નામ સંબંધોને નહોતું આપવાનું-
નામ દીધું ને જુઓ, અંજળમાં ડૂબ્યા.
– માધવ રામાનુજ

તું માણસ છે કે હરિ ? – સૌમ્ય જોશી

આંખ બીડી હાથ બે ભેગા કરી;
એક ઈચ્છા આવવાને કરગરી.

બહાર નીકળીને પ્રવાહી થા હવે,
ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી.

ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે
ઓ હકીકત કઈ રીતે તું સંચરી.

ચોતરફ રખડ્યો ને ક્યાંય ના મળી,
એક પણ છાંટા વગરની એક છરી.

આઠદસ મહોરાંઓ પહેર્યાં કેમ તેં ?
એ ભલા માણસ તું માણસ છે કે હરિ ?

– સૌમ્ય જોશી

7 Comments »

  1. Bhavin Modi said,

    April 29, 2014 @ 3:27 AM

    ચોતરફ રખડ્યો ને ક્યાંય ના મળી,
    એક પણ છાંટા વગરની એક છરી.

    amazing lines…

  2. Rina said,

    April 29, 2014 @ 4:16 AM

    હાર નીકળીને પ્રવાહી થા હવે,
    ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી.

    ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે
    ઓ હકીકત કઈ રીતે તું સંચરી.

    Waaahhhh

  3. dilip ghaswala said,

    April 29, 2014 @ 4:26 AM

    બહુ જ સરસ ગઝલ
    દરેક શેર સવા શેર્

  4. હાર્દિક said,

    April 29, 2014 @ 4:27 AM

    વાહ સુન્દર રચના નવિનતા સભર ચોત્દાર્….

  5. narendrasinh said,

    April 29, 2014 @ 5:01 AM

    ચોતરફ રખડ્યો ને ક્યાંય ના મળી,
    એક પણ છાંટા વગરની એક છરી.

    આઠદસ મહોરાંઓ પહેર્યાં કેમ તેં ?
    એ ભલા માણસ તું માણસ છે કે હરિ ? ખુબ સુરત

  6. Mehul Bhatt said,

    April 30, 2014 @ 2:24 AM

    સુંદર

  7. beena said,

    April 30, 2014 @ 7:44 AM

    હરિએ જ તને મને સર્જ્યા.

    તો પણ હરિ ન મળે ??

    કદાચ હરિને ખોટા એડ્રેસ્સ પર શોધ્યા

    જો હરિને મળાવુઁ જ હોય તો મળો યા લખો

    મને
    હુઁ બતાવેીશ હરિનો પત્તો

    હુઁ દેખાડેીશ મહોરા વહગરનો હરિ

    હુઁ દેખાડિશ તારાજ આયનામાઁ એનો ચહેરો

    બાકેી હરિ મળતો નથેી મળતો નથેી રટ્ટો મારવો હોય તો હરિ હરિ!!!ઃ(

    અપરજિતા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment