સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
વિવેક મનહર ટેલર

અંધારું કરો ! – નિર્મિશ ઠાકર

વૃક્ષ ગાતું ઘેનભીનું ગાન, અંધારું કરો !
આંખ મીંચે છે બધાંય પાન, અંધારું કરો !

ઓગળ્યાં આ વૃક્ષ, પેલા પહાડ ને ઝાંખી નદી,
ધુમ્મસો શાં ધૂંધળાં મેદાન, અંધારું કરો !

ફૂલ નહીં તો ફૂલ કેરી પાંખડી ! આ શ્વાસથી –
વેદનાને આપવાં છે માન, અંધારું કરો !

મૌન ઝીણું કૈંક બોલે છે અને એકાંતના –
છેક લંબાતા રહે છે કાન, અંધારું કરો !

ધ્રૂજતા બાહુ પસારે છે હવાયે ક્યારની !
સ્પર્શ ઊભા છે બની વેરણ, અંધારું કરો !

-નિર્મિશ ઠાકર

10 Comments »

  1. lata j hirani said,

    March 3, 2014 @ 3:50 AM

    બહુ ગમ્યુઁ…

  2. Mahesh Mehta said,

    March 3, 2014 @ 10:17 AM

    Wah Nirmish Thakar ji

  3. RASIKBHAI said,

    March 3, 2014 @ 11:33 AM

    સુન્દર કવિતા, વાચ્તા જ મન મા અજ્વાલુ થૈ ગયુ.

  4. ધવલ said,

    March 3, 2014 @ 12:14 PM

    વૃક્ષ ગાતું ઘેનભીનું ગાન, અંધારું કરો !
    આંખ મીંચે છે બધાંય પાન, અંધારું કરો !

    મૌન ઝીણું કૈંક બોલે છે અને એકાંતના –
    છેક લંબાતા રહે છે કાન, અંધારું કરો !

    – સરસ !

  5. Maheshchandra Naik (Canada) said,

    March 3, 2014 @ 3:31 PM

    અંધારુ કરવાની સરસ રચના, કવિશ્રી નિર્મિશ ઠાકરને અભિનદન અને આપનો આભાર……………………………………………..

  6. sudhir patel said,

    March 3, 2014 @ 4:53 PM

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  7. Pravin Shah said,

    March 3, 2014 @ 9:05 PM

    સરસ !

  8. Shah Pravinchandra Kasturchand said,

    March 4, 2014 @ 8:34 PM

    બહુ જ ગમ્યું.
    અભિનંદન્.

  9. suresh parmar said,

    March 9, 2014 @ 12:30 AM

    ગાન,પાન,મેદાન,માન અને કાન પછી ના કાફિયામાં `વેરણ` શબ્દનો પ્રયોગ ખટકી જાય છે.
    બાકી બીજી બધી જ રીતે સરસ ગઝલ છે.

  10. Harshad said,

    March 11, 2014 @ 8:55 PM

    Like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment