તું આવે જો સાથે
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…
- વિવેક મનહર ટેલર

રાત – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

એક સપનાને ફરી વાવી તમે
રાતને સાચે જ અજમાવી તમે

ચાંદની ચીસો નીચે દાબી દઈ
રાતને સંદિગ્ધ નોંધાવી તમે

કઈ ઉદાસીનું પગેરું શોધવા
રાતને બેફામ ખોદાવી તમે

વાતને લંબાવવાની લાલચે
રાતને પણ સહેજ લંબાવી તમે

સૂર્યની જાહેરમાં નિંદા કરી
રાતને વિશ્વાસમાં લાવી તમે

છાની રાખી, હાથ ઝાલી ને પછી
રાતને ઘરમાંય બોલાવી તમે

આજ તો ભારે કરી નાખી ‘ગ.મિ.’
રાતને ગઝલોય સંભળાવી તમે

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

રાતના ભાતીગળ મણકાંઓ એક ધાગે પરોવી પેશ કરતી આ ગઝલને મુસલસલ ગણી શકાશે ?

આ ગઝલના એક-એક શેર હાથમાં લ્યો, સાહેબ… એક એકથી ચડિયાતાં અને તદ્દન “વર્જિન” કલ્પન ! રાત વિશે આવી ગઝલ કોઈએ આગળ લખી હોય તો હું જાત હારી જાઉં.

9 Comments »

  1. મીના છેડા said,

    April 3, 2014 @ 1:34 AM

    દરેક શેરની પોતાની ગજબ ઊંચાઈ ….

    કઈ ઉદાસીનું પગેરું શોધવા
    રાતને બેફામ ખોદાવી તમે

    વાહ!

  2. Rina said,

    April 3, 2014 @ 3:14 AM

    ચાંદની ચીસો નીચે દાબી દઈ
    રાતને સંદિગ્ધ નોંધાવી તમે

    કઈ ઉદાસીનું પગેરું શોધવા
    રાતને બેફામ ખોદાવી તમે
    Waahhhh

  3. Gaurav Pandya said,

    April 3, 2014 @ 10:13 AM

    વાહ્..
    રાત નેય ગઝલો સમ્ભલાવિ…

  4. suresh baxi said,

    April 3, 2014 @ 5:31 PM

    ગમેી ખુબ ગમેી.

  5. Maheshchandra Naik (Canada) said,

    April 3, 2014 @ 6:54 PM

    સરસ ગઝલ્ રાતને ઉજમાળી કરી નાખી……………………

  6. preetam Lakhlani said,

    April 4, 2014 @ 5:03 PM

    કયાં બાત હૈ જુનાગઢી ગઢવી…….?, અસ્મિતા પર્વમાં ઝલસો કરાવી દેજે, હું આસ્તા ચેનલ પર મીટ્ માડીને બેઠો હૈશ ખાસ કરીને તને, વિમલને અને ભાવેશને કાનથી અને ધ્યાનથી સાંભળવા…

  7. Harshad said,

    April 5, 2014 @ 9:02 PM

    બહુત ખૂબ્!!!!

  8. ravindra Sankalia said,

    April 16, 2014 @ 7:37 AM

    વાતને પણ લમ્બાવવાની લાલચે રાતને પણ સહેજ લમ્બાવી તમે……..આ શેર બહુ ગમ્યો.

  9. Chandrakant Gadhvi said,

    April 26, 2015 @ 5:06 PM

    આવિ જ લય સ્તરો મનન અન્ને આનન્દ આપે , ગ મિ ને ગેીત અન્ને વિવેક ને પરિચય બદલ ધન્યવાદ્ જય માતાજિ. આજે તો ભારે કરિ નાખિ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment