શાયરીમાં કોઈ સચ્ચાઈ ન હો,
મારા હાથે એવી લુચ્ચાઈ ન હો.
-મેહુલ પટેલ ‘ઈશ’

જે વાત – આદિલ મન્સૂરી

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં.

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં.

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.

– આદિલ મન્સૂરી

7 Comments »

  1. nehal said,

    February 24, 2014 @ 4:22 AM

    Vaah…..

  2. perpoto said,

    February 24, 2014 @ 4:56 AM

    દર્પણ હતાં
    દરવેશ તો ન્હોતા
    ધુંધળા થયાં

  3. narendrasinh said,

    February 24, 2014 @ 4:56 AM

    નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
    અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં. અતયન્ત સુન્દર

  4. ધવલ said,

    February 24, 2014 @ 9:07 AM

    નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
    અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.

    – સરસ !

  5. Maheshchandra Naik (Canada) said,

    February 24, 2014 @ 2:45 PM

    સરસ ગઝલ, આદિલ મન્સુરીને સલામ…………….

  6. Harshad said,

    February 24, 2014 @ 9:33 PM

    સરસ ગઝલ .

  7. સુનીલ શાહ said,

    February 25, 2014 @ 11:30 PM

    સરળ છતાં ગહન અભિવ્યક્તિ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment