આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ઝાડ એના પાંદડાંને પૂછે – રમેશ પારેખ

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું

તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !

– રમેશ પારેખ

નખશિખ ઉત્તમ કવિતા…… ક્લાસિક……

12 Comments »

  1. Rina said,

    April 21, 2014 @ 3:06 AM

    Beautiful. ……

  2. Rakesh said,

    April 21, 2014 @ 3:13 AM

    What an expression!!

  3. narendrasinh said,

    April 21, 2014 @ 4:03 AM

    અતેી ઉત્તમ સુન્દર મજા નો ભાવ

  4. Maheshchandra Naik (Canada) said,

    April 21, 2014 @ 4:49 PM

    સરસ રચના…………………

  5. Suresh shah said,

    April 21, 2014 @ 9:59 PM

    આને બે પેડીના સંવાદ લેખે માણી શકાય. યુવા પેડી ઈછે સ્વન્તત્ત્રા, અવકાશ. વડિલ ચાહે રક્સણ.
    રમેશભાઈન શબ્દો અને લયની મધુરિમા માણી.

    આસ્વાદ કરાવવા માટૅ આભાર.

    -સુરેશ શાહ, સિંગાપોર

  6. Bhavin Modi said,

    April 22, 2014 @ 1:28 AM

    awesome….lines

  7. Mehul Bhatt said,

    April 23, 2014 @ 12:06 AM

    v.nice.. marvellous

  8. Mehul Bhatt said,

    April 23, 2014 @ 12:08 AM

    moksh paamava aatur bhakt ane Ish vachcheno smvaad pan hoy shake

  9. Yogesh Shukla said,

    April 23, 2014 @ 4:51 PM

    સુંદર રચના ,

  10. Harshad said,

    April 25, 2014 @ 5:27 PM

    મુટ્ટી ઉ*ચેરી કાવ્ય રચના. વાહ વાહ પણ ટૂકી પડે ઍવી રચના.

  11. Yogesh Shukla said,

    May 2, 2014 @ 2:02 PM

    જ્યાં ન પહોચે રવિ ત્યાં પહોચે કવિ :- અતિ સુંદર રચના

    ડાળખી -પાંદડા એ ઘેરી લીધો સૂર્યને ,
    પથિક અઢેલીને બેઠો વૃક્ષને

  12. Sanjay Bhimani said,

    October 31, 2014 @ 1:05 PM

    પાંદડાની વ્હાલુડી લીલપને સાચવતુ ઝાડ
    હુ ને મારા મા-બાપ.
    ધન્ય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment