સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને;
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
– નયન દેસાઈ

તું ભરતી ને હું ઓટ – મૂકેશ જોષી

તું ભરતી ને હું ઓટ ,
મને ગમે ભીતર વળવું, તું બહાર મૂકે છે દોટ.

આલિંગનનો લઈ હરખ તું ઠેઠ કિનારે જાય,
મારી બૂમે લહેરો પાછી ઘરમાં આવી જાય.
તું ઊછળે તો લાગે જાણે ઊર્મિનો વરઘોડો,
મારે કારણ ઉદાસીઓને મળે આશરો થોડો .
જળના ઘરમાં રહીએ ક્યાં છે ઝળઝળિયાંની ખોટ….
તું ભરતી ને હું ઓટ.

શ્વેત ચાંદની નર્તન કરતી કેવળ તારી રાગે,
મારે કારણ દરિયા જેવો દરિયો માંદો લાગે.
તારી પાસે જોશ,જવાની,જલસા,જાદુમંતર,
મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર.
મારે કાયમ મંદી તારા ભાયગમાં છે ચોટ,
તું ભરતી ને હું ઓટ.

-મૂકેશ જોષી

નખશિખ ઊર્મિકાવ્ય…. ઓટના આટલાં ઓવારણાં ભાગ્યે જ લેવાયા હશે…..

10 Comments »

  1. Rina said,

    May 4, 2014 @ 3:10 AM

    Beautiful. ……

  2. B said,

    May 4, 2014 @ 3:20 AM

    As usual another beautiful poem by Mukeshbhai.

  3. perpoto said,

    May 4, 2014 @ 3:24 AM

    તારી પાસે જોશ,જવાની,જલસા,જાદુમંતર,
    મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર.

    સુંદર પંક્તિ….

  4. Yogesh Shukla said,

    May 4, 2014 @ 11:18 AM

    દરિયા કિનારે રેતીમાં મારુ નામ મૂકી ગયો છું .,
    ભરતી અને ઓટ મા મારો પૈગામ મૂકી ગયો છું ,
    રોજ માળવા આવતો આ દરિયા કિનારે તને ,
    પણ તુ ન મળતા આ રેત કિનારે ,તારી બેવફાઈ નામે
    મારા આંસુ આ દરિયાની સુનામીમાં મૂકી ગયો છું .,

    “યોગેશ શુક્લ “

  5. Devika Dhruva said,

    May 4, 2014 @ 1:37 PM

    મુકેશ જોશી એટલે મુકેશ જોશી ! તેમને સાંભળવાનો એક લ્હાવો છે. તેમના દરેક કાવ્યોમાં સંવેદના ભારોભાર.
    ‘તારી પાસે જોશ,જવાની,જલસા,જાદુમંતર,
    મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર….’
    કેટલી સરસ વાત.

  6. bhavin modi Ahmedabad said,

    May 5, 2014 @ 1:48 AM

    તું ભરતી ને હું ઓટ ,
    મને ગમે ભીતર વળવું, તું બહાર મૂકે છે દોટ.

    amazing line….i like gujarati poem, story, and etc….

    Bhavin Modi
    9974525210…

  7. Harshad said,

    May 5, 2014 @ 9:53 PM

    Mukeshbhai kehvu pade ‘vah vah……are bhai vah vah’!!

  8. ASHOK TRIVEDI bombay kandivali east said,

    May 8, 2014 @ 6:59 PM

    savar savar ma maja padi gai. wah wah dost

  9. ASHOK TRIVEDI bombay kandivali east said,

    May 8, 2014 @ 7:01 PM

    savar savar ma maja padi gai dost

  10. Joy Christian said,

    May 11, 2014 @ 9:56 AM

    મને તો સરસ લગિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment