અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
સુંદરમ્

સાધુ છે સાહેબ… – સંજુ વાળા

તમસ ને તેજ તો સિક્કાની બેઉ બાજુ છે સાહેબ,
સમજ હો એવી એ જન આશિખાનખ સાધુ છે સાહેબ.

ખરેખર વ્યક્ત થાવું એ જ તો અજવાળું છે સાહેબ,
મઝા પડવી ના પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ.

દિશાઓ ચારે ખુલ્લી હો અને નભ કોરુંકટ્ટ તો પણ –
હૃદયરસના છલકવાની ઋતુ : ચોમાસું છે સાહેબ.

જુદા સંજોગવશ ના આપણે આવી શક્યા નજદીક
વસો છો આપ જ્યાં એ મારું પણ ઠેકાણું છે સાહેબ.

સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે ?
કવિના શબ્દના પરમાણવાળું ગાડું છે સાહેબ.

– સંજુ વાળા

આપણે તો, સાહેબ, આ આશિખાનખ શબ્દ પર જ ઓળઘોળ થઈ ગયા. કેવો મજાનો શબ્દ કવિએ ‘કૉઇન’ કર્યો છે ! આપણે ‘આકંઠ’ કહીએ છીએ એ રીતે માથાની ચોટલી (શિખા)થી લઈને નખ સુધી- ‘આશિખાનખ’ શબ્દ કવિ લઈને આવે છે ત્યારે ગઝલમાં આગળ જવાનું મન જ થતું નથી…

કયા શેર પર આંગળી મૂકવી અને કયા પર નહીં એ પ્રશ્ન થાય એવી ગઝલ. પણ હું ફક્ત યુધિષ્ઠિરનો સંદર્ભ ઇંગિત કરતા આખરી શેર પર જ અટકીશ. ધર્મરાજ સત્યનિષ્ઠ યુધિષ્ઠિરનો રથ. કહે છે કે જમીનથી ચાર આંગળા અદ્ધર ચાલતો હતો.. પણ સાહેબ… કવિના શબ્દથી પ્રમાણિત થયેલા ગાડાંનો કમાલ તો જુઓ… એ તો સવા ગજ ઊંચું ચાલે છે.. યે બાત !!

10 Comments »

  1. nehal said,

    March 7, 2014 @ 12:59 AM

    Kya bat hai…

  2. Rajul b said,

    March 7, 2014 @ 5:50 AM

    ચોમાસું છે સાહેબ.. સરાબોર અમે ભિંજાયા સાહેબ..

  3. Laxmikant Thakkar said,

    March 7, 2014 @ 7:59 AM

    “સમજ હો એવી એ જન આશિખાનખ સાધુ છે, સાહેબ. ” વાત તો સાચી છે, સાહેબ …. !
    “ખરેખર વ્યક્ત થાવું એ જ તો અજવાળું” …યે તો અંદર કી બાત હૈ સા’બ .

    [ કવિકર્મ /કવિ

    કવિનો પ્રયાસ હોય છે, હમેશાં સંગીન કો’ તંતુ,
    જોડી આપવાનો તમારી પોતાની જાત સાથે!
    સવાલ તો મૂળ હોતો હોય છે-તમારી ભીતરના,
    કેન્દ્ર-બિંદુના કૌવતને સહી ઉજાગર કરવાનો,
    મનપસંદ રંગોના આકાશમાં ઉડવાનું મળે !.
    એવું સદભાગી પંખી તો કોઈકજ હોતું હોય છે!
    ઊંચી ઉડાન જેવી પાંખો બધા પાસે નથી હોતી.
    કવિ તો કલ્પનાના ‘જીવંત’ રંગો પૂરીજ લે છે,-
    કવિ કેટલો સક્ષમ ! સંવેદના તેનું સાધન-તત્વ ,
    શબ્દ-સંજીવની-તત્વ, તેને સદા વર્તે જીવન-સત્વ ]

    -ળન્ત / ૭.૩.૧૪

  4. Laxmikant Thakkar said,

    March 7, 2014 @ 8:01 AM

    -The above comment is by ” La’ Kant” / 7.3.14

  5. Harshad said,

    March 11, 2014 @ 8:23 PM

    બહુ જ સરસ. અભિનન્દન !!

  6. સંજુ વાળા said,

    August 4, 2015 @ 12:15 AM

    ખૂબ ખૂબ આભાર મિત્રો

  7. સ્નેહી પરમાર said,

    March 10, 2016 @ 5:15 AM

    ખરી વાત વિવેક ભાઈ
    કયો શેર ચીન્ધવો એ વિમાસણ છે . અદભુત ગઝલ .
    આ-મત્લા-મકત સુંદર .

  8. સ્નેહી પરમાર said,

    March 10, 2016 @ 5:17 AM

    વિવેક ભાઈ
    કવિતાને પામવાની અને ઉઘડવાની આપની કલાને
    તો વંદન જ

  9. Jit Chudasama said,

    March 10, 2016 @ 7:19 AM

    Vaah sanjubhai….

  10. વિવેક said,

    March 10, 2016 @ 7:37 AM

    આભાર, સ્નેહીભાઈ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment