 PM

    hi!
    a great ghazalsamrat by manoj khanderiya….
    ankit

  14. રઈશ મનીઆર્ said,

    May 22, 2008 @ 12:27 AM

    સુન્દર ગઝ્લનુ સુન્દર રસદર્શન

  15. Maheshchandra Naik said,

    May 28, 2008 @ 12:36 PM

    TARA UPAR NA BHAR KHULASANO AAVI JAY
    AA MAUN MATRA ETLA KHATAR UPADIYA
    It touches the most, Dr. Vivekbhai compliments to you for selection of Ghazal!!!!!!!!

  16. Riyal Dhuvad said,

    May 29, 2008 @ 2:59 AM

    અરે મને આ કવિત ઓ તો એત્લિ બધિ ગમિ ગૈ ને કે ખરેખર કોઇ ને આ કવિત ઓ ભેત મ અપતિ હોય તો હુ પહેલ અપતો..

    હુ મસ્ત કવિત ચે..હવે હુ પન હવે મરિ કવિત આ લિન્ક મઆ અદ્દ કરિશ્

  17. Riyal Dhuvad said,

    June 3, 2008 @ 2:32 AM

    મારિ યાદો નિ સાગર્ ચે આ કવિતા
    મારા સપના નિ યાદો ચે આ કવિતા
    ને મારા સપના ના સાગર નિ સ્ફુર્ના ચે આ કવિતા

  18. Suresh Shah said,

    July 12, 2017 @ 4:51 AM

    અટકાવી રાખ્યું પાંપણે આંસુને એ રીતે
    આંખોથી જાણે આખું સરોવર ઉપાડિયે

    વાહ સિવાય બીજું કાંઈ નહિ.
    ગમ્યુ. આભાર.
    – સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment