તથ્યની પડખે ઉછરતી વાયકા ચર્ચામાં છે
ત્યારથી સૌ સત્યતાની ધારણા તૂટી પડી
– સંજુ વાળા

મુકતક – મનહરલાલ ચોકસી

જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું

– મનહરલાલ ચોકસી

4 Comments »

  1. Pinki said,

    April 16, 2008 @ 4:11 AM

    ચાર જ લીટીમાં જાણે ચાર વેદની વાત-

    હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું- સરસ વાત-

  2. વિવેક said,

    April 16, 2008 @ 7:30 AM

    સુંદર મુક્તક… શ્રી મનહરલાલ ચોક્સીની સ્મૃતિમાં આવતા મહિનાની ચોથી તારીખે એમના જન્મદિન નિમિત્તે એક પુસ્તક પ્રગટ થનાર છે… એનો આસ્વાદ ‘લયસ્તરો’ના વાચકો એ જ દિવસે કરી શકે એવી યોજના છે…

  3. pragnaju said,

    April 16, 2008 @ 8:59 AM

    તમારી જીવન-ઉપાસનાની ધૂન,નવો દૃષ્ટિકોણ,વિચાર-જ્યોત અમને સૌને પણ માર્ગ આપશે!
    ઉચ્ચ સોપાન સર કરશો ત્યારે-” એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું”માંથી ‘હું’ નીકળી જશે

  4. kishore said,

    April 16, 2008 @ 12:08 PM

    dear dr. vivek tailor,
    your gazal published in akhand anand is very good.
    my congratulations . keep it up.
    sincerely yours’
    dr. kishore vaghela

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment