ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
ઉમાશંકર જોશી

ગઝલ – અલ્પેશ ‘પાગલ’

હું છું સત્યનો એક નક્કર પુરાવો,
મને લ્યો હવે શૂળી ઉપર ચડાવો !

ન દુનિયા, ન સપનાં, ન બિંબો, ન દર્પણ
નડ્યા છે મને માત્ર મારા લગાવો !

હસો છો તમે ને રડે છે પ્રતિબિંબ…
જરા રોઈને આયનાને હસાવો !

જુઓ બારણામાં ઊભી છે નવી ક્ષણ,
તમે ધારણામાંથી બા’રા તો આવો !

ડૂબ્યું છે જગત તમને સાથે લઈને…
મેં કીધું’તું એને ન માથે ચડાવો !

નયનને ને ચહેરાને કિસ્સાઓ કૈને…
તૂટેલા હૃદયના ન પૉસ્ટર છપાવો !

– અલ્પેશ ‘પાગલ’

શરીર ભલે Wheel-chairગ્રસ્ત કેમ ન હોય, મન તો Will-chairમાં જ ફરે છે એવી પ્રતીતિ કરાવવા “હું…અલ્પેશ ‘પાગલ'” નામના સંગ્રહ સાથે રાજકોટના કવિ અલ્પેશ પી. પાઠક ફરી એકવાર ગુજરાતી ગઝલના દરબારમાં ઉપસ્થિત થયા છે. છંદ તથા જોડણી-વ્યાકરણ પરત્વેની શિથિલતા ઘડીભર નજર-અંદાજ કરીએ તો આ કવિ ભારોભાર પ્રતિભા ધરાવે છે…

8 Comments »

  1. Rina said,

    March 27, 2014 @ 3:05 AM

    Waaahhh

  2. narendrasinh said,

    March 27, 2014 @ 3:19 AM

    નયનને ને ચહેરાને કિસ્સાઓ કૈને…
    તૂટેલા હૃદયના ન પૉસ્ટર છપાવો !

  3. Ravindra Sankalia said,

    March 27, 2014 @ 6:14 AM

    ખુબ સુન્દર ગઝલ છે. અભિનન્દન.

  4. Rasik Patel said,

    March 27, 2014 @ 7:37 AM

    Good

  5. yogesh shukla said,

    March 27, 2014 @ 10:55 AM

    સુન્દર …..રચના

  6. nehal said,

    March 27, 2014 @ 1:54 PM

    Vaah. ..sunder rachana
    ન દુનિયા, ન સપનાં, ન બિંબો, ન દર્પણ
    નડ્યા છે મને માત્ર મારા લગાવો !
    જુઓ બારણામાં ઊભી છે નવી ક્ષણ,
    તમે ધારણામાંથી બા’રા તો આવો

  7. gandhi said,

    March 27, 2014 @ 2:56 PM

    સુન્દર

  8. Sharad Shah said,

    March 29, 2014 @ 12:49 AM

    જુઓ બારણામાં ઊભી છે નવી ક્ષણ,
    તમે ધારણામાંથી બા’રા તો આવો !

    કહે છે,

    કીડીને કણ અને હાથીને મણ (પરમાત્મા આપે જ છે)
    અને માનવીને ક્ષણ.

    આ ક્ષણમાં જીવન છે. ભુત અને ભવિષ્યમાં ભટકતું મન એજ ભુત અને પ્રેત છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment