ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
ઉમાશંકર જોશી

જીવલાનું જીવન [ અંગેનું તત્વજ્ઞાન ] – સૌમ્ય જોશી

પેટ હતું તો ઝબ્બે થઈ ગ્યું, રાત હતી તો પડી,
ઊંઘ હતી તો આવી ગઈ ને ફૂટપાથોને જડી.

હાથ હતા તો ભાર ઊંચક્યો, શ્વાસ હતા તો હાંફ્યા,
બીજે તો ક્યાં જઈને કાઢે દાઝ હતી તો દાઝ્યા.

લગન હતાં તો થયાં લગન, હતાં પોરિયાં આયાં,
પેટ હતું તો મળ્યું એમને હાથ હતા તો લાયા.

હોઠ હતા તો ગાળ હતી, કાન હતા તો લીધી,
હતો રૂપિયો મળી યેવલા*, આગ હતી તો પીધી. [ યેવલા : બીડીની એક બ્રાન્ડ ]

લોહી હતું તો ગયું સુકાઈ, હતાં હાડકાં થાક્યાં,
ભીડ હતી તો ભેગી થઇ ગઈ, હતા ખભા તો આપ્યા.

વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તો વળે,
શ્વાસ હોય તો ખૂંટી જાય ને લખચોરાસી ફળે.

-સૌમ્ય જોશી

આ કાવ્ય આમ સરળ લાગે છે પણ આમાં એક profound theory છુપાયેલી છે – G I Gurdjieff [એક રશિયન તત્વચિંતક] કહી ગયો છે કે એક સામાન્ય માનવી કશું પણ ‘કરતો’ નથી- કરી શકતો જ નથી – …..તેની સાથે સઘળું ‘થાય’ છે. તેનું આખું જીવન અકસ્માતો દ્વારા નિયંત્રિત થાય છે. ઝટ ગળે ઉતરે એવી આ વાત નથી પરંતુ તેણે ખૂબ ઊંડાણપૂર્વક આખી વાત સમજાવી છે. આખી વાત રજૂ કરવી અહીં શક્ય નથી પરંતુ એટલું જરૂર કહી શકાય કે એની વાત માં દમ છે.

કાવ્યનું શીર્ષક એ વાત સ્પષ્ટ કરે છે કે આ કાવ્યનો નાયક એક શ્રમજીવી છે. મને ઘણીવાર વિચાર આવે કે જેને સવારે ખબર ન હોય કે સાંજે કૈક ખાવા મળશે પણ ખરું કે નહીં , તેને માટે તત્વજ્ઞાન કેટલુંક પ્રસ્તુત કહેવાય !!!!

13 Comments »

  1. perpoto said,

    February 17, 2014 @ 3:21 AM

    ગઝલનું શીર્ષક એ વાત સ્પષ્ટ કરે છે કે આ ગઝલનો નાયક એક શ્રમજીવી છે. મને ઘણીવાર વિચાર આવે કે જેને સવારે ખબર ન હોય કે સાંજે કૈક ખાવા મળશે પણ ખરું કે નહીં , તેને માટે તત્વજ્ઞાન કેટલુંક પ્રસ્તુત કહેવાય !!!!

    તત્વજ્ઞાન તો દુરની વાત છે,માણસાઇમાંયે શ્રધ્ધા રહે તો મોટી વાત છે.
    ગુર્જીફ ઉપર ફિલ્મ બની છે,ભાવકોએ માણવા જેવી છે.

    ધારદાર કાવ્ય, છુરી વગર ઘાયલ થૈ જવાય તેવું….

  2. nehal said,

    February 17, 2014 @ 3:39 AM

    Chotdar, dhardar kavya share karva mate Tirthesh ..aabhar.aapna philosophy na killao na mul ma gha kare tevu kavya…

  3. Rakesh said,

    February 17, 2014 @ 4:01 AM

    Superb!

  4. Mehul Bhatt said,

    February 17, 2014 @ 4:02 AM

    vaah…!

  5. raanaabhai said,

    February 17, 2014 @ 6:39 AM

    ગુજરાત કે ભારતમાઁજ નહિ સમગ્ર વિશ્વમા જેીવલાઓનેી સઁખ્યા અગણેીત છે જો પ્રભુ કે પરમાત્મા હોય તો તમામ જેીવલાઓને જેીવન ભાઈબનાવે તેવેી પ્રાર્થના

  6. Bhadreshkumar Joshi said,

    February 17, 2014 @ 8:05 AM

    અતિ ધારદાર સૌમ્ય.

  7. beena said,

    February 17, 2014 @ 9:40 AM

    આપણે ક્યાં સુધી વિફળતાનાજ ગાણા ગાઈશું?
    હું એક આવા જીવલાને જાણું છું

    મ-બાપ વગર ફુટ્પાટ પર જીવી રહેલો એ જીવલો
    આજે ત્રણ કંપનીઓનો માલિક છે
    સાચના માર્ગે ચાલી આજે એના ત્રણ ત્રણ ઘર છે
    તેના બે સંતાનો પી.એચ.ડી. થઈને સ્વ-સ્થાને આદર્યુક્ત સ્થાન ધરાવે છે
    અને એ જીવલો વૈશ્વિક સ્તરે નવા નવા કેમિકલ બનાવીને ભારતનું નામ આગળૅ કરે છે

    અને એને ખૂબ પ્રેમાળ પત્ની છે જે કાર્ય રત છે

    આજે પણ એ નવયૌવન ડોસી ડોસાને ચાહે છે.
    હું એ જીવલાને બહુ સારી રીતે જાણું છું કારણા કે સહુનાં સાનિધ્યમાં 41 વર્ષ પહેલા મેં એનો સંસાર માંદ્યો હતો.
    વિદ્યુત ભાઈ ઘરે આવી ગરમા ગરમ જમીને મારા પતિના જીવના વિષે જાણો

    અને સરસ મજાની કવિતા લખો

    સફળતાની
    ચિતન્ય, પરિશ્રમ અને પ્રેમની જીતની વાતો ક્યારે કોઈ સાંભળશે? ક્યારે કોઈ માંડશે?
    અપરાજીતા
    તા.ક. જીંદગીની કઠીનાઈઓ ને અણદેખી કરવાની વાત નથી

    માત્ર નિષ્ફળતા જ નથી

    સફળતા પણા જીવનની મધુર વાસ્તવિકતા છે

    ભલે તે કઠોર પરિક્ષણો અંદરનું સત્વ નિચવી લેવા કમર કસે
    કાળા માથાના માનવીની બુધ્ધિ,પ્રેમ પર શ્રધ્ધા છે

    સત્ય સુંદર છે.:)

  8. ધવલ said,

    February 17, 2014 @ 11:29 PM

    સલામ !

  9. gnyanesh said,

    February 19, 2014 @ 7:58 AM

    બિન બહેન સો ટકા સાચી વાત કહી

  10. વિવેક said,

    February 19, 2014 @ 8:43 AM

    સુંદર મજાની કાવ્યરચના…

    એક વાત વિચારવા જેવી લાગી…

    બધી જ કડીમાં આમ હતું તો આમ થયું ને તેમ હતું તો તેમ થયુંની વાત જે રીતે કરી છે એ મુજબ છેલ્લી કડી આ મુજબ થવી જોઈતી હતી:

    વાળ હતા તો ટાલ થઈ, ને કમર હતી તો વળી,
    શ્વાસ હતા તો ખૂંટી ગયા ને લખચોરાસી ફળી.

    – કવિતાની આખરી કડીમાં કથનબિંદુ બદલાવાની પ્રયુક્તિ વિચાર માંગી લે છે…

  11. Pancham Shukla said,

    February 22, 2014 @ 3:41 PM

    Vivekbhai has a point. Nice poem.

  12. Harshad said,

    February 22, 2014 @ 3:59 PM

    અરે ભાઇ તમે તો ખરી વિતક સમ્ભ્ળાવિ. કેવુ પડે બહુત ખૂબ્!!!

  13. Pushpakant Talati said,

    December 19, 2014 @ 10:58 PM

    વાળ હતા તો ટાલ થઈ, ને કમર હતી તો વળી,
    શ્વાસ હતા તો ખૂંટી ગયા ને લખચોરાસી ફળી.

    Yes I agree with Shri Vivekbhai, that – કવિતાની આખરી કડીમાં કથનબિંદુ બદલાવાની જરુર જણાય છે. – વળી તેથી પ્રાસ પણ યોગ્ય રીતે જામેશે અને થશે – તેવું મારું અંગત રીતે માનવું છે.

    Pushpakant Talati …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment